Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Porbandar: બારેમેઘ ખાંગા, 14 ઈંચ વરસાદથી રેલવેટ્રેક ધોવાયા

Porbandar: મેઘરાજાએ પોરબંદર જિલ્લાને ઘમરોળી નાખ્યું છે, હવે સ્થિતિ એવી દ્રશ્યમાન થઈ રહી છે કે, જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સવર્ત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બીજી તરફ ભારે વરસાદના પગલે શહેરીજીવનની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત...
07:50 PM Jul 19, 2024 IST | Hiren Dave

Porbandar: મેઘરાજાએ પોરબંદર જિલ્લાને ઘમરોળી નાખ્યું છે, હવે સ્થિતિ એવી દ્રશ્યમાન થઈ રહી છે કે, જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સવર્ત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બીજી તરફ ભારે વરસાદના પગલે શહેરીજીવનની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોની મુશ્કેલી ઓછી હોય તેમ પોરબંદર જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળતા રેલવે વ્યવહાર ખોરવાયો છે

વરસાદના કારણે રેલ્વે ટ્રેકનું ધોવાણ

પોરબંદરથી ઉપડતી ટ્રેનો ઉપર પણ વરસાદની અસર પડી છે, ત્યારે પોરબંદર થી દ્વારકા જતા આદિતપરા પાસે આવેલ ઓવરબ્રિજ નીચે ભારે વરસાદના કારણે રેલ્વે ટ્રેકનું ધોવાણ થયું છે જેના કારણે પોરબંદર થી ઉપડતી ટ્રેનોને પણ અસર થઈ છે ત્યારે તંત્ર દ્વારા પાણીના નિકાલમાં કોઈ કામગીરી ન કરવામાં આવતા મોટાભાગના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાતા પરેશાની ભોગવી રહ્યાં છે, પરિણામે લોકોમાં તંત્ર પ્રત્યે રોષ પણ ફેલાયો છે.

રેલવે ટ્રેક ધોવાતા પોરંબદરથી ઉપડતી અને આવતી ટ્રેનોને અસર

વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે, જેની વિગતો નીચે મુજબ છે.પોરબંદરમાં ગઈકાલથી જ વરસતા વરસાદે શહેર વરસાવી હોય તેમ વર્તાઈ રહ્યું છે પોરબંદરમાં ગઈકાલે સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આખી રાત વરસાદ વરસ્યો હતો અને વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ પોરબંદર શહેરના સુદામા ચોક સહિત જીઆઇડીસી રાજીવ નગર અને કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી પાણી કરી દીધું છે ત્યારે છાયા ના નીચેના રોડ પર પણ અનેક રસ્તાઓ પર અને લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે લોકોએ આખી રાત પાણીમાં વિતાવી પડી હતી.

પોરબંદરના આસપાસના ગામડાઓમાં હોનારત જેવી સ્થિતિ

પોરબંદરના ફટાણા, બોરીચા અને બગવદર તથા કિંદરખેડા સહિતના ગામડાઓમાં ચારેકોર પાણી ભરાતા અનેક લોકો ફસાયા હતા, પોરબંદરના ભારવાળા ગામે સાત લોકો તથા કિંદરખેડા ગામે બે લોકો અને બગવદર ગામેે પાણીમાં ફસાયેલા બે લોકોને સહિત કુલ 11 લોકોનું ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું હતું.

15 થી વધુ વૃક્ષ ધરાશાહી

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલથી અત્યાર સુધીમાં 15 થી વધુ જેટલા વૃક્ષો ધરાશાહી થયા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે જઈને વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું હતું જો કે યુગાન્ડા રોડ પર એક મહાકાય વૃક્ષ બે કાર પર પડતા કારને નુકસાની પહોંચી હતી આ ઉપરાંત મુખ્ય રસ્તા ઉપર પણ અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે.

આ પણ  વાંચો  -Junagadh નુ મટિયાણા ગામ જળબંબાકાર,,જુઓ Drawn Video

આ પણ  વાંચો  -Chandipura Virus :ચાંદીપુરા વાયરસથી બચવા સરકારે જણાવ્યો સચોટ ઉપાય

આ પણ  વાંચો  -VADODARA : પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે - હર્ષ સંઘવી

Tags :
DharampurFloodGujarati NewsPorbandarRainRain #HeavyRainfalltrain
Next Article