Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar: નીતિશની સરકાર ગઈ સમજો! આરજેડીના વિધાયકો સમર્થન પાછું લેશે?

Bihar: બિહારની રાજનીતિમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. તેવામાં હવે રાષ્ટ્રીય જનતા દળ પણ વધારે સક્રિયતા દાખવી રહ્યું છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે....
bihar  નીતિશની સરકાર ગઈ સમજો  આરજેડીના વિધાયકો સમર્થન પાછું લેશે

Bihar: બિહારની રાજનીતિમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. તેવામાં હવે રાષ્ટ્રીય જનતા દળ પણ વધારે સક્રિયતા દાખવી રહ્યું છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, તે મહાગઠબંધન સરકાર પાસેથી પોતાનું સમર્થન પાછું લઈ શકે છે. અહેવાલો પ્રમાણે અત્યારે આરજેડી દ્વારા તેના ધારાસભ્યો અને કાઉન્સિલરો પર નીતિશની સરકારે આપેલું સમર્થન પાછું ખેચી લેવાનું દબાણ કરવામાં આવ્યું છે. જો કે, આ બાબતે સત્તાવાર રીતે કોઈ વિગતો સામે નથી આવી.

Advertisement

સરકારને આપેલું સમર્થન પાછું ખેંચશે?

બિહારમાં અત્યારે સત્તામાં પલટો આવે તેવું સુત્રો જણાવી રહ્યા છે. આ વચ્ચે એવી પણ ખબરો સામે આવી છે કે, તેજસ્વી યાદવ બિહાર (Bihar)માં નવી સરકાર બનાવાનો દાવો પણ કરી શકે છે. સરકારને આપેલું સમર્થન પાછું ખેંચીને પોતાની સરકાર બનાવા માંગે છે જેથી બિહારની રાજકારણમાં અત્યારે ઊહાપોહ જોવા મળી રહ્યો છે.

નીતીશ સરકારે લાલુ પ્રસાદનો ફોન ઉપાડ્યો નહીં!

મળતી વિગતો પ્રમાણે, નીતીશ સરકારે લાલુ પ્રસાદ યાદવનો ફોન ઉપાડ્યો નથી. માહિતી આવી રહી છે કે, લાલુ યાદવે શુક્રવારે અલગ-અલગ સમયે પાંચ વખત ફોન કર્યો, પરંતુ નીતીશ કુમારે તેમનો ફોન ઉપાડ્યો નહીં. એટલું જ નહીં વિગતો એવી પણ સામે આવી છે કે, શિવાનંદ તિવારીએ પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને પણ મળવાનો સમય આપવામાં આવ્યો ન હતો.

Advertisement

મીડિયાના અહેવાલ પ્રમાણે બિહાર (Bihar)ના રાજભવનમાં રાજનેતાઓની આવજા વધી ગઈ છે. તેની સાથે સાથે રાજદ ખેમા પણ ચર્ચામાં સક્રિય થઈ ગયા છે. સુત્રો દ્વારા એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે, ગઠબંધનની તૂટવાની તૈયારીઓ વર્તાઈ રહીં છે, તેવામાં આરજેડી તરફથી તેજસ્વી યાદવના નેતૃત્વમાં સરકાર બનાવવાની આજે જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો: Manoj Jarange દ્વારા આંદોલન સમેટવાનું એલાન! શિંદે સરકારે માંગણી સ્વીકારી

નીતિશ કુમારની જેડીયુ દ્વારા ગઠબંધન તૂટવાની હાલતમાં બિહારમાં બીજો સૌથી મોટો પક્ષ આરજેડી છે, તો આરજેડી અત્યારે રાજભવન જઈને સરકાર રચવાનો દાવો કરી શકે છે. એટલું જ નહીં પરંતુ તો તેમને રાજભવન જવાની મંજૂરી નહીં મળે તો તેજસ્વી યાદવ રાજભવન બહાર પોતાના વિધાસભ્યો સાથે ધરણા પર પણ બેસી શકે છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.