ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી ગુમ કરવાના કૌભાંડ મામલે મુખ્ય બે આરોપી ધરપકડ
અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી ગુમ કરવાના કૌભાંડ મામલે મુખ્ય બે આરોપી ધરપકડ કરાઈ છે.ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં નર્સિંગની પરીક્ષાનું એસેસમેન્ટ સેન્ટર કાર્યરત હતું.જ્યાંથી વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થઈ હતી.જે ઘટના બાદ મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિત સિંઘ ફરાર હતા.જોકે દોઢ મહિના બાદ ક્રાઈમ બ્રાન્ચને આ બંને ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ઉત્તરવહી ગુમ કરી તેમને બારોબાર ખાનગી સ્થળ પર ઉત્તરવહી લખાવતા
આરોપીઓ ફરાર થયા બાદ બંગાળ અને રાજસ્થાનના કોટામાં રોકાયા હતા.ઝડપાયેલ આરોપીની પૂછપરછ બાદ મોટી વાત સામે આવી છે કે નર્સિંગ અને ફિઝિયોથેરાપીની પરીક્ષામાં આ બંને આરોપી મળીને નાપાસ થયેલ વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ કરી તેમને બારોબાર ખાનગી સ્થળ પર ઉત્તરવહી લખાવતા અને તેમને પાસ કરાવતા.અત્યાર સુધી નર્સિંગ અને ફિઝિયોથેરાપીના 60 જેટલા વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે ઉત્તરવહી ગુમ કરીને તેમને પાસ કરાવ્યા છે.
વિદ્યાર્થી પાસે તેઓ રૂપિયા 20 હજારથી લઈને 50,000 સુધી વસૂલતા હતા
વિદ્યાર્થી પાસે તેઓ રૂપિયા 20 હજારથી લઈને 50,000 સુધી વસૂલતા હતા. મોટી વાત એ છે કે માત્ર આ જ પરીક્ષા પૂરતું નહીં પરંતુ આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી નર્સિંગ અને ફિઝીયોથેરાપીની પરીક્ષામાં આ પ્રકારે વિદ્યાર્થીઓને લાલચ આપી પાસ કરાવતા.સની ચૌધરી જે નાપાસ થતાં વિધાર્થીઓને તેમનો સોશિયલ મીડિયા મારફતે સાથે સંપર્ક કરતા અને પાસ કરાવવાની ઓફર આપતા.સની અને અમીતસિંઘ વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા ત્યારે સંજય ડામોર નામનો આરોપી ચોક્કસ નિશાન કરેલ ઉત્તરવહીને રાત્રે આ વિધાર્થી ને આપી દેતો, જ્યારે ઉત્તરવહી લખાઈ જાય ત્યારે વહેલી સવારે અસેસમેન્ટ સેન્ટરમાં પહોંચતી અને સંજય તેને સ્ટ્રોંગ રૂમમાં ઘુસાડી દેતો.
11 જુલાઈએ રાતે ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી નર્સિંગની 14 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી
દોઢ મહિના પહેલા જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં નર્સિંગની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે 11 જુલાઈએ રાતે ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી નર્સિંગની 14 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી. જે બાદ મોટો વિવાદ પણ થયો હતો આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. અગાઉ આ મામલે રક્ષાબંધનના દિવસે બોટની વિભાગમાં સેવક તરીકે કામ કરતા સંજય ડામોર નામના કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી હતી ત્રણ લોકોને ધરપકડ થઈ ચૂકી છે