Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પગમાં પ્લાસ્ટર સાથે સૂર્યકુમાર યાદવે શેર કર્યો Video, વાપસીને લઈને કહી આ વાત

ભારતીય ક્રિકેટ ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પગના ઘૂંટણની ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તેને આ ઈજા થઈ હતી. ત્યારે હવે સૂર્યાએ પોતાની ઈજાનો એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ...
પગમાં પ્લાસ્ટર સાથે સૂર્યકુમાર યાદવે શેર કર્યો video  વાપસીને લઈને કહી આ વાત

ભારતીય ક્રિકેટ ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પગના ઘૂંટણની ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તેને આ ઈજા થઈ હતી. ત્યારે હવે સૂર્યાએ પોતાની ઈજાનો એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કર્યો છે, જેમાં તે પગમાં પ્લાસ્ટર પહેરેલો જોવા મળી રહ્યો છે. આ સાથે તે કાખઘોડીના સહારે ચાલતો જોવા મળે છે. આ વીડિયો શેર કરવાની સાથે તેણે લખ્યું કે, તે ટૂંક સમયમાં સંપૂર્ણ ફિટ થઈને પરત ફરશે.

Advertisement

સૂર્ય કુમાર યાદવે આ વીડિયો તેના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેને લખ્યું છે કે, થોડી ગંભીરતા સાથે કહેવા માગુ છું કે ઇજા ક્યારેય મજેદાર હોતી નથી. જો કે, હું આને મારી રીતે સંભાળી લઈશ અને જલદી સંપૂર્ણ રીતે ફિટ થઈને વાપસી કરવાનો વાયદો કરું છું. ત્યાં સુધી, હું આશા રાખું છું કે તમે બધા તહેવારોની મોસમનો આનંદ માણતા હશો અને દરરોજની ખુશીઓનો આનંદ માણી રહ્યા હશો."

Advertisement

11 જાન્યુઆરીથી અફઘાનિસ્તાન સામેની T-20 શ્રેણી

જણાવી દઈએ કે, સૂર્ય કુમાર યાદવને આ ઇજા દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં રમાયેલ સીરિઝ દરમિયાન થઈ હતી. પગના ઘૂંટણની ઇજાના કારણે તે અફઘાનિસ્તાન સામેની T-20 શ્રેણીમાં રમી શકશે નહીં. અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી ટી-20 શ્રેણી શરૂ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, સૂર્યા હવે ફેબ્રુઆરીમાં ક્રિકેટમાં વાપસી કરી શકે છે. BCCI ના એક સૂત્રે જણાવ્યું કે, 31 વર્ષીય સૂર્યા વાપસી માટે NCA માં રિહેબ માટે રિપોર્ટ કરી રહ્યો છે. IPL પહેલા તેની ફિટનેસ ચકાસવા માટે તે ફેબ્રુઆરીમાં રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમી શકે છે.

Advertisement

આ પણ વાંચો - IndW vs AusW : ભારતીય ટીમની ઐતિહાસિક જીત, ચાર દાયકા પછી ઘરેલું મેદાન પર કાંગારુઓને હરાવ્યા

Tags :
Advertisement

.