Copa America Final :આર્જેન્ટિનાએ જીત્યું કોપા અમેરિકાનું ટાઇટલ
Copa America Final: આર્જેન્ટિનાએ સતત બીજી વખત કોપા અમેરિકાનું ટાઇટલ જીત્યું છે. કોલંબિયા સામેની ટાઈટલ મેચ નિર્ધારિત સમયે 0-0થી ટાઈ થઈ હતી. પહેલા એક્સ્ટ્રા હાફમાં પણ બંને ટીમો ગોલ કરી શકી ન હતી. પરંતુ 112મી મિનિટે લૌટારો માર્ટિનેઝે આર્જેન્ટિના માટે ગોલ કર્યો હતો. આ લીડ અંત સુધી જાળવી રાખી હતી અને મેસ્સીની ટીમ 1-0થી જીત મેળવીને ચેમ્પિયન બની હતી. આર્જેન્ટિનાએ 16મી વખત આ ટુર્નામેન્ટ જીતી છે. 2021માં ટીમે ટાઈટલ મેચમાં બ્રાઝિલને હરાવ્યું હતું.
લિયોનેલ મેસ્સી આખી મેચ રમ્યો નહોતો
લિયોનેલ મેસ્સી આખી કોપા અમેરિકા ફાઈનલ રમી શક્યો ન હતો. મેચના બીજા હાફમાં મેસ્સીને પગમાં ઈજા થઈ હતી. પગની ઘૂંટીમાં ઈજાના કારણે મેસ્સીને 66મી મિનિટે મેદાન છોડવું પડ્યું હતું. તે પણ બેન્ચ પર બેઠો હતો. તેના જમણા પગની ઘૂંટી પર આઈસ પેક હતું.
Say hello to your 16-time CONMEBOL Copa America™️ champion 🏆 pic.twitter.com/45aNRFmQhI
— CONMEBOL Copa América™️ ENG (@copaamerica_ENG) July 15, 2024
મેસ્સીની ચોથી આંતરરાષ્ટ્રીય ટ્રોફી
લિયોનેલ મેસ્સીની કારકિર્દીની આ ચોથી આંતરરાષ્ટ્રીય ટ્રોફી છે. 2021માં તેણે કોપા અમેરિકાના રૂપમાં તેની પ્રથમ ટ્રોફી જીતી હતી. આર્જેન્ટિનાએ 2022માં યુરો અને કોપા અમેરિકાના વિજેતાઓ વચ્ચે યોજાનાર આર્ટેમિયો ફ્રેન્ચી કપ પર પણ કબજો કર્યો હતો. તે જ વર્ષે મેસ્સીએ તેનો પ્રથમ ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો. હવે મેસ્સીની કેબિનેટમાં વધુ એક આંતરરાષ્ટ્રીય ટ્રોફી આવી છે.
આ પણ વાંચો - EURO-2024:સ્પેને ચોથી વખત યુરો કપ જીત્યો, ઈંગ્લેન્ડનું સપનું ફરી થયું ચકનાચૂર
આ પણ વાંચો - India-A Women Team Squad: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીયની ટીમ જાહેરાત
આ પણ વાંચો - Blood Cancer : ભૂતપૂર્વ ભારતીય કોચની બ્લડ કેન્સર સામે લડત, કપિલ દેવે કહ્યું હું મારા તફથી આ…