Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India-A Women Team Squad: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીયની ટીમ જાહેરાત

India-A Women Team Squad: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય-એ ટીમની જાહેર કરવામાં આવી છે આ પ્રવાસ માટે 18 ભારતીય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ભારત A મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ T20, ત્રણ ODI અને એક ચાર દિવસીય મેચ રમશે....
india a women team squad  ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીયની ટીમ જાહેરાત

India-A Women Team Squad: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય-એ ટીમની જાહેર કરવામાં આવી છે આ પ્રવાસ માટે 18 ભારતીય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ભારત A મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ T20, ત્રણ ODI અને એક ચાર દિવસીય મેચ રમશે. મિન્નુ મણીને ઈન્ડિયા Aની કેપ્ટનશીપ મળી છે. જ્યારે શ્વેતા સેહરાવતને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

આ પ્રવાસ 7મી ઓગસ્ટથી થશે પપ્રારંભ

ભારત A મહિલા ટીમ 7 ઓગસ્ટથી તેના પ્રવાસની શરૂઆત કરશે. ત્રણેય T20 મેચ એલન બોર્ડર ફિલ્ડ, બ્રિસ્બેન ખાતે રમાશે. આ પછી મેકેમાં ત્રણ વનડે મેચો યોજાશે. વનડે શ્રેણીની મેચો 14 ઓગસ્ટથી શરૂ થશે. ત્યારબાદ આખરે 22મી ઓગસ્ટથી ગોલ્ડ કોસ્ટમાં ચાર દિવસીય મેચ રમાશે.

Advertisement

ટીમમાં બે વિકેટકીપરને સ્થાન મળ્યું છે

ઉમા છેત્રી અને શિપ્રા ગિરીને ભારત A મહિલા ટીમમાં વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું છે. ટીમ સાઈક ઈશાક, મેઘના સિંહ અને સજના સજીવન જેવા ઉભરતા ખેલાડીઓને તક મળી છે. શબનમ શકીલ પસંદગી માટે ઉપલબ્ધ થશે કે નહીં. તેની ફિટનેસના આધારે આ નિર્ણય લેવામાં આવશે. સાયમા ઠાકોરને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે સ્થાન મળ્યું છે.

Advertisement

ભારત A મહિલા ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ

  1. પ્રથમ T20 મેચ- 7 ઓગસ્ટ
  2. બીજી T20 મેચ- 9 ઓગસ્ટ
  3. ત્રીજી T20 મેચ- 11 ઓગસ્ટ

ODI શ્રેણી

  1. પ્રથમ ODI મેચ - 14 ઓગસ્ટ
  2. બીજી ODI મેચ - 16 ઓગસ્ટ
  3. ત્રીજી ODI મેચ- 18 ઓગસ્ટ

ભારત A મહિલા ટીમ

મિન્નુ મણિ (કેપ્ટન), શ્વેતા સેહરાવત (વાઈસ-કેપ્ટન), પ્રિયા પુનિયા, શુભા સતીશ, તેજલ હસબનીસ, કિરણ નવગીરે, સજના સજીવન, ઉમા છેત્રી (વિકેટકીપર), શિપ્રા ગિરી (વિકેટકીપર), રાઘવી બિષ્ટ, સાયકા ઈશાક, મન્નત કશ્યપ તનુજા કંવર, પ્રિયા મિશ્રા, મેઘના સિંહ, સયાલી સતઘરે, શબનમ શકીલ, એસ યશશ્રી.

આ પણ  વાંચો  - ZIMBABWE ની ધરતી ઉપર ભારતની યુવા ટીમનું ઐતિહાસિક પરાક્રમ, 4-1 થી જીતી SERIES

આ પણ  વાંચો  - WCL 2024 : ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, યુવરાજ સિંહની સુકાનીમાં ટીમ બની ‘Champion’

આ પણ  વાંચો  - ZIMBABWE સામે 10 વિકેટથી વિશાળ જીત મેળવી ભારતની યુવા બ્રિગેડે SERIES પોતાના નામે કરી

Tags :
Advertisement

.