Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરકાર 60 રૂપિયા પ્રતિ કિલોએ ચણાની દાળનું કરશે વેચાણ, ભારત દાળ નામથી બજારમાં થશે ઉપલબ્ધ

સરકાર ચણાની દાળના વધતા ભાવને અંકુશમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે સરકારે ચણાની દાળને સબસિડીવાળા ભાવે વેચવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા ચણાની દાળને 'ભારત દાળ' નામથી બજારમાં ઓછી કિંમતે વેચવામાં આવશે. સરકાર આ દાળ...
સરકાર 60 રૂપિયા પ્રતિ કિલોએ ચણાની દાળનું કરશે વેચાણ  ભારત દાળ નામથી બજારમાં થશે ઉપલબ્ધ
Advertisement

સરકાર ચણાની દાળના વધતા ભાવને અંકુશમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે સરકારે ચણાની દાળને સબસિડીવાળા ભાવે વેચવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા ચણાની દાળને 'ભારત દાળ' નામથી બજારમાં ઓછી કિંમતે વેચવામાં આવશે. સરકાર આ દાળ 60 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચશે. જ્યારે 30 કિલોનું પેકેજ 55 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. આ બાબતે માહિતી આપતાં કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે દેશમાં સસ્તી ચણા દાળ ભારત દાળની બ્રાન્ડ હેઠળ વેચવામાં આવશે. આ ચણાની દાળ દેશભરમાં નાફેડના 703 સ્ટોર પર વેચવામાં આવશે. સરકાર પોતાની પાસે પડેલા ચણાના સ્ટોકને ચણાની દાળમાં ફેરવીને ગ્રાહકોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે.

ભારતમાં સૌથી વધુ ઉત્પાદિત કઠોળ ચણાની દાળ છે. લોકો સવારના નાસ્તાથી લઈને રાત્રિના ભોજનમાં ચણાની દાળનું સેવન કરે છે. આ ઉપરાંત આ કઠોળ દ્વારા ચણાનો લોટ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ નમકીન, નાસ્તો અને મીઠાઈઓ બનાવવામાં થાય છે. આવી સ્થિતિમાં ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ રાજ્યોમાં મોટા પાયે તેનું સેવન કરવામાં આવે છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે ટામેટાના વધતા ભાવોને લઇને પણ સરકારે આ જ પ્રકારનું પગલુ ભર્યુ હતું. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં સસ્તા ટામેટાં વેચાઈ રહ્યાં છે. નાફેડ પણ બિહાર,પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં સબસિડીવાળા દરે ટામેટાંનું વેચાણ કરી રહ્યું છે

Advertisement

Tags :
Advertisement

.

×