વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અમેરિકા યાત્રા - THE LION RORES
અહેવાલઃ કનુભાઇ જાની, વરિષ્ઠ પત્રકાર
વડાપ્રધાનની અમેરિકા યાત્રા પર સમગ્ર વિશ્વની નજર હતી. આ એક મુલાકાતથી ઘણા દેશોમાં Geo-political ફેરફાર થશે એ સ્વાભાવિક છે.વડાપ્રધાન મોદીજીની આ મુલાકાત આટલી મહત્વની કેમ? સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં ભારતના ત્રીજા વડાપ્રધાન છે જેમને અમેરિકાએ સ્ટેટ ગેસ્ટ તરીકે નિમંત્ર્યા છે. એક વાત નોંધપાત્ર છે કે યુએસએ ખાસ પસન્દગીના મહાનુભાવોને જ સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપે છે.મોદીજી એમાંના એક છે.
15 વર્ષે ભારતના વડાપ્રધાનને સ્ટેટ ગેસ્ટ બનવાયા છે
2008માં એટ્લે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ પહેલાં મનમોહનસિંઘને અમેરિકાએ સ્ટેટ ગેસ્ટ તરીકેનો લાભ આપેલો.એ પછી 15 વરસે ભારતના વડાપ્રધાનને સ્ટેટ ગેસ્ટ બનવાયા છે. મનમોહનસિંઘ જ્યારે અમેરિકા ગયેલા ત્યારે દ્વિપક્ષીય 123(એકસો ત્રેવીસમો કરાર તરીકે જાણીતો છે) એગ્રીમેન્ટ ઓફ સિવિલ ન્યૂક્લિયર થયેલો.
સરખામણી 2008 અને 2023 વચ્ચેની છે, આટલા વર્ષોમાં ભારત વિકાસની હરણફાળ સાથે ક્યાંનું ક્યાં પહોંચી ગયું તે જોઇએ
દેશનો GDP હતો 800 મિલિયન ડોલર જે હાલ 295 ટ્રિલિયન ડોલર છે. FDI 1.75 બિલિયન ડોલર હતું, તે હાલ 375 ટ્રિલિયન ડોલર્સનું છે.દ્વિપક્ષીય વ્યાપાર 26 બિલિયન ડોલર્સનો હતો તે હાલ 159 બિલિયન ડોલર્સનો છે. ભારતે બતાવી આપ્યું કે એની પાસે ક્ષમતા છે,શક્તિ છે. જગતજમાદાર યુએસએ ભારતને નવાં આયામ આપનાર કર્મયોગીને હરખે વધાવે એ સ્વાભાવિક છે.
વડાપ્રધાન મોદીના સંબોધન દરમ્યાન પંદર પંદર વખત સ્ટેન્ડિંગ ઓવેશન
નરેન્દ્ર મોદી અગાઉ પણ અમેરિકા ગયેલા ત્યારે પણ ભારતીય ડાયસ્પોરાએ એમનું ભવ્ય સ્વાગત કરેલું.ત્યારેય સમગ્ર અમેરિકા મોદીમય થઈ ગયેલું પણ આ મુલાકાતેતો ઇતિહાસ રચ્યો.વ્હાઇટ હાઉસ મોદીજીના પ્રશંસકો માટે ખુલ્લુ મૂકાયએ નાની વાત નથી.ચાલો મોદીજીની દરેક વાતનો વિરોધ કરનાર કહે કે 'એ બધા તો ભારતીય હતા એટ્લે મોદી-મોદી થઈ ગયું. પણ ભાઈ, યુએસ કોંગ્રેસમાં મોદીજીનું સ્વાગત જે રીતે થયું એમાં તો બધા ત્યાંના સેનેટર્સ હતા.વડાપ્રધાન મોદીના સંબોધન દરમ્યાન પંદર પંદર વખત સેનેટર્સ મોદી-મોદીના નારા સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપે એ તો વિશ્વ માટે અદ્વિતીય ઘટના છે.
દેશપ્રેમ અને આત્મવિશ્વાસ. આ બંને પરિબળો મોદીજીમાં છલોછલ ભરેલાં છે
અત્યાર સુધી ભારતમાંથી લગભગ દરેક વડાપ્રધાન અને ઘણા સત્તાધીશો અમેરિકાની મુલાકાતે ગયેલા છે તો મોદી મેજિક કેમ? એક જ કારણ છે. દેશપ્રેમ અને આત્મવિશ્વાસ આ બંને પરિબળો મોદીજીમાં છલોછલ ભરેલાં છે. નોધ્યું હશે કે એમના દરેક સંબોધનોમાં ક્યાંય 'હું' નહોતો.દેશના 140 કરોડ ભારતવાસીઓ વતીથી જ એ બોલતા હતા. એક કડવી વાત-અત્યાર સુધી કોઈ ભારતીય નેતા અમેરિકા કે કોઈ બીજા દેશમાં શ્રી નરેન્દ્ર મોદી જેવો પ્રભાવ કેમ પાડી શક્યા નથી? કારણ દેશદાઝ અને આત્મવિશ્વાસનો અભાવ. પાંચ હજાર રોજગાર ઊભા થશે એ લટકામાં.બંને દેશો વચ્ચે ઘણા કરાર થયા. આ કરાર માત્ર અર્થવ્યવસ્થાને ધ્યાને રાખી નથી થયા.ચીન અમેરિકાના સંબંધો ઘણી બાબતોમાં ક્લિષ્ટ છે.ખાસ તો હથિયારો અને ન્યુક્લિયર ટેકનૉલોજિ બાબતે.નરેન્દ્ર મોદીએ આ દુખતી નસ દબાવી.
માઈક્રોન કંપની સાથે 2.7 મિલિયન ડોલર્સની એક ડીલ કરવામાં આવી
ઇન્ટેલ કોર્પોરેશનના ક્રેગ બેરેટ કહે છે કે સેમિકંડક્ટર એક જટિલ અને બહુ જ મહત્વનુ ડિવાઇસ છે જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે અતિ મહત્વનુ છે. જે દેશ પાસે સેમિકંડક્ટર ટેકનૉલોજિ હશે એ દેશ ઔધ્યોગિક અર્થતંત્રમાં અગ્રેસર બનશે જ. અમેરિકા બેઝ્ડ સેમિકંડક્ટર ચિપ્સ બનાવતી માઈક્રોન કંપની સાથે 2.7 મિલિયન ડોલર્સની એક ડીલ કરવામાં આવી માઈક્રોન ભારતમાં સેમિકંડક્ટર ચિપ્સ નો એક પ્લાન્ટ ખોલશે. આ છે મોદીજીની કુશાગ્ર બુધ્ધિનો જીવંત પૂરાવો.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી આ ટ્રેન્ડ બદલી નાંખ્યો
વડાપ્રધાનશ્રીની વિદેશયાત્રા હોય એટ્લે પત્રકારોને તો જલ્સા પડી જતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી એ ટ્રેન્ડ જ બદલી નાંખ્યો. માત્ર ચૂનંદા અને નીવડેલા પત્રકારો જ એમના કાફલામાં હોય અને પહેલાં તેમને જે લાભ મળતા એ ભૂતકાળ બની ગયો. ગુજરાત માટે ગર્વની વાત એ છે કે ગુજરાતી ન્યૂઝ ચેનલ્સમાથી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ્સને પ્રતિનિધિત્વ મળ્યું. ચેનલહેડ શ્રી વિવેક ભટ્ટની પસંદગી થઈ. વ્હાઇટ હાઉસમાથી પહેલીવાર લાઈવ ટેલિકાસ્ટિંગનો શ્રેય ગુજરાત ફર્સ્ટ ચેનલને ફાળે નોંધાયો.