John Cena Retirement: જોન સીનાએ WWE માંથી સન્યાસ લેવાની કરી જાહેરાત, જાણો... ક્યારે હશે તેની અંતિમ મેચ
John Cena Retirement: John Cena એ WWE ના ઈતિહાસમાં સૌથી લોકપ્રિય અને મહાન ખેલાડી રહ્યા છે. John Cena એ તેની કારર્કિદીમાં અનેક WWE માં સૌથી ઉચ્ચકોટીના ખિતાબો જીત્યા છે. તો તાજેતરમાં WWE માં 16 વાર World Champion રહેલા John Cena એ WWE માંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. તો તાજેતરમાં Money in The Bank માં પરત ફરીને John Cena એ આવતા વર્ષે WWE ને હંમેશા માટે અલવિદા કહેવાનું નક્કી કર્યું છે. તો વર્ષ 2025 માં અંતિમ વખત John Cena WWE ના સ્ટેજ પર જોવા મળશે.
John Cena નો સોશિયલ મીડિયા વિડીયો વાયરલ
Wrestlemania 2025 માં હું આવીશ
16 વખત World Champion નો ખિતાબ જીત્યો છે
તો તાજેતરમાં Canada ના Toronto માં આયોજિત WWE Money in The Bank ની મેચ દરમિયાન સૌની સામે ચોંકાવનાર ખુલાસો John Cena એ કર્યો હતો. ત્યારે John Cena એ કહ્યું હતું કે, આજની રાતથી હું ઔપચારિક રીતે WWE માંથી સંન્યાસ લઈ રહ્યો છું. તો WWE એ John Cena નો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો પણ શેર કર્યો છે. તો John Cena ના આ પ્રકારના નિવેદન બાદ John Cena ના ચાહકોમાં નાખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક ચાહકોએ John Cena ને તેમના આ નિવેદન પણ ભાવૂક થયેલા સંદેશો પાઠવ્યો છે.
John Cena is retiring from the WWE.
His last event will be WrestleMania 41 in 2025. pic.twitter.com/2QbvmoBGaK
— DiscussingFilm (@DiscussingFilm) July 7, 2024
Wrestlemania 2025 માં હું આવીશ
તે ઉપરાંત John Cena એ WWE ના સ્ટેજ પર જણાવ્યું હતું કે, મારી વિદાય આ રાત્રે થશે નહીં. આગળના દિવસોમાં હું WWE માં અંતિમ મેચ રમતો જોવા મળીશ. આ એક ઐતિહાસિક ક્ષણ હશે. જોકે જીવન અને દુનિયામાં અનેક ક્ષણો માત્ર એકવાર જ બનતી હોય છે. તો 2025 માં યોજવામાં આવેલા Royal Rumble માં મારી અંતિમ મેચ જોવા મળશે. ત્યારે હું અહીંયા એ વાતની ઘોષણા આવ્યો છે કે, Wrestlemania 2025 માં હું આવીશ.
BREAKING NEWS: John Cena announced at #MITB he will retire from in-ring competition in 2025.#ThankYouCena pic.twitter.com/6TPnYI5iU2
— WWE (@WWE) July 7, 2024
16 વખત World Champion નો ખિતાબ જીત્યો છે
તો 47 વર્ષના John Cena એ WWE ના સ્ટેજ પર 2001 માં પહેલીવાર પગ મૂક્યો હતો. તો John Cena એ WWE ના સ્ટેજ પર દરેક વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. તો John Cena એ 2018 માં Hollywood ની દુનિયામાં પગપેસારો કર્યો હતો. તો John Cena એ WWE ના સ્ટેજ પર એકથી એક દમદાર મેચમાં પોતાનું અદ્ધભૂત પ્રદર્શન કરીને 16 વાર WWE World Champion નો ખિતાબ મેળવ્યો છે.
આ પણ વાંચો: HARDIK PANDYA: કૃણાલ પંડયા રડ્યો ત્યારે પીગળ્યું નતાશાનું દિલ, કહી આ વાત