Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનો પુત્ર ભાજપમાં જોડાયો, જાણો Who is Anil Antony?

BBC ની ડોક્યૂમેન્ટ્રી પર સર્જાયેલા વિવાદ પર પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીના દિકરા અનિલ એન્ટનીએ સવાલો ઉઠાવ્યા બાદ તેઓ પોતાની પાર્ટીમાં જ ઘેરાયા હતા. તેમના ટ્વીટ બાદ તેમની ટીકાઓ થતાં તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. BBC ડોક્યૂમેન્ટ્રી આવ્યા...
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનો પુત્ર ભાજપમાં જોડાયો  જાણો who is anil antony
BBC ની ડોક્યૂમેન્ટ્રી પર સર્જાયેલા વિવાદ પર પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીના દિકરા અનિલ એન્ટનીએ સવાલો ઉઠાવ્યા બાદ તેઓ પોતાની પાર્ટીમાં જ ઘેરાયા હતા. તેમના ટ્વીટ બાદ તેમની ટીકાઓ થતાં તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. BBC ડોક્યૂમેન્ટ્રી આવ્યા બાદ કોંગ્રેસના સ્ટેન્ડ પર અનિલ એન્ટનીએ સવાલો ઉભા કર્યાં હતા.
ટ્વીટ બાદ આવ્યા હતા ચર્ચામાં
પોતાના ટ્વીટને લઈને ટીકાઓનો સામનો કરી રહેલા અનિલ એન્ટનીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું નથી આપ્યું તેઓ હજુ પણ કોંગ્રેસના સભ્ય બની રહેવા માંગે છે. અનિલ એન્ટનીએ કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટિ ડિઝિટલ મીડિયા અને ઓલઈન્ડિયા કોંગ્રેસ કમિટિ સોશિયલ મીડિયા એન્ડ ડિઝિટલ કોમ્યુનિકેશન સેલમાંથી રાજીનામાની જાહેરાત કરી. જે બાદ આજે તેઓ ભાજપમાં જોડાયા છે.
PM મોદી પાસે વિઝન છે
કોંગ્રેસના સિનિયર નેતા એકે એન્ટનીના પુત્ર અનિલ ભાજપમાં જોડાઈ ચુક્યા છે. તેમણે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, વી મુરલીધરન અને કેરળ ભાજપના પ્રમુખ કે સુરેન્દ્રનની હાજરીમાં પાર્ટીનું સભ્ય પદ ગ્રહણ કર્યું છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "કોંગ્રેસના ઘણા નેતાઓ માને છે કે તેમની ફરજ ચોક્કસ પરિવાર માટે કામ કરવાની છે પરંતુ હું માનું છું કે મારી ફરજ લોકો માટે કામ કરવાની છે. PM મોદી પાસે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું સ્પષ્ટ વિઝન છે..."
કોણ છે અનિલ એન્ટની?
અનિલ કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટનીના દિકરા છે. તેમના પિતા કોંગ્રેસ સરકારમાં રક્ષામંત્રી પણ રહી ચુક્યા છે. વર્ષ 2014 ની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ મંથનની જવાબદારી તેમને મળી હતી અને તેમની તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ એન્ટની રિપોર્ટ કહેવામાં આવ્યો હતો. ગત વર્ષે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં તેમના નામની પણ ચર્ચા ચાલી રહી છે.
અનિલ એન્ટની માટે એવું કહેવાય છે કે, તેઓ ક્યારેય મુખ્ય પ્રવાહની રાજનીતિનો ભાગ રહ્યાં નથી. સાથે જ તેમણે તિરૂવનંતપુરમ સાંસદ શશી થરૂરના ઘણાં નજીકના નેતા છે. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમની રાજનીતિમાં એન્ટ્રી થઈ હતી. જ્યારે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે કેરળમાં કોંગ્રેસના ડિઝિટલ મીડિયા કોર્ડિનેટ બનાવાયા હતા.
શું કહ્યું હતું ડોક્યૂમેન્ટ્રી વિશે?
ગુજરાતના રમખાણો પર બનેલી ડોક્યૂમેન્ટ્રીને લઈને અનિલે વાંધો વ્યક્ત કર્યો. બીબીસીની ડોક્યૂમેન્ટ્રીના પ્રસારણ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો હતો જ્યારે કેરળે તેને પ્રસારણ કરવાની તૈયારી કરી લીધી હતી જેના પર તેમણે કહ્યું હતું કે, આનાથી આપણી સંપ્રભુતા નબળી પડશે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સાથેના મતભેદો છતાં મને લાગે છે કે તેઓ ભારતમાં BBCના વિચારો રાખે છે, એક રાજ્ય પ્રાયોજીત ચેનલ પૂર્વગ્રહોના એક લાંબા ઈતિહાસ સાથે આપણી સંપ્રભૂતાને નબળી કરી દેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.