Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pune Accident: NCP પાર્ટીના નેતાના દીકરાએ નશામાં SUV ચાલાવી ટ્રકને મારી ભયાવહ ટક્કર!

Pune Accident: Pune ના Deputy Mayor અને NCP શરદ પવારની પાર્ટી પક્ષના નેતા બંધુ ગાયકવાડના પુત્રે (Saurabh Gaikwad) એક ટ્રકને અડફેટે લીધો હતો. બંધુ ગાયકવાડના પુત્રે પૂરપાટે SUV ચલાવીને ટ્રકને અડફેટે લીધો હતો. ત્યારે આ ભયાવહ અકસ્માતમાં બે લોકોના મોત...
09:46 PM Jul 18, 2024 IST | Aviraj Bagda
Son Of Sharad Pawar's Party Leader, Allegedly Drunk, Crashes SUV In Pune

Pune Accident: Pune ના Deputy Mayor અને NCP શરદ પવારની પાર્ટી પક્ષના નેતા બંધુ ગાયકવાડના પુત્રે (Saurabh Gaikwad) એક ટ્રકને અડફેટે લીધો હતો. બંધુ ગાયકવાડના પુત્રે પૂરપાટે SUV ચલાવીને ટ્રકને અડફેટે લીધો હતો. ત્યારે આ ભયાવહ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જોકે મળતી માહિતી મુજબ જ્યારે આ અકસ્માત થયો ત્યારે બંધુ ગાયકવાડનો પુત્ર Saurabh Gaikwad દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો.

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 17 જુલાઈની સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ખાલી રોડ પર એક ટ્રકમાં ચિકન લઈને જઈ રહ્યો હતો, તે દરમિયાન સામેથી એક SUV આવે છે અને ટ્રક સાથે અથડાઈ જાય છે. બનાવને પગલે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.

Saurabh Gaikwad દારૂના નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો

આ અકસ્માત બાદ મરઘીઓ પણ રસ્તાના કિનારે પડી જાય છે. અકસ્માતમાં ટ્રકમાં મુસાફરી કરી રહેલા Saurabh Gaikwad અને બંને યુવકોને ઈજા થઈ હતી. પોલીસે Saurabh Gaikwad સામે ગુનો નોંધ્યો છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો ત્રણેયને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે. એવું સામે આવ્યું છે કે NCP નેતાનો પુત્ર Saurabh Gaikwad દારૂના નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

વર્લીમાં એક સ્કૂટરને BMW કાર સાથે ટક્કર મારી

તમને જણાવી દઈએ કે આ પહેલા પુણેમાં એક પોર્શ કારે બાઇકને ટક્કર મારી હતી. દારૂના નશામાં 17 વર્ષનો યુવક કાર ચલાવી રહ્યો હતો. આ દુર્ઘટનાના બે મહિના પછી, 7 જુલાઈના રોજ પુણેમાં જ શિવસેનાના નેતા રાજેશ શાહના પુત્ર મિહિર શાહે વર્લીમાં એક સ્કૂટરને BMW કાર સાથે ટક્કર મારી હતી. જેમાં 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: Brain Excercise: માત્ર આ 4 કસરતો કરવાથી મગજની યાદ શક્તિમાં થશે વધારો

Tags :
Drunken drivingGujarat FirstPUNE ACCIDENTPune crashPune Road Accidentpune suv crashsaurabh gaikwadsaurabh gaikwad road accidentSUV tempo truck crash
Next Article