Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બીગ બીનો આ ફેન છે અનોખો, બીગ બીના 81મા જન્મદિવસે તેણે બનાવ્યુ છે બીગ બીના 8100 ફોટોનું કલેક્શન

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત  સુરતમાં બિગ બીના જન્મદિવસની તેમના એક ચાહક દ્વારાઅનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. ફિલ્મી દુનિયાના શહેનશાહ અમિતાભ બચ્ચનના ફેન્સ બૉલીવુડ,અને હોલિવૂડના ચાહકો વિવિધ રીતે પોતાનો તેમના પ્રત્યેનો પ્રેમ રજુ કરે છે. ..આવો જ અભિનેતા સાથે પોતાના...
02:30 PM Oct 11, 2023 IST | Vishal Dave

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત 

સુરતમાં બિગ બીના જન્મદિવસની તેમના એક ચાહક દ્વારાઅનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. ફિલ્મી દુનિયાના શહેનશાહ અમિતાભ બચ્ચનના ફેન્સ બૉલીવુડ,અને હોલિવૂડના ચાહકો વિવિધ રીતે પોતાનો તેમના પ્રત્યેનો પ્રેમ રજુ કરે છે. ..આવો જ અભિનેતા સાથે પોતાના પ્રેમ અને પોતાની દિવાનગીની સાબિતી આપતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે, એક સુરતી ચાહક દ્વારા અમિતાભ બચ્ચનના હજારો ફોટોના કલેક્શનનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અને 11 ઓક્ટોબર એટલે કે અમિતાભ બચ્ચનના 81મા જન્મ દિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કઈક અનોખું કરવા આ ચાહકે 8100 ફોટોનું કલેક્શન કર્યું છે.

પ્રથમ ફોટો 1999માં લીધો હતો

સ્વદેશી દવાઓના વિક્રેતા અને સુરતમાં રહેતા એવા દિવ્યેશ કુમાવતે બિગ બીના હજારો ફોટોનું અનોખુ કલેક્શન કર્યું છે. આ ફેને અમિતાભ બચ્ચન પ્રત્યેની પોતાની દિવાનગી સાબિત કરી છે.. સુરતના આ ચાહકે બચ્ચનનો પ્રથમ ફોટો 1999માં લીધો હતો, પ્રથમ ફોટો લીધા બાદ ફોટો કાપવાની અને તેનો સંગ્રહ કરવાની ટેવ દિવ્યેશ કુમાવતનો અનોખો શોખ બની ગઈ હતી અને એ શોખ આજે દિવાનગી સ્વરૂપે જોવા મળી રહ્યો છે.

1980ની સાલમાં અમિતાભ બચ્ચનનો અખબારમાં છપાયેલો ફોટો પણ સંગ્રહમાં શામેલ 

શહેનશાહના જન્મદિવસે તેમના ફ્રેન્ડ્સ દ્વારા દર વર્ષે કંઇક સ્પેશિયલ સરપ્રાઈઝ તેમને આપવામાં આવે છે, તેવામાં સુરત ખાતે રહેતા દિવ્યેશ કુમાવતે અખબાર અને મેગેજીનમાં પ્રસિધ્ધ થયેલા અમિતાભ બચ્ચનના ફોટોનો સંગ્રહ કર્યો ,જે પૈકીના 5 હજાર ફોટોનું સુંદર આલબમ પણ તેમણે તૈયાર કર્યું છે,જેમાં સુરતના કેબીસીના ફોટો અમિતાભ ના A અક્ષર થી શરૂ થઈ Z અક્ષરમાં જેટલા પણ મુવી આવ્યા છે એના ફોટો,સાથે જ આ કલેક્શન માં 1980ની સાલમાં અમિતાભ બચ્ચનનો અખબારમાં છપાયેલો ફોટો પણ છે,અખબાર અને મેગજિન સિવાય પહેલા અભિનેતાઓના ફોટાવાળા પોસ્ટકાર્ડ આવતા હતા તેમનો પણ સંગ્રહ દિવ્યેશે કર્યો છે.

પહેલી વાર 2012માં સાપુતારા ખાતે મુલાકાત 

માત્ર ફોટો જ નહીં પણ રૂબરૂ પણ 5 વાર બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન સાથે દિવ્યેશે મુલાકાત કરી છે, બિગ બીનો આ ફેન તેમને પહેલી વાર 2012માં સાપુતારા ખાતે મળ્યો હતો અને બીગબીનો ઓટોગ્રાફ લીધો હતો...હવે તેમનો અમિતાભ બચ્ચનના ૧૦ હજાર ફોટો નો સંગ્રહ કરવાનો ટાર્ગેટ છે,અને આ ફોટોનું આલ્બમ બનાવી તેમને ફરીથી મળી ને સરપ્રાઈઝ આપવાનું બિગ બીના આ સુરતી ફેન દિવ્યેશે નક્કી કર્યું છે.

Tags :
81st birthdaybig-bCollectionfanphotographsSuratunique
Next Article