Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેરિટલ રેપઃ વિચારતા કરી મૂકે એવો મુદ્દો છેડાઈ ચૂક્યો છે

ભારતીય સંસ્કૃતિમાં લગ્નને પણ સોળ સંસ્કારમાંથી એક સંસ્કાર ગણવામાં આવે છે. ભારતમાં લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે નથી થતાં. બે પરિવારો એકબીજા સાથે જોડાય છે. લગ્ન સાથે જોડાયેલી એકએક વિધિ પાછળ લોજિક છે. મીંઢળ બાંધવાથી માંડીને મીંઢળ છોડવા સુધીની વિધિ હોય કે પછી છેડાછેડી બાંધવાની-છોડવાની વાત હોય એની પાછળ પણ એક તર્ક છે. સપ્તપદી અને ચાર ફેરાનું પણ એક મહત્ત્વ છે. હિન્દુ મેરેજ એક્ટ મુજબ સહવાસ માણà
મેરિટલ રેપઃ વિચારતા કરી મૂકે એવો મુદ્દો છેડાઈ ચૂક્યો છે
ભારતીય સંસ્કૃતિમાં લગ્નને પણ સોળ સંસ્કારમાંથી એક સંસ્કાર ગણવામાં આવે છે. ભારતમાં લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે નથી થતાં. બે પરિવારો એકબીજા સાથે જોડાય છે. લગ્ન સાથે જોડાયેલી એકએક વિધિ પાછળ લોજિક છે. મીંઢળ બાંધવાથી માંડીને મીંઢળ છોડવા સુધીની વિધિ હોય કે પછી છેડાછેડી બાંધવાની-છોડવાની વાત હોય એની પાછળ પણ એક તર્ક છે. સપ્તપદી અને ચાર ફેરાનું પણ એક મહત્ત્વ છે. હિન્દુ મેરેજ એક્ટ મુજબ સહવાસ માણવાનો અધિકાર એક અલગ સ્થાન ધરાવે છે. સહવાસનો ઈનકાર કરવો એ ક્રૂરતામાં ગણવામાં આવે છે. છેલ્લા સાત વર્ષથી એક કેસ દિલ્હીની હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. આરઆઈટી સામાજિક સંસ્થા અને ખૂશ્બુ સૈફીએ દાખલ કરેલા કેસમાં ગઈકાલે ખંડિત ચૂકાદો આવતા હવે સુપ્રીમ કોર્ટમાં ગયો છે.  
ભારતમાં સામાજિક સંસ્થાનું એક ખાસ મહત્ત્વ છે. ઘણાં ઘરો, પરિવારો અને લોકો આ એક લગ્ન સંસ્થાને કારણે જીવી જાય છે. સમસ્યા ત્યારે આવે છે જ્યારે એમાં જબરદસ્તી આવે છે. માનસિક દબાણ અને શારીરિક દબાણ સહન ન થાય ત્યારે બે વ્યક્તિ વચ્ચે મનભેદ અને મતભેદ થઈ જાય છે. દેશની સુપ્રીમ કોર્ટમાં આગામી દિવસોમાં એક ખૂબ જ મહત્ત્વનો ફેસલો થવાનો છે. વૈવાહિક જીવનમાં પતિ જો પત્ની ઉપર શારીરિક સંબંધ બાંધે તો એને રેપ ગણવામાં આવે. દિલ્હી હાઈકોર્ટના જજ રાજીવ શકધર અને સી હરિહરન વચ્ચે ગઈકાલે આ મુદ્દે સહમતિ ન થઈ. જસ્ટીસ રાજીવ શકધરે માન્યું કે, લગ્ન બાદ પતિ જો જબરદસ્તી શારીરિક સંબંધ બાંધે તો એને રેપ ગણવો જોઈએ. જ્યારે જજ સી હરિહરન તેમનાથી અલગ વિચાર વ્યક્ત કર્યો. આપણી કોર્ટની જે કાર્યવાહી છે એ પ્રમાણે જો કોઈ મુદ્દે હાઈકોર્ટના જજ એક ફેસલા ઉપર સહમત ન થઈ શકે તો એ કેસ સુપ્રીમ કોર્ટમાં જાય.  
મેરિટલ રેપ. વૈવાહિક દુષ્કર્મ. ભારતીય કાનૂની 375 કલમ મુજબ જો પત્નીની ઉંમર પંદર વર્ષથી નીચેની હોય તો દુષ્કર્મનો ગુનો બને. છેલ્લા કેટલાક સમયમાં મેરિટલ રેપ શબ્દ ટ્રેન્ડમાં આવ્યો છે. આ  મુદ્દાની વાત આવે છે ત્યારે ભારત બે મંતવ્યોમાં વિભાજિત થઈ ગયું છે. 
આ વાત કરતા પહેલા એક સર્વે વિશે વાત કરવી જરુરી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે- 5 માં સેંકડો પુરુષ અને સ્ત્રીઓના મંતવ્યો અલગ અલગ મુદ્દે લેવાયા હતા. એમાં 66 ટકા પુરુષોનું માનવું એવું છે કે, સ્ત્રી ચાહે તો શારીરિક સંબંધ બાંધવાની ના કહી શકે. માત્ર 10 ટકા પુરુષોનું માનવું એવું છે કે, સ્ત્રી ના ન પાડી શકે. આ સર્વેમાં પંદર વર્ષની વયથી માંડીને 49 વર્ષના સ્ત્રી-પુરુષોને સામેલ કરાયા હતા.  
ભારતીય પરિવારોમાં લગ્ન બાદ આજની તારીખે સેક્સની વાત કરવી વર્જિત છે. આપણે ત્યાં એવો માહોલ જ નથી હોતો કે, કોઈ બાળકી, યુવતી, સ્ત્રી, મહિલા પોતાની સાથે થતી જબરદસ્તી વિશે કોઈ ડર વગર વાત કરી શકે. શાળામાં ગુડ ટચ બેડ ટચનું શિક્ષણ અપાય છે. આ ક્ષેત્રમાં અનેક કામ થાય છે તેમ છતાં આપણે ત્યાં સેક્સ વિશે વાતો કરીએ તો લોકો આંખો ફાડીફાડીને જોવા માંડે છે.  
આ સંજોગોમાં કોઈ પરિણીત સ્ત્રી ઉપર એના પતિએ જ દુષ્કર્મ કર્યું છે એ વાત તો કહેવી જ શરમજનક ગણવામાં આવે છે. ભારતીય પરિવારનું માળખું એવું છે કે, આવી કોઈ ફરિયાદ થાય એટલે એ લગ્ન જીવન તૂટ્યું જ સમજો. એક રુમમાં બંધ બારણાં પાછળ બે વ્યક્તિઓ વચ્ચે ઘટેલી દુર્ઘટનામાં સ્ત્રીની પ્રમાણિકતા બહુ જ મહત્ત્વની છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં જ્યારે કોઈ અસંમતિ કે અસંતોષ દાખલ થઈ જાય પછી એકત્વ પામેલા યુગલો એકબીજાને બતાવી દેવા અને પતાવી દેવા માટે અધીરા થઈ જાય છે. પોતાનું શરીર છે, પોતાની મરજી એવું માનતી સ્ત્રીઓની સંખ્યા બહુ નાની છે. પત્નીની આવી લાગણીને માન આપતા પુરુષોની સંખ્યા એના કરતા પણ ઓછી છે. પોતાની પત્ની છે અને પતિની સેક્સની જરુરિયાત પૂરી કરવાની એની ફરજ છે. કેટલાય સંબંધો ફક્ત આ એક જરુરિયાત ઉપર ટકી રહેલા હોય છે. કેટલી બધી સ્ત્રીઓ શરીર ઉપર થયો અત્યાચાર મૂંગા મોઢે સહન કરતી હોય છે. કેમકે પરિવાર તૂટવાથી એ ડરતી હોય છે. ઘરમાં કમાઈને લાવતા પતિ સામે ચૂં કે ચા કરી ન શકનારી નારીઓની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. પથારીમાં પોતાના પતિની તાકાત અને જબરદસ્તી સામે એનું બહુ ચાલતું નથી.  
મનોચિકિત્સકોના મતે સ્ત્રીના ઈનકાર કે અણગમાના પ્રકારો હવે જમાના પ્રમાણે બદલાયા છે. પોતાનું ધાર્યું કરાવવા માટે સ્ત્રી પતિ ઉપર ટોર્ચર કરવાના અલગ અલગ રસ્તાઓ શોધી લે છે. એમાં એક સેક્સનો ઈનકાર અત્યારે ટોચ ઉપર છે. બહુ ઓછા કિસ્સાઓમાં પતિ એની પત્ની ઉપર જબરદસ્તી કરીને પોતાની ભૂખ સંતોષે છે. મહિલાઓની સંસ્થા સાથે જોડાયેલી અનેક સ્ત્રીઓ એવું કહે છે કે, ભારતીય પુરુષો સ્ત્રીને ઉપભોગનું સાધન સમજે છે. જેને ઈનકાર કરવાનો કોઈ અધિકાર જ નથી એવું માને છે. અમેરિકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા, બ્રિટન સહિત દુનિયાના પચાસથી વધુ દેશોમાં મેરિટલ રેપને ગુનો માનવામાં આવે છે. મનોચિકિત્સકો કહે, લગ્ન બાદ થતી શારીરિક સંબધની જબરદસ્તી માટે મેરિટલ રેપ શબ્દ વાપરવો એ જ બહુ વિચારણીય બાબત છે.  
પુરુષોના અધિકાર માટે લડતી સંસ્થાની આ મેરિટલ રેપ અંગે એવી દલીલ છે કે, જેમ 498ની કલમનો સ્ત્રીઓ દ્વારા દુરુપયોગ થાય છે એમ જો મેરિટલ રેપનો કાયદો બન્યો તો એનો પણ ભરપૂર મીસ યુઝ થશે.   
Behind the close doors ની હકીકતમાં પ્રમાણિકતા બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ મુદ્દે સ્ત્રી અને પુરુષના મત જુદા જુદા હોય શકે. પણ વાસ્તવિક જિંદગીમાં આ પીડા જેણે સહન કરી હોય અને જતું કરી દીધું હોય એનું દર્દ બીજું કોઈ અનુભવી શકતું નથી.
Advertisement
Tags :
Advertisement

.