Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જંત્રીના દર અંગે સૌથી મોટા સમાચાર,જાણો રાજ્ય સરકારે શુ કર્યો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં જંત્રી બમણી લાગુ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ માટે 15 એપ્રિલથી જેનો અમલ કરવાનુ નક્કી કર્યુ હતુ. પરંતુ હવે રાજ્ય સરકારે ગુરુવારે મહત્વની વિગતો જાહેર કરી છે. મીડિયાને આપેલી વિગતોનુસાર નવા જંત્રી દર...
જંત્રીના દર અંગે સૌથી મોટા સમાચાર જાણો રાજ્ય સરકારે શુ કર્યો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં જંત્રી બમણી લાગુ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ માટે 15 એપ્રિલથી જેનો અમલ કરવાનુ નક્કી કર્યુ હતુ. પરંતુ હવે રાજ્ય સરકારે ગુરુવારે મહત્વની વિગતો જાહેર કરી છે. મીડિયાને આપેલી વિગતોનુસાર નવા જંત્રી દર આગામી 15 એપ્રિલ 2023 થી અમલમાં આવશે અને આ માટેનો નવા દરો રાજ્ય સરકારે જાહેર કર્યા છે. બિનખેતી અને ખેતી સહિત દુકાનો અને ઓફિસોમાં કેટલા જંત્રીના દર રહેશે તેની વિગતો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.

Advertisement

સરકાર દ્વારા જંત્રીને લઈ વિગતવાર માહિતી જાહેર કરી
15 એપ્રિલથી બમણી જંત્રી અમલમાં આવનારી હોવાનુ માનીને જમીનોના અને મિલ્કતોના દસ્તાવેજો માટે રજીસ્ટાર કચેરીઓમાં મોટી સંખ્યામાં લાઈનો છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં જોવા મળી હતી. આ દરમિયાન હવે રાજ્ય સરકાર દ્વારા જંત્રીને લઈ વિગતવાર માહિતી જાહેર કરી છે. જેમાં ખેતીની જમીન, બિનખેતીની જમીન અને બાંધકામ સહિતના દરો અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે.

Advertisement

કેવી રીતે થશે અમલવારી
રાજયમાં જંત્રીના દરો ગત 04 ફેબ્રુઆરીથી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવ્યો હતો. રાજ્યા સરકારે જેનો અમલ બાદમાં 15 એપ્રિલ 2023 થી કરવાનુ ઠરાવેલ હતુ. આમ જંત્રીના દરો કેવી રીતે અને કેટલા દરથી અમલમાં આવશે એ અંગેની સ્પષ્ટતા સાથેની વિગતો રાજ્ય સરકારે જાહેર કરી છે જે નિચે મુજબ છે.

Advertisement

  • આ દરોમાં ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.
  • જયારે Composite rate (જમીન તથા બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે 1.8 ગણા કરવાનું
  • ઓફીસના ભાવ બે ગણાના બદલે 1.5 ગણા કરવાનું
  • દુકાનના ભાવ 2 ગણા યથાવત રાખવાનુ
  • બાંધકામ માટે નકકી થયેલ દરો બે ગણા કરેલ તેના બદલે 1.5 ગણા કરવાનુ ઠરાવ્યુ છે.
  • પ્રીમિયમના દરમાં ઘટાડો
  • ખેતી થી ખેતીઃ 25% ના બદલે 20%
  • ખેતી થી બિનખેતીઃ 40% ને બદલે 30%
  • પેઈડ FSI માટે નિર્ણય
  • પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે.
  • જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે.
  • જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે.

આપણ  વાંચો- ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની કરાઇ વ્યવસ્થા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.