Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ભારત સાથેના સંબંધોની કિંમત ટ્રુડો સમજી શક્યા નથી' કેનેડિયન નેતાએ કાઢી ટ્રુડોની ઝાટકણી

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપોને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ છે. આવી સ્થિતિમાં કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડા અને વિપક્ષી નેતા પિયર પોઈલીવરે કહ્યું છે કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ પીએમ જસ્ટિન ટ્રુડો ભારત...
 ભારત સાથેના સંબંધોની કિંમત ટ્રુડો સમજી શક્યા નથી  કેનેડિયન નેતાએ કાઢી ટ્રુડોની ઝાટકણી
Advertisement

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપોને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ છે. આવી સ્થિતિમાં કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડા અને વિપક્ષી નેતા પિયર પોઈલીવરે કહ્યું છે કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ પીએમ જસ્ટિન ટ્રુડો ભારત સાથેના સંબંધોની કિંમતને સમજી શક્યા નથી.

હું કેનેડાનો વડાપ્રધાન બનીશ તો ભારત સાથેના સંબંધો પુનઃસ્થાપિત કરીશ

Advertisement

તેમણે કહ્યું કે જો તેઓ કેનેડાના વડાપ્રધાન બનશે તો બંને દેશો વચ્ચેના સંબંધો પુનઃસ્થાપિત કરશે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે આપણે ભારત સરકાર સાથે વ્યાવસાયિક સંબંધો બનાવવાની જરૂર છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. બે દેશો વચ્ચે મતભેદ હોય એ ઠીક છે પણ બંને વચ્ચેના સંબંધો વ્યાવસાયિક હોવા જોઈએ. જો હું કેનેડાનો વડાપ્રધાન બનીશ તો ભારત સાથેના સંબંધો પુનઃસ્થાપિત કરીશ.

Advertisement

ભારત સહિત વિશ્વના ઘણા મોટા દેશો સાથે કેનેડાના મતભેદો છે

જ્યારે તેમને ભારતમાંથી 41 કેનેડિયન રાજદ્વારીઓને પાછા બોલાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટ્રુડો પર અસમર્થ અને બિનવ્યાવસાયિક હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આજે, ભારત સહિત વિશ્વના ઘણા મોટા દેશો સાથે કેનેડાના મતભેદો છે. કેનેડામાં હિંદુ મંદિરોની તોડફોડના સમાચાર પર તેમણે કહ્યું કે મને લાગે છે કે હિંદુ મંદિરો પર હુમલો કરનારા અને સંપત્તિમાં તોડફોડ કરનારાઓ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવા જોઈએ.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.. જે બાદ થી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસેલા છે.. ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓને પરત મોકલી દીધા છે..

Tags :
Advertisement

.

×