Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલમાં એક જ દિવસમાં ચોરીની બે ઘટના, ફ્રૂટના વેપારીને ત્યાંથી દાગીના-રોકડની ચોરી, બીજી ઘટનામાં કારમાંથી ચોરી

ગોંડલ ભવનાથ નગરમાં ફ્રુટના વેપારીના ઘરે તસ્કરોએ પરોણા કરી કબાટની તિજોરીમાં રાખેલા 12 તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા એક લાખની ચોરીને અંજામ આપ્યો હતો.   પ્રાપ્ત વિગતો મુજબ ભવનાથ નગરમાં રહેતા અને માંડવી ચોકમાં ફ્રુટનો વેપાર કરતા મુકેશભાઈ કુંજડિયા...
ગોંડલમાં એક જ દિવસમાં ચોરીની બે ઘટના  ફ્રૂટના વેપારીને ત્યાંથી દાગીના રોકડની ચોરી  બીજી ઘટનામાં કારમાંથી ચોરી

ગોંડલ ભવનાથ નગરમાં ફ્રુટના વેપારીના ઘરે તસ્કરોએ પરોણા કરી કબાટની તિજોરીમાં રાખેલા 12 તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા એક લાખની ચોરીને અંજામ આપ્યો હતો.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ ભવનાથ નગરમાં રહેતા અને માંડવી ચોકમાં ફ્રુટનો વેપાર કરતા મુકેશભાઈ કુંજડિયા રાત્રિના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા તે દરમિયાન બાજુના રૂમમાં તસ્કરોએ પ્રવેશ કરી તિજોરીમાં રાખેલા રોકડા રૂપિયા 1,00,000 તેમજ 12 તોલા સોનાના દાગીના ચોરીને અંજામ આપ્યો હતો.

Advertisement

ફરિયાદી મુકેશભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ પરોઢિયે પાંચ વાગે ઉઠ્યા ત્યારે બાજુનો રૂમ અસ્તવ્યસ્ત જણાતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું તસ્કરો એટલા સાતિર હતા કે બાજુના રૂમમાં સૂતેલા પરિવારજનોને ચોરીની ભનક પણ લાગી ન હતી ચોરી થયેલ કબાટની બાજુના કબાટમાં ચાવ નો ઝૂડો પડ્યો હતો જે તસ્કરોના હાથે લાગી ગયો હતો.

Advertisement

ગોંડલમાં ચોરીની અન્ય એક ઘટનામાં  ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા અને ક્રિષ્ના પાન નામે કરિયાણાની દુકાન ચલાવતા મહેશભાઈ વલ્લભભાઈ વિરડીયા તેમજ તેના ડ્રાઇવર લગીનભાઈ કૈલાશભાઈ અમલીયા પોતાની ઇકો ગાડી GJ 03 ER 6958 લઈ ખરીદી કરવા માટે ગોંડલ આવ્યા હતા તે દરમિયાન ત્રણ ખુણીયા પાસે સરદાર ચોકમાં ઇકોગાડીના ટાયરમાં પંચર પડતા ટાયર બદલાવી રહ્યા હતા તે દરમિયાન ગાડીમાં રાખેલ રોકડા રૂપિયા બે લાખ તેમજ ડોક્યુમેન્ટ ભરેલ થેલો કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ફરિયાદ નોંધ  તપાસ હાથ ધરી હતી

Tags :
Advertisement

.