Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Social justice and empowerment, women and child welfare -મહીસાગરમાં પ્રકલ્પ પ્રદાન

Social justice and empowerment સામાજિક ન્યાય અને અધિકારીતા(Social justice and empowerment)વિભાગના નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર હસ્તકના ડો. બાબાસાહેબ આંબેડકર ભવન અને સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ લુણાવાડા તાલુકાના મોટા સોનેલાં ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો....
01:29 PM Jan 05, 2024 IST | Kanu Jani

Social justice and empowerment સામાજિક ન્યાય અને અધિકારીતા(Social justice and empowerment)વિભાગના નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર હસ્તકના ડો. બાબાસાહેબ આંબેડકર ભવન અને સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ લુણાવાડા તાલુકાના મોટા સોનેલાં ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર, સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રાજ્યકક્ષાના સામાજિક ન્યાય અને અધિકારીતા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીઓને લાભ આપવામાં આવી રહ્યા છે. શિક્ષણ ફક્ત લોકોની જીવનની [ ગુણ ગુણવત્તા જ સુધારતું નથી, તે પ્રગતિની તકો પણ પૂરી પાડે છે. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંકો દ્વારા ઘરે ઘરે જઈ નાગરિકોના બેંકના ખાતા ખોલાવ્યા છે. જેથી આજે દરેક નાગરિક બેંક અને ટેકનોલોજીથી અવગત થયા અને સરકારશ્રીની અનેક યોજનાના લાભો ડીબીટી મારફત બેંક ખાતામાં મોકલતા વચેટીયાઓથી નાગરિકોને દુર કરવાનું પ્રસંશનિય કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કરાયું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકારી કુમાર છાત્રાલય થકી મહીસાગર જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેમજ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહેશે. આ છાત્રાલયમાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા/જમવાની સગવડ સરકારશ્રી દ્વારા પુરી પાડવામાં આવનાર છે. જેથી મહીસાગર જીલ્લાના સંતરામપુર, કડાણા જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ(Social justice and empowerment, women and child welfare) મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજ શિક્ષણથી વંચિત હોય તો તે સમાજનો વિકાસ થતો નથી માટે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામડાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ દરેક લોકોને મળી રહે તે માટે જ્યાં શાળાઓની જરૂરિયાત હોય ત્યાં શાળાનું નિર્માણ કરી શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે સરકાર દ્વારા છાત્રાલયમાં રેહવાની અને જમવાની શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેના થકી દિકરીઓનું શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને દરેક છાત્રાલયમાં કોઈ પણ ભેદભાવ વગર મેરીટના આધારે વિધ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના સામાજિક ન્યાય અને અધિકારીતા(Social justice and empowerment), અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન અનુસૂચિત જાતિ ઉપરાંત અન્ય જાતિના લોકો પોતાની વંશપરંપરાગત સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જાહેર કાર્યક્રમો એક જ સ્થળે કરી શકે તે હેતુથી ભવનનો ઉપયોગ થઈ શકશે આમ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન સામાજિક સમરસતાનું એક શ્રેષ્ઠ પ્રતિક બની રહેશે. મહીસાગર જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે લુણાવાડામાં સરકારી કુમાર છાત્રાલયમાં ૧૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવે છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ, મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકશ્રી રચિત રાજ, જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ સેવક, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ માલીવાડ, અગ્રણી શ્રી દશરથભાઇ બારીયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: હસમુખ રાવલ, મહિસાગર

Tags :
GujaratGujarat FirstMahisagarSocial justice and empowerment
Next Article