Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share Market Today Update: રેકોર્ડ બ્રેક ઉછાળા બાદ Sensex અને Nifty થયા ધડામ!

Share Market Today Update: આ મહિનાના વધુ એક સપ્તાહના અંતિમ દિવસે Share Market માં મોટા પ્રમાણમાં ઘટાડો આવ્યો છે. જોકે 18 જુલાઈના રોજ આવેલા ઈન્ફોસિસના અહેવાલો અનુસાર આજરોજ Share Market માં ઉછાળો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. જોકે Share Market...
share market today update  રેકોર્ડ બ્રેક ઉછાળા બાદ sensex અને nifty થયા ધડામ

Share Market Today Update: આ મહિનાના વધુ એક સપ્તાહના અંતિમ દિવસે Share Market માં મોટા પ્રમાણમાં ઘટાડો આવ્યો છે. જોકે 18 જુલાઈના રોજ આવેલા ઈન્ફોસિસના અહેવાલો અનુસાર આજરોજ Share Market માં ઉછાળો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. જોકે Share Market માં ઘટાડો આવ્યા છતાં, અનેક Share માં વધારો નોંધાયો હતો. ત્યારે આજરોજ BSE Sensex અને Nifty ભારે ઘટાડા સાથે બંધ થયા છે.

Advertisement

  • Small Cap 100 માં 2% નો ઘટાડો આવ્યો

  • IT સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયો

  • 9 Share માં 3% થી વધુનો ઘટાડો થયો

આજરોજ BSE Sensex માં 739 પોઈન્ટના ઘટાડા સાથે 80604 ની સપાટીએ આવીને બંધ થયો છે. ત્યારે Nifty એ 270 પોઈન્ટના ઘટાડા સાથે 24531 ની સપાટીએ બંધા થયો છે. ત્યારે આજરોજ ભારતીય Share Market ના દરેક ખૂણે ભારે નુકસાન નોંધાયું છે. તે ઉપરાંત Nifty Nest 50, Mid Cap 50 અને Small Cap 100 માં 2% નો ઘટાડો આવ્યો છે. તો આજરોજ સૌથી વધુ નુકસાન Metal Share માં નોંધાયું છે.

IT સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયો

Advertisement

ત્યારે BSE કંપનીના Share ની કુલ કિંમત 446.25 લાખ કરોડ રૂપિયાએ પહોંચી છે. તો આજરોજ 235 Share માં વધારો અને 354 Share માં ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધી આ વર્ષના સૌથી વધુ કમાણી કરનાર Share ની સંખ્યા 194 સામે આવી છે. તો તેની વિરૂદ્ધ 27 Share માં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. IT સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયો છે. જોકે અગાઉ ઇન્ફોસિસમાં બહોળો ઉછાળો હોવાથી તેમાં ઘટાડો મર્યાદિત રહ્યો છે.

9 Share માં 3% થી વધુનો ઘટાડો થયો

તે ઉપરાંત Nifty ના 46 Share માં આજે ઘટાડો આવ્યો છે. તો બીજી તરફ ITC અને Asian Paint ના Share માં 0.6% નો વધારો નોંધાયો છે. આજરોજ સૌથી વધુ ઘટાડો Share Market માં TATA Steel અને JSW Steel માં 4% નો ઘટાડો નોંધાયો છે. BPCL અને Hindalco માં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે Nifty માં સમાવિષ્ટ 9 Share માં 3% થી વધુનો ઘટાડો થયો છે.

Advertisement

આ પણ વાંચો: Crypto Exchange: ભારતના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ પર થઈ કરોડની ચોરી

Tags :
Advertisement

.