Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

36 કરોડથી વધુના ખર્ચે રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડીંગની કાયાકલ્પ થશે

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ  આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ...
36 કરોડથી વધુના ખર્ચે રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડીંગની કાયાકલ્પ થશે

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ 

Advertisement

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને અનેક લોકકલ્યાણ કારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડી "જ્યાં માનવ ત્યાં સુવિધા"ના સૂત્ર ને સાર્થક કરી રહી છે

રાજકોટ જિલ્લા પંચાયતના દાયકાઓ જુના બિલ્ડીંગના સ્થાને નવું આધુનિક સુવિધાસભર બિલ્ડીંગ બનાવવાના પ્રોજેક્ટની પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરે પોતાના કાયકાળ દરમ્યાન રાજકોટ જિલ્લા પંચાયતની સ્વભંડોળ માટેની સ્ટેમ્પ ડ્યુટીની આવક સતત ઘટતી જતી હોઇ રાજકોટ જીલ્લા પંચાયત માટે આવકનું નવા સ્ત્રોત ઊભા કરવાના રાજકોટ જિલ્લા પંચાયત વિસ્તારના હાઇવે પરની જગ્યાઓમાં હોર્ડિંગ્સ ઊભા કરી ભાડાની આવક વધારવા અને આવકના નવા સ્ત્રોત ઉભા કરવા સતત પ્રયત્નો કર્યા હતા, અને આવાજ અભિગમ થી તેમજ જીલ્લા પંચાયત ને આત્મનિઁભર બનાવવાના ઉમદા હેતુથી નવા પંચાયત ભવનના બિલ્ડિંગ ની દરખાસ્ત સરકારશ્રી સમક્ષ મોકલાવેલ.

Advertisement

આગળના ભાગની રોડ પરની જગ્યા ખુલી કરી ત્યાં કોમર્શિયલ બાંધકામો દ્વારા ભાડાની તથા હોર્ડીંગ્સ દ્વારા આવકના નવા સ્ત્રોત

હાલનું જિલ્લા પંચાયત ભવનનું બિલ્ડીંગ ૧૩૦૦૦ સ્ક્વેર મીટર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલુ અને રાજકોટ શહેરના હાર્દમાં યાજ્ઞિક રોડ ઉપર અને રેસકોર્સ ચોકમાં વિશાળ શોરુમો ધરાવતા અતીશય કીમતી વિસ્તારમાં આવેલું હોય ત્યારે આ નવા પંચાયત ભવનના બિલ્ડીંગ નું નિર્માણ ૩૦૦૦ સ્ક્વેર મીટર કાપેઁટ એરિયામાં ૧૩૦૦૦ સ્ક્વેર મીટરનુ બાંધકામ થવાથી આગળના ભાગની રોડ પરની જગ્યા ખુલી થવાથી અતિ કિંમતી અને મોકાની આ જગ્યા પર કોમર્શિયલ બાંધકામો દ્વારા ભાડાની તથા જાહેર ખબરના હોડીઁગો દ્વારા આવકના નવા સ્ત્રોત ઉભા કરી કાયમી ઘોરણે જીલ્લા પંચાયત સ્વભંડોળની આવક વધારવામા સરકારમાં કરેલી દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી છે અને આ માટે ૩૬.૫૦ કરોડ મંજૂર કર્યા છે.

Advertisement

દિવાળી પહેલાની સૌથી મોટી ભેટ
રાજકોટ જિલ્લા પંચાયતનો આ મહત્વનો પ્રોજેક્ટ મંજૂર કરવા બદલ પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર અને વર્તમાન પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ , પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, કેબિનેટ અને રાજકોટ જીલ્લા પ્રભારી મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલ, કેબિનેટ મંત્રીશ્રીઓ કુંવરજીભાઈ બાવળિયા તથા ભાનુબેન બાબરીયા અને રાજકોટ જીલ્લાના સાંસદશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ તેમજ જીલ્લા ભાજપના હોદ્દેદારો સહીત સમગ્ર નેતાગીરીનો આભાર માની જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સરકારની આ દિવાળી પહેલાની સૌથી મોટી ભેટ છે.

ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ સારી સુવિધા આધુનિક ટેકનોલોજી સાથે આપી શકાશે

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરે આ અંગે એક નિવેદનમાં સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે નવા સુવિધાસભર આધુનિક બિલ્ડીંગ મંજુર કરવાથી કર્મચારીઓને કાર્યદક્ષતામાં વધારો થશે અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ સારી સુવિધા આધુનિક ટેકનોલોજી સાથે આપી શકાશે. તેમજ નવા ભવનમાં ઓડીટોરીયમ, ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આધાર કાર્ડ તેમજ વિવિધ સરકારી યોજનાઓ ના માહીતી કેન્દ્રો સહીત ની સુવિધા થી યુક્ત કરવા મા આવશે. ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના ઉપસચિવ પિયુષ રાજવંશીએ આ સંદર્ભે જિલ્લા પંચાયતને એક પરિપત્ર પાઠવીને આ પ્રોજેક્ટ મંજૂર થયો છે અને તે માટે ૩૬.૫૦ કરોડના કામને વહીવટી બહાલી આપવામાં આવી હોવાની જાણ કરી છે.

૧૩૦૦૦ ચોરસ મીટર જગ્યામાં નવા બહુમાળી બિલ્ડીંગનું નિર્માણ થશે

૧૩૦૦૦ ચોરસ મીટર જગ્યામાં નવા બહુમાળી બિલ્ડીંગનું નિર્માણ થવાનું છે અને તેમાં મેઈન બિલ્ડિંગ ઉપરાંત પીવાના પાણી, ગટર, ઇન્ટીરિયર ડિઝાઇનિંગ, ફર્નિચર, ફાયર સેફટીના સાધનો, ઇન્ટર્નલ રોડ, કમ્પાઉન્ડ વોલ પાર્કિંગ શેડ, ઇલેક્ટ્રીકેશન, આધુનિક કક્ષાની લિફ્ટ જેવા કામો થઈ શકશે. રાજકોટ જિલ્લા પંચાયતના દાયકાઓ જુના બિલ્ડીંગના સ્થાને નવું આધુનિક બિલ્ડીંગ બનાવવાના કામ માટે પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર ઘણા સમયથી જહેમત ઉઠાવી રહ્યા હતા. પંચાયત વિભાગે તારીખ ૨૦ જુલાઈના રોજ આ સંદર્ભે રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો હતો અને રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગની ડિટેઈલ દરખાસ્ત મોકલી હતી. સરકારે આ દરખાસ્ત મંજૂર કરી છે.

આ કામ ત્રણ વર્ષની સમય મર્યાદામાં પૂરું કરવા માટે જણાવ્યું છે

પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા સોઇલ ટેસ્ટિંગ કરાવવામાં આવશે અને તેનો રિપોર્ટ આવી ગયા બાદ માર્ગ મકાન વિભાગ પાસે ડિઝાઇન બનાવી તાંત્રિક મંજૂરી મેળવીને એજન્સી નક્કી કરવામાં આવશે. સરકારે જે મંજૂરીનો પત્ર આપ્યો છે તેમાં આ કામ ત્રણ વર્ષની સમય મર્યાદામાં પૂરું કરવા માટે જણાવ્યું છે. નવું બિલ્ડીંગ ગ્રીન બિલ્ડિંગ બની રહે તે અભિગમ મુજબ બાંધકામ અને ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. સરકારે ૩૬.૫૦ કરોડ મંજૂર કર્યા છે તેનો 25% મુજબનો પ્રથમ હપ્તો આગામી દિવસોમાં વિકાસ કમિશનર દ્વારા રિલીઝ કરવામાં આવશે.

રાજકોટ શહેરની સોનાની લગડી જેવી જગ્યામાં રાજકોટ જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ આવેલું છે. આ પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપતા હવે તે પણ સરકારની અન્ય કચેરીઓની માફક આધુનિક સાધન સુવિધા સભર બની જશે. સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હોવાની જાણ થતા જ જિલ્લા પંચાયતના સભ્યોમાં અને હોદ્દેદારો માં આનંદની લહેર છવાઈ ગઈ છે.

Tags :
Advertisement

.