Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ ડોક્ટર બાળકો સાથે રમતા-રમતા કરે છે તેમની સારવાર, બાળક સાથે બની જાય છે બાળક

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ રમતા-રમતા કામ કરતા ઘણા લોકો તમે જોયા હશે. આ કામ તો હું રમતા-રમતા કરી દઉં તેવું કહેતા લોકો પણ તમે સાંભળ્યા હતા. પરંતુ ક્યારેય એવું સાંભળ્યુ છે કે કોઇ ડોક્ટર તેના દર્દીની સારવાર માત્ર શબ્દોમાં નહીં...
આ ડોક્ટર બાળકો સાથે રમતા રમતા કરે છે તેમની સારવાર  બાળક સાથે બની જાય છે બાળક

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

Advertisement

રમતા-રમતા કામ કરતા ઘણા લોકો તમે જોયા હશે. આ કામ તો હું રમતા-રમતા કરી દઉં તેવું કહેતા લોકો પણ તમે સાંભળ્યા હતા. પરંતુ ક્યારેય એવું સાંભળ્યુ છે કે કોઇ ડોક્ટર તેના દર્દીની સારવાર માત્ર શબ્દોમાં નહીં પરંતુ વાસ્તવિક અર્થમાં રમતા-રમતા કરે.. આપને આ વાત જરા અજીબ લાગશે પણ આજે એક એવા ડોક્ટરની વાત કરીશું જે ડોક્ટર બિમાર બાળકોની સારવાર તેમની સાથે રમતા -રમતા કરે છે..

દવાની સાથે બાળકો પર આ ડોકટરના પ્રેમાળ,સકારાત્મક વર્તનની અસર 

Advertisement

આ ડોક્ટર બાળક સાથે બિલકુલ બાળક બની જાય છે. તેમની પાસે જ્યારે પણ કોઈ બાળક સારવાર માટે આવે ત્યારે તેની સાથે તેઓ રમવા લાગે છે..બાળક સાથે તેઓ બાળકની જેમ જ વર્તે છે, અને બાળક પણ તેમની સાથે હળી મળી જાય છે અને ત્યારબાદ તેની સારવાર શરૂ કરે છે.. તેઓ જ્યારે હોસ્પિટલની ઓપીડીની મુલાકાત લે છે ત્યારે પણ સારવાર લઈ રહેલા બાળકો ખુશ થઈ જાય છે. કારણ કે આમ તો બાળકો ડોક્ટર થી બીતા હોય છે પરંતુ આ ડોક્ટર તેમના મિત્ર તેમના જેવા બાળક બનીને જ તેમની સારવાર કરે છે અને પરિણામે દવાની સાથે બાળકો પર આ ડોકટરના પ્રેમાળ,સકારાત્મક વર્તનની પણ અસર થાય છે, અને બાળકો જલદી સાજા થઇ રમતા થઇ જાય છે.

Advertisement

ડોકટર ઇમરાન પટેલ કહે છે કે હું બાળકનો વિશ્વાસ નહીં જીતુ તો તેની યોગ્ય ટ્રીટમેન્ટ કેવી રીતે કરીશ 

ડોક્ટર ઇમરાન પટેલ જેઓ બાળરોગ નિષ્ણાંત છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પોતાનું હોસ્પિટલ ધરાવે છે. છેલ્લા દસ વર્ષથી પીડીયાટ્રીક ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે પરંતુ તેમને પહેલેથી જ બાળકો પ્રત્યે વિશેષ લાગણી હોઇ તેમણે પીડીયાટ્રીક ડોક્ટર બનવાનું નક્કી કર્યું હતું અને હવે છેલ્લા દસ વર્ષથી તેઓ બાળકોની સાથે રમતા રમતા બાળક બનીને જ તેમની સારવાર કરે છે. તેમનું કહેવું છે કે બાળકો જ્યારે તેમને સપોર્ટ કરે તેમની ઉપર વિશ્વાસ મૂકે ત્યારબાદ જ તેઓ સાચી સારવાર કરી શકે અને એટલા માટે જ તેઓ પણ તેમની સાથે બાળક બની અને તેમનો વિશ્વાસ જીતે છે. અને પછી જ તેમની સારવાર કરે છે. તો વાલીઓ પણ તેમના સ્વભાવથી ખુબ ખુશ છે. અને તેમનું કહેવું છે કે જ્યારે અમે બાળકોને અહીં લઈને આવીએ ત્યારે સાહેબને મળીને જ બાળકો મોટેભાગે સાજા થઈ જતા હોય છે.

વાલીઓ પણ બાળકો સાથે રમતા ડોક્ટરને જોઈ ખુશ થઈ જાય છે 

વાલી રૂપલ પ્રજાપતિ જણાવે છે કે ડોક્ટર બાળકોને સરસ રીતે રમાડે છે, રમાડતા રમાડતા બાળકને સ્વસ્થ કરી નાખે છે. અહીંયા આવીએ એટલે સરને જોઈને જ અડધી બીમારી તો મટી જાય એટલે હું મારી બેબી જન્મી ત્યારથી અહીંયા જ સારવાર માટે લાવું છું. સર જોડે બાળકને મજા આવે , અડધું દુખ એમ જ જતું રહે છે, અહીંયા આવો તો બાળક સારું થઈ જ જાય એવો વિશ્વાસ આવી જાય છે.

ડોક્ટર ઇમરાન પોતાના બાળક સ્વભાવને કારણે સોશિયલ મીડિયામાં પણ ઘણા પોપ્યુલર થયા છે

ડોક્ટર ઇમરાન પટેલ પોતાના સ્વભાવને કારણે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ પોપ્યુલર બન્યા છે તેમનું કહેવું છે કે તમારા સારા મેસેજ થકી લોકો તમને એપ્રિસિયેટ કરતા જ હોય છે. મેં મારો એક વિડિયો સોશિયલ મીડિયામાં મુક્યો તો તેને સાડા છ કરોડથી વધુ લોકોએ જોયો. અને 70 લાખ લોકોએ તેને લાઈક કર્યું છે. એટલે મારી પ્રેમભરી વાતોને લોકોએ બિરદાવી તે મને ખૂબ ગમ્યું છે. મેં મારો પોઝિટિવ મેસેજ સમાજમાં મૂક્યો અને સમાજે તેને બિરદાવ્યો છે અને આ જ મારો સ્વભાવ બાળકોની સારવારમાં પણ હું એપ્લાય કરું છું અને મને ધાર્યું પરિણામ મળે છે.

ડોક્ટર ઇમરાનનો દરેક પ્રોફેશનલ યુવાનને સંદેશ..

ડોક્ટર ઇમરાન કહે છે કે પુસ્તકમાંથી ભણી અને અમે ડોક્ટર બન્યા.. યુનિવર્સિટીએ ડિગ્રી આપી પરંતુ દરેક ડોક્ટરનો સ્વભાવ અલગ અલગ હોય છે. હું મારા બાળ સ્વભાવથી બાળકોની સારવાર કરું છું અને મારા પ્રોફેશનને એન્જોય કરું છું. અને આ રીતે હું મારા પ્રોફેશનમાં બીજા ડોક્ટરની કમ્પેરીઝનમાં કંઈક અલગ છું અને અલગ નહીં બનું તો આગળ કેમ વધીશ.. સફળતા કેમ મેળવીશ.. એમ કહી તેઓ પણ અન્ય લોકોને હસતા રમતા પોતાના પ્રોફેશનને આગળ વધારવા પ્રોત્સાહીત કરે છે

Tags :
Advertisement

.