Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asia Cup 2023 : આજે ભારત અને નેપાળ વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત ખેલાડીઓ

એશિયા કપ 2023માં આજે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમવામાં આવશે. આ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ખાનગી કારણને લઈ મુંબઈ પરત આવ્યો છે. જેથી તે નેપાળ વિરુદ્ધ રમશે નહીં.  ...
asia cup 2023   આજે ભારત અને નેપાળ વચ્ચે થશે ટક્કર  જાણો સંભવિત ખેલાડીઓ

એશિયા કપ 2023માં આજે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમવામાં આવશે. આ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ખાનગી કારણને લઈ મુંબઈ પરત આવ્યો છે. જેથી તે નેપાળ વિરુદ્ધ રમશે નહીં.

Advertisement

ભારતીય ટીમે એશિયા કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ પાકિસ્તાન વિરુદ્ધ રમીને કર્યો હતો. આ મેચમાં વરસાદ વિલન બન્યો હતો. જેના કારણે મેચ રદ કરવી પડી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની ઈનિંગ પૂર્ણ થયા બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. જે બાદ આ મેચ રદ કરીને બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો.

Advertisement

પલ્લેકેલે સ્ટેડિયમની પિચ રિપોર્ટ

ભારત અને નેપાળ વચ્ચેની આ મેચ તે જ મેદાનમાં રમવામાં આવશે, જે મેદાનમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમવામાં આવી હતી. જો કે, વરસાદના કારણે ભારત-પાકિસ્તાન મેચ રદ કરવમાં આવી હતી. અહીં શરૂઆતમાં ફાસ્ટ બોલરને મદદ મળશે. જો કે, બોલ જુની થયા બાદ વિકેટ બેટ્સમેનને મદદ કરશે.

કેએલ રાહુલ નહીં રમે મેચ

BCCI ની મેડિકલ ટીમે કેએલ રાહુલની ફિટ જાહેર કર્યો છે. રાહુલે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધી છે. આમ છતાં તે નેપાળ વિરુદ્ધ મેચ રમશે નહીં. કારણ કે, રાહુલ 2 મેચ બાદ જ ઉપલબ્ધ થશે.

Advertisement

મેચ પ્રિડિક્શન

નેપાળ એક યુવા અને સારી ટીમ છે. આ ટીમમાં અનેક એવા ખેલાડી છે. જે મેચ વિનર સાબિત થઈ શકે છે, પરંતુ ટીમ ઈન્ડિયા એક મોટી ટીમ છે. ભારતીય ટીમ સરળતાથી આ મેચ જીતશે અને સુપર-4માં ક્વોલીફાઈ કરશે.

બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી.

નેપાળ- કુશલ ભુર્ટેલ, આસિફ શેખ(વિકેટકીપર), રોહિત પૌડેલ(કેપ્ટન), આરિફ શેખ, સોમપાલ કામી, ગુલસન ઝા, દીપેન્દ્ર સિંહ એરી, કુશલ મલ્લા, સંદીપ લામિછાને, કરણ છેત્રી અને લલિત રાજબંશી.

આ  પણ  વાંચો-કરો યા મરો મેચમાં બાંગ્લાદેશે કર્યું કમબેક, અફઘાનિસ્તાન વિરુદ્ધ મેળવી શાનદાર જીત

Tags :
Advertisement

.