IND vs PAK : વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાકના પૂર્વ ક્રિકેટરે હરભજનની માંગી માફી
IND vs PAK: વર્લ્ડકપમાં 9 જૂને ભારત અને પાકિસ્તાન (IND vs PAK)વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જે ટીમ ઈન્ડિયાની જીતી થઈ હતી. આ મેચની છેલ્લી ઓવર અર્શદીપ સિંહે (ARSHDEEP SINGH)ફેંકી હતી. આ ઓવરમાં પાકિસ્તાનને મેચ જીતવા માટે 19 રનની જરૂર હતી પરંતુ પાકિસ્તાનની ટીમ છેલ્લી ઓવરમાં માત્ર 13 રન જ બનાવી શકી હતી. આ છેલ્લી ઓવરને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે અર્શદીપ સિંહ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ (HARBHAJAN SINGH)ઘણો નારાજ હતો. જે બાદ અકમલે હવે સોશિયલ મીડિયા(Social media)પર પોસ્ટ શેર કરીને માફી માંગી છે.
પાક ના પૂર્વ ક્રિકેટર પર થયો હરભજન સિંહ ગુસ્સે
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે કામરાન અકમલના નિવેદનની નિંદા કરી છે. આના પર હરભજન સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, 'તમારા પર કામરાન અકમલને ધિક્કાર.' તમારું ગંદુ મોઢું ખોલતા પહેલા તમારે શીખોનો ઈતિહાસ જાણી લેવો જોઈએ. અમે શીખોએ તમારી માતાઓ અને બહેનોને જ્યારે આક્રમણકારો દ્વારા અપહરણ કરવામાં આવ્યા હતા ત્યારે તેમને બચાવ્યા હતા. તે સમયે હંમેશા 12 વાગ્યા હતા. તમને શરમ આવે છે... થોડીક કૃતજ્ઞતા બતાવો. અમેરિકા તરફથી રમતા જસકરણ મલ્હોત્રાએ પણ કામરાન અકમલને ફટકાર લગાવી છે.
Durr Lannnat aa Kami bhai. We were together 2 weeks ago in Houston. Aj tusi ah bayan de rahe ho. Mere ethe USA wich Ehne Musalman yaar dost aa kade kise ne changa manda nai keha. Rabb tohnu sahi Mat Bakshe 🙏🏻 #kamranakmal #pakistanlivenews #cricket #arshdeep @harbhajan_singh… https://t.co/8E0kyg4PHq
— Jaskaran Malhotra (@JaskaranUSA) June 10, 2024
કામરાન અકમલે માફી માંગી
વાસ્તવમાં, ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન કામરાન અકમલે અર્શદીપ સિંહ વિશે કહ્યું હતું કે 12 વાગ્યા છે... કંઈ પણ થઈ શકે છે. અકમલના આ નિવેદનને શીખ સમુદાયના અપમાન તરીકે જોવામાં આવ્યું હતું. જેના પર અકમલે હવે માફી માંગી છે. X પર પોસ્ટ શેર કરતા કામરાન અકમલે લખ્યું કે હું મારી ટિપ્પણી માટે ખૂબ જ દિલગીર છું, હું હરભજન સિંહ અને શીખ સમુદાયની દિલથી માફી માંગુ છું. મારા શબ્દો તદ્દન અપમાનજનક હતા. હું શીખ સમુદાયના તમામ લોકોની માફી માંગવા માંગુ છું.
I deeply regret my recent comments and sincerely apologize to @harbhajan_singh and the Sikh community. My words were inappropriate and disrespectful. I have the utmost respect for Sikhs all over the world and never intended to hurt anyone. I am truly sorry. #Respect #Apology
— Kamran Akmal (@KamiAkmal23) June 10, 2024
ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું
ભારતીય ટીમે આ વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવીને સતત બીજી જીત હાંસલ કરી હતી. આ સાથે જ પાકિસ્તાનને આ વર્લ્ડકપમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં એક તરફ ટીમ ઈન્ડિયા લગભગ સુપર-8માં પહોંચી ગઈ છે, તો બીજી તરફ પાકિસ્તાન સુપર-8માંથી બહાર થવાનો ખતરો છે. પાકિસ્તાનની આગામી બે મેચ આયર્લેન્ડ અને કેનેડા સાથે થવાની છે.
આ પણ વાંચો - IND VS PAK: પાકિસ્તાનની હાર બાદ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો ખેલાડી, જુઓ VIDEO
આ પણ વાંચો - ક્રિકેટ જગતને લાગ્યો મોટો આંચકો, IND vs PAK મેચ બાદ આવ્યા આ ખરાબ સમાચાર
આ પણ વાંચો - Hardik Pandya પાકિસ્તાન સામે ચમક્યો, આ રેકોર્ડ પોતાના નામે કર્યો