Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

OnePlus Nord CE 4 Lite 5Gની લોન્ચ ડેટ નક્કી, આ તારીખે માર્કેટમાં આવશે

OnePlus : કંપનીએ OnePlus Nord CE 4 Liteની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. OnePlusનો આ સૌથી સસ્તો 5G સ્માર્ટફોન આવતા અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ ફોનની લોન્ચિંગ તારીખ જાહેર કરી છે. આ પહેલા, કંપનીએ...
oneplus nord ce 4 lite 5gની લોન્ચ ડેટ નક્કી  આ તારીખે માર્કેટમાં આવશે

OnePlus : કંપનીએ OnePlus Nord CE 4 Liteની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. OnePlusનો આ સૌથી સસ્તો 5G સ્માર્ટફોન આવતા અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ ફોનની લોન્ચિંગ તારીખ જાહેર કરી છે. આ પહેલા, કંપનીએ ગયા મહિને વનપ્લસ Nord CE 4 લોન્ચ કર્યો હતો, જે મિડ-બજેટ સેગમેન્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફોનની શરૂઆતી કિંમત 24,999 રૂપિયા છે. OnePlusનો આ ફોન 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી શકે છે.

Advertisement

OnePlus India એ તેના ઓફિશિયલ X હેન્ડલ પરથી એક ટીઝર વિડીયો રિલીઝ કરીને ફોનની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. OnePlusનો આ ફોન 24 જૂને સાંજે 7 વાગ્યે લોન્ચ થશે. કંપનીએ આ સ્માર્ટફોનને ઓલ-ડે એન્ટરટેઈનમેન્ટ ટેગલાઈન સાથે પ્રમોટ કર્યો છે, જેનો અર્થ છે કે ફોનમાં મોટી બેટરી આપવામાં આવી શકે છે.

Advertisement

OnePlus Nord CE 4 Lite 5G નો ફર્સ્ટ લુક પણ OnePlus દ્વારા શેર કરવામાં આવેલ 15-સેકન્ડના વીડિયોમાં બતાવવામાં આવ્યો છે. ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ અને ડ્યુઅલ એલઈડી લાઈટ્સ જોઈ શકાય છે. ફોનમાં સ્લાઇડર એલર્ટ બટન આપવામાં આવ્યું નથી. આ સિવાય ફોનના ફીચર્સ પણ ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલા OnePlus Nord CE 3 Liteની સરખામણીમાં અપગ્રેડ કરવામાં આવશે.

Advertisement

OnePlus Nord CE 4 Lite 5G

આ વનપ્લસસ્માર્ટફોન 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવી શકે છે. ફોન 5,500mAh બેટરી અને 67W ફાસ્ટ ચાર્જિંગ ફીચર સાથે આવી શકે છે. OnePlus Nord CE 4 Lite Android 14 પર આધારિત Oxygen OS પર કામ કરશે. અગાઉના મોડલની જેમ તેમાં પણ 108MPનો મુખ્ય કેમેરા આપી શકાય છે. જો કે ફોનના કેમેરા સહિત અન્ય વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ સિવાય કંપની ટૂંક સમયમાં ભારતમાં OnePlus Nord 4 પણ લોન્ચ કરી શકે છે. આ ફોન ચીનમાં લોન્ચ કરાયેલ OnePlus Nord 3Vનું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે.

OnePlus Nord 4 5G

વનપ્લસના આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. તેમાં 50MPનો મુખ્ય OIS કેમેરા હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MP સેલ્ફી કેમેરા હશે. આ ફોન Qualcomm Snapdragon 7+ Gen 3 પ્રોસેસર પર કામ કરશે. તેમાં 16GB LPDDR5X રેમ અને 512GB UFS 4.0 સ્ટોરેજ માટે સપોર્ટ હશે. OnePlusનો આ ફોન એન્ડ્રોઇડ 14 પર આધારિત Oxygen OS પર પણ કામ કરશે.

આ પણ વાંચો - Google Chrome યુઝર્સ ખતરામાં,સરકારે જાહેર કરી ચેતવણી

આ પણ વાંચો - Jio Down થતા યુઝર્સેએ X પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો

આ પણ વાંચો - Google Gemini: ગૂગલે ભારતમાં કુલ 9 ભાષામાં Gemini AI એપ્લિકેશન કરી લોન્ચ

Tags :
Advertisement

.