Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારથી આવેલો આ યુવાન સુરતના ગરીબો-નિરાશ્રિતો અને તરછોડાયેલાઓનો સહારો છે

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત  સુરત એક સેવા નગરી તરીકે ની ઓળખ ધરાવે છે અને એમાં પણ અન્ય રાજ્ય થી સુરત આવેલા એક યુવાને સેવા સરવાણી કરી ગરીબોના મસિહા તરીકે ની ઓળખ મેળવી છે. બાળકોથી માંડી વૃદ્ધો સુધીના દરેક વયના લોકો...
બિહારથી આવેલો આ યુવાન સુરતના ગરીબો નિરાશ્રિતો અને તરછોડાયેલાઓનો સહારો છે

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત 

Advertisement

સુરત એક સેવા નગરી તરીકે ની ઓળખ ધરાવે છે અને એમાં પણ અન્ય રાજ્ય થી સુરત આવેલા એક યુવાને સેવા સરવાણી કરી ગરીબોના મસિહા તરીકે ની ઓળખ મેળવી છે. બાળકોથી માંડી વૃદ્ધો સુધીના દરેક વયના લોકો આ યુવાન ને ખૂબજ પ્રેમ કરે છે..આ યુવાનનુ નામ છે તરૂણ..તરુણ ગરીબો, નિરાશ્રિતો, તરછોડાયેલા લોકો, બીમાર વૃદ્ધોનો સહારો છે.

Advertisement

બાળકોથી માંડી વૃદ્ધો સુધીના દરેક વયના લોકો આ યુવાન ને ખૂબજ પ્રેમ કરે છે. બિહારથી પાંચ વર્ષ પહેલાં તરુણ સુરત આવ્યો હતો,અને સુરત શહેરમાં સોસાયટી અથવા રોડ પર મળી આવતા નિરાધાર લોકોને તેણે આધાર આપવાનું શરૂ કર્યું હતું, અભણ એવા લોકો જે વગર કોઈ જાણકારી એ અટવાતા રહેતા હતા. જેમનું કોઈ જ નહીં હતું,તેવા લોકો ને મનપા તંત્ર ની મદદ થી તે શેલ્ટર હોમમાં રાખવા સાથેની તમામ વ્યવસ્થા ઓ કરી આપતો.

Advertisement

એટલુજ નહિ વિકલાંગ અને નિઃસહાય લોકોને પણ દુકાન શરૂ કરી આપતો, બિહારના અઠ્ઠાવીસ વર્ષીય તરુણ મિશ્રાએ દીન-દુખિયારાઓની સેવાને જ પોતાની જિંદગી બનાવી લીધી છે.

સુરતમાં ૧૦૦૦ જેટલા વદ્ધ- ૫૦૦ થી વધુ બાળકો અને મોટી સ્ખ્યામાં વિકલાંગો માટે ‘તરુણ’નો સેવાયજ્ઞ જોવા મળી રહ્યો છે.સાથે જ પરિવારથી વિખૂટા પડી ગયેલા સ્વજનોને શોધવા માટે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી તેમને મદદરૂપ થાય છે.આ અંગે તરુણ એ જણાવ્યું હતું કે બિહારમાં નાના ના ઘરે રહી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા લીધી હતી અને સારા માર્ક સાથે પાસ થતા દિલ્હીની સારી કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ ત્યાં રહેવાની વ્યવસ્થા ન હોવાથી એક એનજીઓએ શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારથી જીવન પરિવતન આવવાની શરૂઆત થઇ હતી અને મનમાં નિરાધારોની મદદની ભાવ જાગૃત થઇ.

જોકે, કોલેજના ત્રીજા વર્ષમાં જ પિતાનું બીમારીના લીધે મોત થઇ જતા પરિવારની તમામ જવાબદારી આવી પડતા તરણે સુરત આવવાનું નક્કી કર્યુ હતું. અહીં મામાની મદદથી વેપારમાં સમજ કેળવીને આગળ વધવાની શરૂઆત કરી હતી.જેથી શેલ્ટર હોમમાં રહીને જ વૃદ્ધોની સેવાનો તેને વિચાર આવ્યો હતો,આજે કમ સે કમ ૧૦૦૦થી વધુ વૃદ્ધો અને નિરાધારોની જિંદગીમાં તેમણે રંગો પૂર્યા છે.

શહેરના અનેક વિસ્તારોમાં ફૂટપાથ કે ઓવરબ્રિજ નીચે રહેતા લોકોને પણ શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવે છે. શેલ્ટર હોમમાં આવનારા નાના બાળકો કે જેમના માતા-પિતા સક્ષમ નથી તેવા બાળકોને સ્કૂલોમાં પ્રવેશ અપાવીને શિક્ષણ પૂરું પાડવાનું કામ પણ તરુણે કર્યું છે.આ અંગે તરુણ એ કહ્યું હતું કે ૫૦૦ થી વધુ બાળકોને તેઓ મદદરૂપ થયા છે.સાથે જ મોટા ભાગના બાળકો ને શાળામાં પ્રવેશ અપાવ્યો છે તેમની શિક્ષાનો પ્રો ખર્ચ તેઓ વહન કરે છે. તે સિવાય જે બાળકોનાં માતા-પિતા હયાત નથી અને તેઓ અભ્યાસ કરવા માંગે છે તેમને પણ ફી ચુંકવી આર્થિક મદદ કરવામાં આવે છે. અને માત્ર સુરત એજ નહિ મુંબઈ જેવા શહેર થી પણ લોકો તેમની મદદ માંગે છે તેમની પાસે લોકો ડાયરેક્ટ અથવા સોશિયલ મીડિયા થકી પણ સંપર્ક કરે છે.

૧૫૦થી વધુ દિવ્યાંગો અને વૃદ્ધોને તરુણે દુકાન શરૂ કરી આપી છે.તરુણ મિશ્રા અને તેના મિત્રો શેલ્ટર હોમમાં વૃદ્ધોની સેવા તો કરે છે, પરંતુ તેની સાથે જ એવા વૃદ્ધો કે જેઓ થોડી મહેનત કરી શકે છે, પરંતુ તેમની પાસે મૂડી નથી કે કોઇ સહારો ન હોવાથી લાચાર બની ગયા છે તેમના માટે દુકાનો અને અથવા દિવ્યાંગ કેબિન શરૂ કરી તેમાં માલસામાન ખરીદી કરી દુકાન ભરાવી આપે છે. કોઇને બિસ્કીટ વેફર ની તો કોઈની મસાલાની કેબિન તો કોઇને શાકભાજીની લારી સહિત અત્યાર સુધી ૧૫૦થી વધુ લોકોને આ રીતે આર્થિક મદદ કરી છે.આ અંગે એક દિવ્યાંગ ભાઈ એ જાણવું હતું કે તરુણ ભાઈ ના મળવા પહેલા ખૂબજ ખરાબ પરિસ્થિતિ માં હતા,દિવ્યાંગ વ્હીલ ચેર પર સુતા અને ગલી એ ગલીએ બિસ્કીટ વેફર વહેંચતા અને બીમાર થતા પરંતુ તરુણ ભાઈ નો સંપર્ક થયા પછી તેઓ રોઝીરોટીનું એક ઝરીઓ બન્યા કેબિન કરાઈ આપી અને હવે એક જ જગ્યાએ શાંતિપૂર્વક વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જે માટે તેમણે તરુણ નો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવેલા શેલ્ટર હોમમાં મદદગાર તરીકે ચલાવવા માટે તરુણે મનપાથી અપીલ કરી હતી. તરુણે ભૂતકાળમાં શેલ્ટર હોમમાં કામ કર્યુ હોવાથી મનપા દ્વારા તેને મંજૂરી મળી ગઇ હતી. જ્યોતિ સામાજિક સેવા ટ્રસ્ટ દ્વારા આજે શહેરમાં ભેસ્તાન અલથાણ, બોમ્બે માર્કેટની સાથે આણંદ, અમદાવાદમાં પણ શેલ્ટર હોમમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે.જ્યાં રોડ પર અથવા અન્ય સ્થળો પર મળી આવેલા વૃદ્ધોને રહેવા અને જમવાની અને સારવાર સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક છે.જમવા માટેની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.શેલ્ટર હોમમાં આશરો લેનાર એક વૃદ્ધા એ કહ્યું હતું કે તંત્ર દ્વારા નડતરરૂપ બિલ્ડીંગો તોડી પાડવામાં આવી હતી. જેથી ઘરથી બેઘર થઈ ગયા હતા અને વરસાદ પાણીમાં બહાર અટવાઈ રહ્યા હતા તેવામાં તરુણે તેમની મદદ કરી અને તેમને શેલ્ટર હોમમાં લઈ આવ્યા. ખાવા પીવાના પણ એ વૃદ્ધાને ફાફા હોવાનું વૃદ્ધાએ જણાવ્યું હતું પરંતુ હાલ એ વૃદ્ધા શેલ્ટર હોમમાં સારી રીતે સારવાર પણ લઈ રહ્યા છે અને રહેવા કરવાની સારી વ્યવસ્થા હોવાનું તેઓ જણાવી રહ્યા છે

Tags :
Advertisement

.