Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભારતીય કાર્યકારી મંડળીની બેઠક ભુજ ખાતે યોજાશે

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિ વર્ષ દિવાળી પૂર્વે ભારતીય કાર્યકારી મંડળીની બેઠક દેશના કોઈ એક સ્થાન પર યોજાતી હોય છે, જેના ભાગરૂપે આ વર્ષે આ બેઠક ભુજ ખાતે 5 નવેમ્બરથી 7 નવેમ્બરનાના રોજ ત્રણ દિવસ...
આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભારતીય કાર્યકારી મંડળીની બેઠક  ભુજ ખાતે યોજાશે
Advertisement

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિ વર્ષ દિવાળી પૂર્વે ભારતીય કાર્યકારી મંડળીની બેઠક દેશના કોઈ એક સ્થાન પર યોજાતી હોય છે, જેના ભાગરૂપે આ વર્ષે આ બેઠક ભુજ ખાતે 5 નવેમ્બરથી 7 નવેમ્બરનાના રોજ ત્રણ દિવસ માટે યોજાવા જઈ રહી છે.

Advertisement

ડો.મોહનજી ભાગવત એક સપ્તાહ કચ્છમાં રોકાશે 

Advertisement

આ બેઠકમાં સંઘના કાર્ય વિસ્તાર સહિતની બાબતો પર ચિંતન કરવામાં આવશે. સર સંઘ સંચાલક ડો.. મોહનજી ભાગવત તારીખ 31. 10 ના રોજ સવારે ટ્રેન મારફતે ભુજ ખાતે આવી પહોંચશે.. અને તારીખ 8. 11 સુધી તેઓ કચ્છમાં રહેશે.

દેશના 44 રાજ્યો અને 500થી વધારે ક્ષેત્રના નેતાઓ ઉપસ્થિત રહેશે

આ બેઠકમાં મોહન ભાગવતજી સહિત ભારતીય ક્ષેત્રના તમામ વિભાગના મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.આ બેઠકમાં વિવિધ પ્રાંત અને ક્ષેત્રના ટીમના સભ્યો ઉપસ્થિત રહેશે. દેશના 44 રાજ્યો અને 500થી વધારે ક્ષેત્રના નેતાઓ ઉપસ્થિત રહેશે. 2024 ની લોકસભાની ચૂંટણી પૂર્વે યોજાતી આ સંઘની બેઠક મહત્વની માનવામાં આવી રહી છે

Tags :
Advertisement

.

×