Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ODI World Cup 2023 : આજે દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મેચ,જાણો સંભવિત ખેલાડીઓ

આ વર્લ્ડ કપનો પ્રથમ ડબલ હેડર આજે થવા જઈ રહ્યો છે. આ દિવસે બે વર્લ્ડ કપ મેચ રમાશે. એક મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે જ્યારે બીજી મેચ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાશે. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની મેચ...
odi world cup 2023    આજે દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા અને  શ્રીલંકા વચ્ચે  મેચ જાણો સંભવિત ખેલાડીઓ

આ વર્લ્ડ કપનો પ્રથમ ડબલ હેડર આજે થવા જઈ રહ્યો છે. આ દિવસે બે વર્લ્ડ કપ મેચ રમાશે. એક મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે જ્યારે બીજી મેચ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાશે. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી રમાશે.

Advertisement

આ બંને ટીમોના જૂના રેકોર્ડ અને તાજેતરના ફોર્મને જોતા લાગે છે કે દક્ષિણ આફ્રિકાનો હાથ ઉપર છે. દક્ષિણ આફ્રિકાની ટીમે વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે વનડે સીરીઝ જીતી લીધી છે જ્યારે એશિયા કપની ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ ભારત સામે માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સિવાય દક્ષિણ આફ્રિકાએ આ બંને ટીમો વચ્ચેની મોટાભાગની ODI મેચો જીતી છે.

Advertisement

પિચ રિપોર્ટ અને પ્લેઇંગ ઇલેવન
આ બંને વચ્ચેની મેચ દિલ્હીમાં રમાશે. તેથી દિલ્હીની પીચ પર નજર કરીએ તો અહીં બેટ્સમેન અને બોલર બંનેને લગભગ સમાન મદદ મળે છે. ઝડપી બોલર ગતિમાં મિશ્રણ કરીને બેટ્સમેનોને છેતરી શકે છે. સાથે જ આ પીચ પર સ્પિન બોલરોને પણ મદદ મળે છે. અહીં બાઉન્ડ્રી ટૂંકી છે, અને આઉટફિલ્ડ ઝડપી છે, જે બેટ્સમેન માટે રન બનાવવાનું સરળ બનાવે છે. અહીં સરેરાશ સ્કોર ઓછો રહે છે અને મોટાભાગની ટીમો પાછળથી બેટિંગ કરે છે તે મેચ જીતે છે. આ મેચ દરમિયાન દિલ્હીમાં હવામાન સ્વચ્છ રહેવાની આશા છે. દિલ્હીનું સરેરાશ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

Advertisement

સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), એઈડન માર્કરામ, રાસી વાન ડેર ડ્યુસેન, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, તબરાઈઝ શમ્સી, લુંગી એનગીડી.

શ્રીલંકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

કુસલ મેન્ડિસ (વિકેટકીપર), કુસલ પરેરા, પથુમ નિસાંકા, ચરિથ અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, દુનિથ વેલાલેજ, ધનંજય ડી સિલ્વા, કસુન રાજીથા, મહિષ થેક્ષાના,

આ  પણ  વાંચો-ASIAN GAMES 2023 : એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ… મહિલા કબડ્ડી ટીમે દેશને અપાવ્યો 100મો મેડલ

Tags :
Advertisement

.