Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

New Space Suit Invented: વૈજ્ઞાનિકોએ Astronaut ની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ મેળવ્યો, વાંચો કેવી રીતે...

New Space Suit Invented: બ્રહ્માંડે હંમેશા માનવનું પોતાનું મન વિચલિત કર્યું છે. કારણ કે... અનંત અને અલ્પનિક બ્રહ્માંડમાં એવા અનેક રહસ્યો છુપાયેલા છે. તો બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવા માટે અનેક અંતરિક્ષ મશીન તૈયાર કરવામાં આવેલા છે. તે ઉપરાંત ભવિષ્યમાં પણ અનેક...
new space suit invented  વૈજ્ઞાનિકોએ astronaut ની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ મેળવ્યો  વાંચો કેવી રીતે

New Space Suit Invented: બ્રહ્માંડે હંમેશા માનવનું પોતાનું મન વિચલિત કર્યું છે. કારણ કે... અનંત અને અલ્પનિક બ્રહ્માંડમાં એવા અનેક રહસ્યો છુપાયેલા છે. તો બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવા માટે અનેક અંતરિક્ષ મશીન તૈયાર કરવામાં આવેલા છે. તે ઉપરાંત ભવિષ્યમાં પણ અનેક મીશન તૈયાર કરવામાં આવશે. તો મીશનની અંદર સૌથી મહત્વપૂર્ણ હોય છે કે, Astronaut નું સુરક્ષિત રીતે જીવન ટકાવી રહેવું.

Advertisement

  • એક નવું સંશોધન કરવામાં આવ્યું છે

  • પેશાબને પીવાના પાણીમાં કન્વર્ટ કરી શકે છે

  • Space Suit માં જ ટકાઉ ગોળાકાર જળ અર્થતંત્ર

ત્યારે અંતરિક્ષમાં લાંબા સયમ માટે જીવન ટકાવી રહેવા માટે વૈજ્ઞાનિકો દ્વારા Astronaut માટે એક નવું સંશોધન કરવામાં આવ્યું છે. અંતરિક્ષમાં સૌથી મહત્વ પૂર્ણ બાબત એ છે કે, અવકાશયાત્રીઓની સ્વચ્છતા અને Hydration Management સુરક્ષિત રીતે લાંબાગાળા માટે થાય. હાલમાં, સ્પેસવૉક દરમિયાન Waste Management માટે ખાસ ડાયપર પહેરવામાં આવે છે. જેને Maximum absorbency garments કહે છે. આ આઠ કલાક સુધી ચાલે છે.

પેશાબને પીવાના પાણીમાં કન્વર્ટ કરી શકે છે

Advertisement

હવે, સંશોધકોએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. New York માં સ્થિત Cornell Medical College એ આ સમસ્યાનું નિરાકરણ શોધી કાઢ્યું છે. તો આ Space Suit ને વિદેશની Mythology Film Dune થી પ્રેરિત માનવામાં આવ્યું છે. કારણ કે... આ Space Suit ની બનાવટ Film Dune માંથી નક્કી કરવામાં આવી છે. આ સૂટની વિશેષતા એ છે કે તેમાં એક અલગ યુરિન કલેક્શન અને ફિલ્ટરેશન સિસ્ટમ છે. જે પેશાબને પીવાના પાણીમાં કન્વર્ટ કરી શકે છે. આ રીતે Waste Management સમસ્યાના ઉકેલ Space Suit લાંબાગાળાના અવકાશ મિશન માટે ટકાઉ Hydration પણ પ્રદાન કરે છે.

Space Suit માં જ ટકાઉ ગોળાકાર જળ અર્થતંત્ર

જોકે આ Space Suit કાયમી ઉકેલ તરીકે સાબિત નથી અને તેનાથી સ્વાસ્થ્ય માટે ઘણા જોખમો પણ થઈ શકે છે. અમેરિકા તેના આગામી આર્ટેમિસ મિશન દ્વારા ફરીથી ચંદ્ર પર માનવ મોકલવા જઈ રહ્યું છે. તે પહેલા આ શોધ ઘણી મહત્વની છે. સંશોધકો કહે છે કે આ ટેક્નોલોજી Space Suit માં જ ટકાઉ ગોળાકાર જળ અર્થતંત્ર બનાવે છે. આ સિવાય આ સિસ્ટમ Space Suit ની 10 ટકાથી ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે. આ નવું Space Suit ખગોળશાસ્ત્રીઓ માટે અવકાશ યાત્રાને ખૂબ જ સુવિધાજનક બનાવી શકે છે અને તેમની મોટી સમસ્યાને સરળતાથી ઉકેલી શકે છે.

Advertisement

આ પણ વાંચો: Exoplanet LHS 1140 b: બ્રહ્માંડમાં મનુષ્યની આંખ જેવા ગ્રહની વૈજ્ઞાનિકો કરી શોધ

Tags :
Advertisement

.