Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ARSHDEEP SINGH : અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ,આ રેકોર્ડ પોતાના નામે કર્યો

ARSHDEEP SINGH : રોહિત શર્મા(Rohit Sharma)ની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે(INDIAN CRICKET TEAM) T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.12 જૂનના રોજ ટીમ ઈન્ડિયાએ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ન્યૂયોર્ક ખાતે સંયુક્ત યજમાન યુએસએ સામે રમાયેલી મેચમાં...
arshdeep singh   અર્શદીપ સિંહે t20 વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ આ રેકોર્ડ પોતાના નામે કર્યો

ARSHDEEP SINGH : રોહિત શર્મા(Rohit Sharma)ની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે(INDIAN CRICKET TEAM) T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.12 જૂનના રોજ ટીમ ઈન્ડિયાએ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ન્યૂયોર્ક ખાતે સંયુક્ત યજમાન યુએસએ સામે રમાયેલી મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ(ARSHDEEP SINGH)નું શાનદાર પ્રદર્શન (Best Bowler)જોવા મળ્યું હતું જેમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ભારતના પક્ષમાં રહ્યો હતો. ભારતીય ટીમે અમેરિકાને 20 ઓવરમાં 110ના સ્કોર પર રોકી દીધું હતું. અર્શદીપ સિંહે તેની 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જેની સાથે તેણે T20 વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિન(RAVICHANDRAN ASHWIN)નો 10 વર્ષ જૂનો રેકોર્ડ (Recorded)પણ તોડી હતો.

Advertisement

T20 વર્લ્ડ કપમાં ભારતનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન

અર્શદીપ સિંહે આ મેચમાં પોતાની પહેલી જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી જેમાં સાયાન જહાંગીર અને એન્ડ્રીસ ગોસની વિકેટ સામેલ હતી. અર્શદીપે નીતિશ કુમાર અને હરમીત સિંહના રૂપમાં આગામી બે શિકાર બનાવ્યા. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય ખેલાડી દ્વારા એક મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ હવે અર્શદીપ સિંહના નામે નોંધાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે હતો, જેણે 2014 T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મીરપુર મેદાન પર રમાયેલી મેચમાં 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં અર્શદીપ સિંહને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

Advertisement

T20 વર્લ્ડ કપ મેચમાં ભારતના શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન

  1. અર્શદીપ સિંહ – 9 રનમાં 4 વિકેટ (યુએસએ વિરુદ્ધ, વર્ષ -2024)
  2. રવિચંદ્રન અશ્વિન – 11 રનમાં 4 વિકેટ (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા- 2014)
  3. હરભજન સિંહ – 12 રનમાં 4 વિકેટ (વિ. ઈંગ્લેન્ડ- 2012)
  4. આરપી સિંહ - 13 રનમાં 4 વિકેટ (વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા-2007)
  5. ઝહીર ખાન – 19 રનમાં 4 વિકેટ (આયર્લેન્ડ વિરુદ્ધ- 2009)
  6. પ્રજ્ઞાન ઓઝા – 21 રનમાં 4 વિકેટ (વિ. બાંગ્લાદેશ- 2009)

આ પણ  વાંચો - IND vs USA  : ભારત સામે USA કરી શકે છે ઉલટફેર, આ ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન

આ પણ  વાંચો - New captain : કોણ છે ભારતીય ફૂટબોલ ટીમના નવા કેપ્ટન ?

Advertisement

આ પણ  વાંચો - IND vs PAK : વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાકના પૂર્વ ક્રિકેટરે હરભજનની માંગી માફી

Tags :
Advertisement

.