Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજનો તિરંગો, આવતીકાલનો તુલસીનો છોડ, હેરીટેજ જાળવણી કરતી કંપનીએ બનાવ્યો ઓર્ગેનિક તિરંગો

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ  સ્વતંત્રતા પર્વ સમયે સૌ તિરંગો લહેરાવી ઉજવણી કરે છે પરંતુ બાદમાં તેની દુર્દશા પણ જોવા મળતી હોય છે ત્યારે તિરંગાનુ સન્માન જળવાય તે હેતુથી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રા.લી. દ્વારા વિશિષ્ટ તિરંગા તૈયાર કરાયા છે જેનો ઉપયોગ...
આજનો તિરંગો  આવતીકાલનો તુલસીનો છોડ  હેરીટેજ જાળવણી કરતી કંપનીએ બનાવ્યો ઓર્ગેનિક તિરંગો

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ 

Advertisement

સ્વતંત્રતા પર્વ સમયે સૌ તિરંગો લહેરાવી ઉજવણી કરે છે પરંતુ બાદમાં તેની દુર્દશા પણ જોવા મળતી હોય છે ત્યારે તિરંગાનુ સન્માન જળવાય તે હેતુથી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રા.લી. દ્વારા વિશિષ્ટ તિરંગા તૈયાર કરાયા છે જેનો ઉપયોગ કર્યા બાદ બગીચામાં રોપવામાં આવે તો તુલસીનો છોડ ઉગે તેવા બીજ સાથેનો તિરંગો તૈયાર કરાયો છે, જૂનાગઢના મજેવડી દરવાજા ખાતે એન્ટીક કોઈન મ્યુઝિયમ અને સરદાર આર્ટ ગેલેરી ખાતે પ્રવેશ ટીકીટ સાથે આ તિરંગો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.


આપણા તિરંગાને ક્યાંય પણ લહેરાતો જોઈએ તો તરત જ આપણું માથું સમ્માનથી ઊંચું થઇ જતું હોય છે. તિરંગો હંમેશા લહેરાતો જોવો આપણને પસંદ આવે છે. દેશમાં ઉજવાતા રાષ્ટ્રીય પર્વ દરમિયાન લોકો રાષ્ટ્રધ્વજની ખરીદી કરે છે, લોકોના હાથમાં તિરંગો જોવા મળે છે, લોકો પોતાના ઘરોમાં કે વાહનો પર તિરંગો લહેરાવતા હોય છે, સમગ્ર દેશમાં ચારે તરફ તિરંગો લહેરાતો હોય અને સમગ્ર દેશ જ્યારે દેશભક્તિમાં રંગાયો હોય ત્યારે તિરંગા થકી એક પ્રકારે રાષ્ટ્રભાવનાનું દર્શન થતું હોય છે. પરંતુ રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ આ તિરંગો ગમે તેવી સ્થિતિમાં જોવા મળતો હોય છે, ક્યાંક રસ્તા પર તો ક્યાંક કચરાપેટીમાં તિરંગો ફેંકી દેવાતો હોય છે જેથી રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાતી નથી અને તેની એક પ્રકારે માનહાનિ થતી હોય, તિરંગાનું સન્માન ખોવાઈ જતું હોય તેવું જોવા મળે છે અને તે દ્રશ્યો જોઈને સ્વાભાવિક રીતે દુઃખની લાગણી પણ થતી હોય છે.

Advertisement

તિરંગાનું માન સન્માન જળવાય તે આપણા સૌની ફરજ છે અને તેના ભાગરૂપે હેરીટેજ ઈમારતોની જાળવણી કરતી સંસ્થા સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રા.લી. કંપની દ્વારા એક અનોખો ઓર્ગેનિક તિરંગો તૈયાર કરવામાં આવ્યો છે આ તિરંગાની ખાસિયત એ છે કે તેમાં કોઈપણ પ્રકારનું કેમિકલ વાપરવામાં આવ્યું નથી અને તેની બનાવટમાં તુલસીના બીજ નાખવામાં આવ્યા છે. આથી જ્યારે તિરંગાનો ઉપયોગ કર્યા પછી તેને કોઈ કુંડામાં કે બગીચામાં માટીમાં રોપી દેવામાં આવે તો તેમાંથી તુલસીનો છોડ તૈયાર થાય છે. જુનાગઢમાં મેજવડી દરવાજામાં આવેલ એન્ટીક કોઈન મ્યુઝિયમ અને સરદાર ગેટ આર્ટ ગેલેરી ખાતે તારીખ 12 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન આવનાર પ્રવાસીઓને પ્રવેશ ટિકિટની સાથે એક તિરંગો આપવામાં આવે છે.તુલસી આધ્યાત્મ સાથે ઔષધીય ગુણ ધરાવે છે આમ રાષ્ટ્રભક્તિ સાથે પર્યાવરણના જતનના આ નવતર અભિગમને લોકો પણ આવકારી રહ્યા છે.

Advertisement

તિરંગાની સાથે સરદાર ગેટ આર્ટ ગેલેરીમાં સ્વાતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે, અહીં 1947 માં દેશ આઝાદ થયો ત્યારે વિભાજન થયું અને તે વિભાજનની ઝાંખી કરાવતી તસવીરોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે, આ વિભાજન ની ઘડી ઘણાં પરિવારો માટે અસહનીય હતી અને તે પરિસ્થિતિ અને સંજોગોને ઉજાગર કરતી એક ચિત્ર પ્રદર્શની સ્વાતંત્ર્ય પર્વ નીમીત્તે ખુલ્લી મુકવામાં આવી છે.

Tags :
Advertisement

.