ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માત ,10 લોકોને ઇજા

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વારંવાર અનેક નાના મોટા અકસ્માતોના બનાવ સામે આવતા રહે છે. નેશનલ હાઇવે વરસાદ ના કારણે ધોવાયો છે અનેક જગ્યાઓ પર લાઈટ્સ ના અભાવે પણ અકસ્માત સર્જાય છે. ત્યારે શેમળા પાસે ત્રિપલ અકસ્માત ની ઘટના સામે આવી...
01:14 PM Jul 24, 2023 IST | Vishal Dave
featuredImage featuredImage

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વારંવાર અનેક નાના મોટા અકસ્માતોના બનાવ સામે આવતા રહે છે. નેશનલ હાઇવે વરસાદ ના કારણે ધોવાયો છે અનેક જગ્યાઓ પર લાઈટ્સ ના અભાવે પણ અકસ્માત સર્જાય છે. ત્યારે શેમળા પાસે ત્રિપલ અકસ્માત ની ઘટના સામે આવી હતી જેમાં ક્રેટા,અલ્ટો અને ઇક્કો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં અનેક લોકો ને નાની મોટી ઇજાઓ થતા ઇજાગ્રસ્તો ને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગોંડલ રાવળદેવ ના પરિવાર ને ઇજા થઇ

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ ભુણાવા પાસે ત્રિપલ અકસ્માત થયો જેમાં ક્રેટા કાર ચાલક રાજકોટ તરફ થી ગોંડલ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા ડિવાઈડર ઠેકી ને સામે થી આવતી અલ્ટો અને ઇક્કો કાર સાથે અથડાઈ હતી જેમાં અલ્ટો કાર માં સવાર ગોંડલ ના રાવળદેવ પરિવાર ના દિનેશભાઇ ડાભી ઉ.વ.45, રીટાબેન દિનેશભાઇ ડાભી ઉ.વ.45, અને દેવ દિનેશભાઈ ડાભી ઉ.વ.18, અને ઇક્કો કાર માં 7 મહિલાઓ લતાબેન રાજદેવ ઉ.વ.70, હિનાબેન પારેખ ઉ.વ. 62, પારૂલબેન લાખાણી ઉ.વ.54, ગીતાબેન કાનાબાર ઉ.વ.60, રીનાબેન બાલાણી ઉ.વ. 59, વર્ષાબેન ઠકરાર ઉ.વ.50 અને પ્રેમીલાબેન મહેતા ઉ.વ.74 વાળા ને ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ગંભીર ઇજાગ્રસ્તો ને વાડોદરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત ના બનાવ ને લઈને તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Tags :
InjuredRajkot-Gondal National HighwayTriple accident