Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : રાજ્યમાં દારૂબંધીનાં ધજાગરા ઉડાડતો વધુ એક Video વાઇરલ, 8 ઇસમોની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban) હોવાં છતાં દારૂનો જથ્થો અને બુટલેગર પકડાયા હોવાનાં સમાચાર સતત આપણી સમક્ષ આવતા હોય છે. તાજેતરમાં દારૂની મહેફિલ માણતા લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના બનાવ પણ બની ચૂક્યા છે. ત્યારે હવે દારૂ સાથે ડાન્સનો વધુ એક...
12:02 AM Jul 21, 2024 IST | Vipul Sen

ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban) હોવાં છતાં દારૂનો જથ્થો અને બુટલેગર પકડાયા હોવાનાં સમાચાર સતત આપણી સમક્ષ આવતા હોય છે. તાજેતરમાં દારૂની મહેફિલ માણતા લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના બનાવ પણ બની ચૂક્યા છે. ત્યારે હવે દારૂ સાથે ડાન્સનો વધુ એક વીડિયો સુરતથી (Surat) સામે આવ્યો છે. જાહેરમાં દારૂ સાથે ડાન્સ કરતા કેટલાક ઇસમોની ઉધના પોલીસે (Udhana Police) ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની બોટલ લઈને નાચતા ઇસમોનો વીડિયો વાઇરલ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં કેટલાક ઇસમો જાહેરમાં દારૂની બોટલ હાથમાં લઈને ડીજેના તાલ સાથે નાચતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો સુરતનાં (Surat) ઉધના વિસ્તારોની કર્મયોગી સોસાયટીનો હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસે વીડિયોનાં આધારે તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ, ઉધના પોલીસે (Udhana Police) આ કેસમાં 8 લોકોની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલ 8 ઇસમો સામે ગુનો

માહિતી મુજબ, ઉધના પોલીસે ઝડપાયેલ 8 ઇસમો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને દારૂ ક્યાંથી લાવ્યો હતો ? તે દિશામાં તપાસ આદરી છે. જો કે, બીજી તરફ દારૂ સાથે ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા કરી રહ્યા છે.

 

આ પણ વાંચો - Bharuch : વિધર્મી પરિણીત યુવક હિંદુ યુવતીને ભગાડી ગયો, પોલીસની નિષ્ક્રિયા સામે પિતાની આત્મવિલોપનની ચીમકી!

આ પણ વાંચો - Gujarat Government : તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકર જેમ ગુજરાતમાં પણ IAS-IPS બન્યા ?

આ પણ વાંચો - Ahmedabad Airport : ટેક્સી ડ્રાઇવર-સિક્યોરિટી ગાર્ડ વચ્ચે જોરદાર મારામારી! ઘટના CCTV માં કેદ

 

Tags :
Crime NewsDance with Alcohol VideoGujarat FirstGujarati NewsKarmayogi Societyliquor banSuratSurat PoliceUdhana police
Next Article