Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ નાં ખંભાલીડા ગામે સળગેલી હાલતમાં મળી આવેલી લાશને લઇને રહસ્ય અકબંધ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ નાં ખંભાલીડા ગામની સીમમાં ગત મોડી સાંજે ખેતર માંથી સળગેલી હાલતમાં મળી આવેલી અજાણ્યા પુરુષની લાશનુ ફોરેન્સિક પીએમ થતા સળગવાથી મોત નિપજ્યાનો રિપોર્ટ આવતાં પોલીસ ચકરાવે ચડી છે. પીએમ રિપોર્ટ માં ઇજાનાં કોઈ નિશાન અંગે...
ગોંડલ નાં ખંભાલીડા ગામે સળગેલી હાલતમાં મળી આવેલી લાશને લઇને રહસ્ય અકબંધ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Advertisement

ગોંડલ નાં ખંભાલીડા ગામની સીમમાં ગત મોડી સાંજે ખેતર માંથી સળગેલી હાલતમાં મળી આવેલી અજાણ્યા પુરુષની લાશનુ ફોરેન્સિક પીએમ થતા સળગવાથી મોત નિપજ્યાનો રિપોર્ટ આવતાં પોલીસ ચકરાવે ચડી છે. પીએમ રિપોર્ટ માં ઇજાનાં કોઈ નિશાન અંગે સ્પષ્ટતા કરાઇ ના હોય બનાવ આત્મહત્યા નો છે કે હત્યા થઈ છે તે અંગે નો ભેદભરમ પોલીસ માટે પડકારરૂપ બન્યો છે.

ખંભાલીડાનાં આગેવાન વિક્રમસિંહ જાડેજાનાં ખેતરનાં સેઢા પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ સળગેલી હાલતમાં હોવાની જાણ વિક્રમસિંહ જાડેજાને થતા તેઓ ખેતરે દોડી ગયા હતા. સેઢા પાસેના ખાડામાં કોઈ પુરુષનો મૃતદેહ સળગેલી હાલત માં પડ્યો હોય વિક્રમસિંહે સુલતાનપુર પોલીસ મથકે જાણ કરતા પીએસઆઇ ડી. પી.ઝાલાએ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. મૃતદેહ ને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે મોકલાયા બાદ સળગી જવાથી મોત નિપજ્યાનો રિપોર્ટ આવતાં અનેક સવાલો સર્જાયા હતા.

Advertisement

ખેતર માલિક વિક્રમસિંહ તે દિવસે ગોંડલ હતા.સાંજે સાડા છ કલાકે તેમને મોબાઇલ પર ખેતર મા સળગેલી હાલત મા લાશ પડી હોવાની જાણ કરતા વિક્રમસિંહ ખંભાલીડા દોડી ગયા હતા.બાદ મા પોલીસને જાણ કરી હતી. વિક્રમસિંહ જાડેજા ના જણાવ્યાં અનુસાર સીમમાં ઢોર ચરાવતા ગામના ગઢવી તથા અન્ય વ્યકતિએ સવારે ખેતરના સેઢે સળગી રહેલી લાશ નીહાળી હતી.પરંતુ દ્રશ્ય જોઈ હેબતાઇ ગયેલા બન્નેએ છેક સાંજે ઘટના અંગે જાણ કરી હતી. સળગવાથી મોત થયાનુ પીએમ રિપોર્ટ માં બહાર આવ્યા બાદ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જો કોઈ એ આત્મહત્યા કરી હોય તો કેરોસીન કે પેટ્રોલ માટે કેરબો અથવા ડબલુ ઘટના સ્થળે પડ્યુ હોવુ જોઈએ પણ આવી કોઈ વસ્તુ મળી આવી નથી.વધુમાં મોટરસાયકલ કે અન્ય વાહન પણ નથી પડ્યુ.આત્મહત્યા કરનાર આ જ્ગ્યાએ કઇ રીતે પંહોચ્યો ? શક્ય છે કે અજાણ્યા પુરુષ ની અન્ય જ્ગ્યાએ હત્યા નિપજાવી લાશ ખેતર ના સેઢા પાસે નાંખી દઇ પછી સળગાવાઇ હોય પરંતુ પીએમ રિપોર્ટ માં સળગવાથી મોત થયાનું બહાર આવ્યું હોય બનાવ અંગે રહસ્ય સર્જાયુ છે.

દરમ્યાન મળી આવેલી લાશ જેતપુર તાલુકાના ખીરસરા ગામના રાજુભાઈ બોદર ની હોવાનું બહાર આવતા પોલીસે તેમની સાથેના લાગતા વળગતાઓની પૂછપરછ હાથ ધરી છે અને ગણતરીની કલાકોમાં જ મર્ડર ડિટેક્ટ થઈ જ જશે તેવો આશાવાદ પોલીસ તંત્ર એ વ્યક્ત કર્યો છે.

Advertisement

Tags :
Advertisement

.