Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IndW vs AusW : ભારતીય ટીમની ઐતિહાસિક જીત, ચાર દાયકા પછી ઘરેલું મેદાન પર કાંગારુઓને હરાવ્યા

ભારતીય મહિલા ટીમે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇતિહાસ રચ્યો છે. ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચમાં વિજય મેળવી આ ઇતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર રેકોર્ડ પોતાના...
indw vs ausw   ભારતીય ટીમની ઐતિહાસિક જીત  ચાર દાયકા પછી ઘરેલું મેદાન પર કાંગારુઓને હરાવ્યા

ભારતીય મહિલા ટીમે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇતિહાસ રચ્યો છે. ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચમાં વિજય મેળવી આ ઇતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Advertisement

ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન

જણવી દઈએ કે, આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પહેલી ઇનિંગમાં ટીમ 219 રનમાં જ પેવેલિયન ભેગી થઈ હતી. ભારતીય ક્રિકટ ટીમની બોલર પૂજા વસ્ત્રાકરે 4, સ્નેહ રાણાએ 3 અને દિપ્તી શર્માએ 2 વિકેટ ઝડપી હતી. ભારતીય મહિલા ટીમે તેની પહેલી ઇનિંગમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ટીમે 406 રનનો મસમોટો સ્કોર ઊભો કર્યો હતો. ઓપનર બેટ્સમેન શેફાલી વર્માએ 40, સ્મૃતિ મંધાનાએ 74, રિચા ઘોષે 52, જેમિમાહ રોડ્રિગ્ઝ એ 73, દિપ્તી શર્માએ 78 અને પૂજા વસ્ત્રાકરે 47 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એશલે ગાર્ડનરે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે કિમ અને સધરલેન્ડે 2-2 વિકેટ લીધી હતી.

Advertisement

સ્નેહ રાણાને પ્લેયર ઑફ ધ મેચ એવૉર્ડ

Advertisement

મેચની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે કુલ 261 રન બનાવ્યા હતા, જેમાં તાહલિયા મેકગ્રા 73, એલિસ પેરી 45, બેથ મૂની 33, કેપ્ટન એલિસા હિલી 32 અને એનાબેલ સધરલેન્ડ એ 27 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સની વાત કરીએ તો સ્નેહ રાણાએ 4, ગાયકવાડે 2 અને વસ્ત્રાકરે 1 વિકેટ ઝડપી હતી. માત્ર 75 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2 વિકેટના નુકસાન પર જીત મેળવી હતી. સ્મૃતિ મંધાનાએ 38 જ્યારે રોડ્રિગ્ઝ 12 રન બનાવીને અંત સુધી નોટ આઉટ રહ્યા હતા. આ ઐતિહાસિક જીત બાદ ભારતીય મહિલા ટીમે નવો ઇતિહાસ રચ્યો છે. સ્નેહ રાણાએ બીજા દાવમાં 4 અને પ્રથમ દાવમાં 3 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. જણાવી દઈએ કે, હોમ ગ્રાઉન્ડ પર ચાર દાયકા બાદ ઓસ્ટ્રેલિયા સામે રમીને ભારતીય મહિલા ટીમે આ યાદગાર જીત મેળવી છે.

આ પણ વાંચો - Wrestling Federation of India: કેન્દ્ર મંત્રલાય દ્વારા રેસલિંગ ખેલાડીઓના જીવમાં નવો જીવ આવ્યો

Tags :
Advertisement

.