Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિન્દુઓને ધમકી આપતા વીડિયોની આખરે કેનેડિયન સરકારે ટીકા કરી, હિન્દુ સંગઠનોએ કહ્યું ટીકા નહીં એક્શન લો

શીખ ફોર જસ્ટીસ દ્વારા કેનેડામાં એક વીડિયો જારી કરાયો હતો.. જેમાં ભારતીય મૂળના હિન્દુઓને કેનેડા છોડી જવાની ધમકી આપવામાં આવી હતી.. આ વીડિયોને લઇને ચારે તરફથી ટીકા થયા બાદ કેનેડાની સરકારને આ વીડિયોની નિંદા કરવા મજબૂર થવું પડ્યુ છે.. જો...
હિન્દુઓને ધમકી આપતા વીડિયોની આખરે કેનેડિયન સરકારે ટીકા કરી  હિન્દુ સંગઠનોએ કહ્યું ટીકા નહીં એક્શન લો
શીખ ફોર જસ્ટીસ દ્વારા કેનેડામાં એક વીડિયો જારી કરાયો હતો.. જેમાં ભારતીય મૂળના હિન્દુઓને કેનેડા છોડી જવાની ધમકી આપવામાં આવી હતી.. આ વીડિયોને લઇને ચારે તરફથી ટીકા થયા બાદ કેનેડાની સરકારને આ વીડિયોની નિંદા કરવા મજબૂર થવું પડ્યુ છે..
જો કે હિન્દુ સંગઠનો માત્ર આવી નિંદાથી સંતુષ્ટ નથી.. અને સવાલ કર્યો છે કે ધમકી આપનારા સામે ગુનો દાખલ કરવામાં કેમ નથી આવી રહ્યો ?
ચારે બાજુથી ટીકા બાદ કેનેડાની સરકારે આ મામલે પ્રતિક્રિયા આપી
ચારે બાજુથી ટીકા બાદ કેનેડાની સરકારે આ મામલે પ્રતિક્રિયા આપી.. બે દિવસ પછી, કેનેડાના કેબિનેટ મંત્રીઓએ આખરે અલગતાવાદી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા જારી કરાયેલા વીડિયોની નિંદા કરી છે..  . કેનેડાના એક કેબિનેટ મંત્રીએ કહ્યું કે કેનેડામાં આક્રમકતા, નફરત, ડરાવવા અથવા ભડકાવવાના કોઈપણ કૃત્યોને કોઈ સ્થાન નથી. તેમના વિભાગે આ વીડિયોને અપમાનજનક ગણાવ્યો છે.
પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કે આ ટ્વીટ કર્યું
પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કે ટ્વીટ કર્યું કે, "તમામ કેનેડિયનો તેમના સમુદાયોમાં સલામતી અનુભવવાને લાયક છે." હિંદુ કેનેડિયનોને ટાર્ગેટ કરતા ઓનલાઈન દ્વેષપૂર્ણ વિડિયોનો ફેલાવો એ આપણા એ મૂલ્યોની વિરુદ્ધ છે જેને આપણે કેનેડિયન તરીકે પ્રિય માનીએ છીએ. કેનેડામાં આક્રમકતા, નફરત, ધાકધમકી અથવા ડર ફેલાવવાના કૃત્યો માટે કોઈ જગ્યા નથી." તેમના વિભાગે પણ સમાન નિવેદનો આપ્યા  અને વીડિયોને અપમાનજનક અને ઘૃણાસ્પદ ગણાવ્યો છે.
કેનેડાના કટોકટી પ્રધાન હરજીત સજ્જને કહ્યું કેનેડાના મુલ્યોની વિરુદ્ધ 
કેનેડાના કટોકટી પ્રધાન હરજીત સજ્જને પણ એવી જ લાગણી વ્યક્ત કરી,  જેમ કે ડોમિનિક લેબ્લેન્કે ટ્વીટમાં લખ્યુ કે , "કોઈપણ વ્યક્તિ જે કહે છે કે તમે તમારા પોતાના ઘરમાં સુરક્ષિત નથી અને તમે આવકારને લાયક નથી, તેઓ કેનેડામાં સ્વતંત્રતા અને દયાના મૂલ્યોની વિરુદ્ધ છે. તમે કેનેડા પ્રત્યે જવાબદાર બનો, અને બીજા લોકોને આપના કેનેડા પ્રત્યેના પ્રેમને ખોટો ઠેરવવા કે સવાલ ઉઠાવવા ન દો..
હિન્દુ સંસ્થાએ કહ્યું માત્ર નિવેદનો કેમ... ગુનો દાખલ કેમ નથી કરતા ?
જો કે, હિંદુ જૂથો માત્ર ટ્વીટથી સંતુષ્ટ નથી તેમણે કાર્યવાહીની માંગ કરી છે... કેનેડિયન હિંદુઝ ફોર હાર્મની સંસ્થાએ સરકારને આ વિડિયો જાહેર કરનારાઓ સામે પગલાં લેવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે આવા નિવેદનો પૂરતા નથી. તેમણે પૂછ્યું, "તમે ગુનેગાર પર નફરતના અપરાધનો આરોપ કેમ નથી લગાવતા?"
Advertisement
Tags :
Advertisement

.