WhatsApp માં આવી રહ્યું છે આ ધમાકેદાર ફિચર…!
WHATSAPP : જ્યા રે પણ મેસેજિંગની વાત આવે છે, ત્યારે WhatsApp ચોક્કસપણે ધ્યાનમાં આવે છે. WhatsApp આજે સૌથી મોટું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે. રોજબરોજની દિનચર્યામાં વોટ્સએપની જરૂરિયાત એટલી વધી ગઈ છે કે તેના વિના આપણાં ઘણાં કામો અટકી જાય છે. વિશ્વભરમાં 200 કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે અને તેથી જ કંપની વપરાશકર્તાઓને નવો અનુભવ આપવા માટે તેમાં નવા ફીચર્સ લાવતી રહે છે.
વોટ્સએપ યુઝર્સને મળશે આ સુવિધા
WhatsAppના અપડેટ્સ અને આવનારા ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ WhatsAppinfo અનુસાર કંપની યૂઝર્સ માટે ચેટ ફિલ્ટરનું નવું ફીચર લાવવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર વોટ્સએપે પણ તેને રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. વોટ્સએપનું નવું ચેટ ફિલ્ટર તમને તમારી ચેટ્સને ફિલ્ટર કરવાની મંજૂરી આપશે જેથી મહત્વપૂર્ણ સંદેશાઓ ચૂકી ન જાય.
મળતી માહિતી અનુસાર આ ચેટ ફિલ્ટરમાં તમે વાંચેલા ન વાંચેલા તેમજ કેટલાક મનપસંદ સંપર્કોની ચેટ્સ માટે ફિલ્ટર સેટ કરી શકશો. આવી સ્થિતિમાં, જ્યારે તે સંપર્કમાંથી કોઈ મસેજ આવશે. ત્યારે તે ચેટ બોક્સની ટોચ પર દેખાવાનું શરૂ થશે. આનો એક ફાયદો એ થશે કે સતત મેસેજ મળ્યા પછી પણ તમારો મહત્વનો મેસેજ ચેટ બોક્સની ઉપર દેખાશે જેથી તમે તેને ધ્યાનથી વાંચી શકો.
બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ
વોટ્સએપનું આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ તબક્કામાં છે અને બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. તેનું પરીક્ષણ થોડા દિવસોમાં પૂર્ણ થશે અને પછી તેને સામાન્ય વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચર એવા યુઝર્સ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે જેમને ઘણા બધા મેસેજ આવે છે અને આ કારણે તેઓ ઘણી વખત મહત્વપૂર્ણ મેસેજ મિસ કરે છે.
આ પણ વાંચો - X Down: Lok Sabha Election Result 2024 ના રસાકસીના માહોલમાં ટ્વીટર હાંફી ગયું
આ પણ વાંચો - YouTube Shorts થી મોટી કમાણી કરો, જાણો કેટલા વ્યૂ પર મળે છે પૈસા?
આ પણ વાંચો - Netflix ના યુઝર્સ માટે મોટા સમાચાર,હવે આ સેવા થઈ બંધ