Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માતાના મઢ જતા પદયાત્રીઓને અકસ્માતથી બચાવવા માટે પોલીસે તેમના થેલા પર રેડિયમ લગાવ્યા

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  માતાના મઢે પગપાળા જતાં પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ દ્વારા યાત્રાળુઓના થેલા પર રેડિયમ લગાડવાની કામગીરી કરવામાં આવી હતી.. જેમાં પગપાળા જતાં લોકોની વસ્તુઓ કે થેલા પર રેડિયમ લગાવી તેમની સાવચેતી વધારવામાં આવી હતી. કચ્છ દેશ...
માતાના મઢ જતા પદયાત્રીઓને અકસ્માતથી બચાવવા માટે પોલીસે તેમના થેલા પર રેડિયમ લગાવ્યા

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

Advertisement

માતાના મઢે પગપાળા જતાં પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ દ્વારા યાત્રાળુઓના થેલા પર રેડિયમ લગાડવાની કામગીરી કરવામાં આવી હતી.. જેમાં પગપાળા જતાં લોકોની વસ્તુઓ કે થેલા પર રેડિયમ લગાવી તેમની સાવચેતી વધારવામાં આવી હતી. કચ્છ દેશ દેવી મા આશાપુરાના દર્શન કરવા માટે સમગ્ર દેશમાંથી અનેક યાત્રિકો આવે છે, હજ્જારો યાત્રિકો અહીં પગપાળા આવે છે.

આ યાત્રિકો રાતભર ચાલતા હોય છે.. આવા સંજોગોમાં અંધકારને કારણે તેઓ અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા વધી જતી હોય છે.. રેડિયમ લગાવવાને કારણે વાહન ચાલકને દુરથી જ એ વાતનો ખ્યાલ આવી જાય છે કે કોઇ જઇ રહ્યુ છે.. અને જેથી તે પણ સાવચેતીપૂર્વક વાહન ચલાવે છે.. આ રીતે યાત્રિકોની સુરક્ષા થાય છે..

Advertisement

આ ઉપરાંત પોલીસ દ્વારા યાત્રિકોને કેટલીક અપીલ કરવામાં આવી હતી જેમાં બને ત્યાં સુધી રાત્રે ન ચાલવું , રોડ ની સાઈડ માં ક્યાંય સૂવું નહિ અને વાહન ચાલકોને અપીલ કરવામાં આવી હતી કે કે હાલ કચ્છ મામાતાનાં મઢ માઆશાપુરાનાં મંદિરમાં મોટી સંખ્યામાં પદયાત્રી ઓ જઈ રહ્યા છે તો આપનું વાહન ધીમું ચલાવવું

Advertisement
Tags :
Advertisement

.