Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, આ સ્ટાર બોલરે કરી નિવૃત્તિની જાહેરાત

ICC વર્લ્ડ કપ 2023 પહેલા પાડોશી દેશ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી ઝડપી બોલર વહાબ રિયાઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે, તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. રિયાઝનું આંતરરાષ્ટ્રીય સ્તર પર લગભગ 15 વર્ષનું ક્રિકેટ કરિયર...
વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો  આ સ્ટાર બોલરે કરી નિવૃત્તિની જાહેરાત

ICC વર્લ્ડ કપ 2023 પહેલા પાડોશી દેશ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી ઝડપી બોલર વહાબ રિયાઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે, તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. રિયાઝનું આંતરરાષ્ટ્રીય સ્તર પર લગભગ 15 વર્ષનું ક્રિકેટ કરિયર હતું. આ દરમિયાન તેણે પાકિસ્તાન તરફથી બોલિંગ કરતા કુલ 237 સફળતાઓ હાંસલ કરી હતી. જ્યારે બેટિંગ કરીને 1200 રન બનાવવામાં સફળ રહી હતી.

Advertisement

વહાબ રિયાઝની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી કેવી રહી 

Advertisement

તેમની 15 વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન, વહાબ રિયાઝે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે કુલ 27 ટેસ્ટ, 91 ODI અને 36 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. દરમિયાન, તેણે 49 ટેસ્ટ ઇનિંગ્સમાં 34.51ની એવરેજથી 83 રન, 90 વનડેમાં 34.31ની એવરેજથી 120 રન અને 35 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં 28.56ની એવરેજથી 34 રન બનાવ્યા.

Advertisement

બેટિંગ કરતી વખતે, તેણે 41 ટેસ્ટ ઇનિંગ્સમાં 8.5ની એવરેજથી 306 રન, 66 વનડેમાં 14.51ની એવરેજથી 740 રન અને 18 ટી20 ઇનિંગ્સમાં 12.83ની એવરેજથી 154 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે ત્રણ અર્ધસદી છે. આ તમામ અર્ધશતક ODI ફોર્મેટમાં તેના બેટમાંથી બહાર આવ્યા હતા.

વહાબ રાજકારણમાં સક્રિય છે.

હાલમાં વહાબ રિયાઝ રમત કરતાં રાજકારણમાં વધુ સક્રિય જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં તેઓ પંજાબ પ્રાંતના રખેવાળ રમત મંત્રી તરીકે ચૂંટાયા છે.રિયાઝે નિવૃત્તિની જાહેરાત કરતી એક પોસ્ટ શેર કરી છે. જેના દ્વારા તેણે કહ્યું છે કે, 'અવિશ્વસનીય સફર બાદ મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. પીસીબી, મારો પરિવાર, કોચ, માર્ગદર્શક, ટીમના સાથી, ચાહકો અને મને ટેકો આપનાર દરેકનો ખૂબ ખૂબ આભાર.

આ  આપણ  વાંચો-રિષભ પંતે 9 મહિના બાદ રમી ક્રિકેટ મેચ, આગળ આવીને લગાવ્યા લાંબા છક્કા

Tags :
Advertisement

.