Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મણિનગરમાં દારુ પીને અકસ્માત સર્જનારને પોલીસે ભણાવ્યો પાઠ, જાહેરમાં કરી ધોલાઇ

અમદાવાદના મણીનગરમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનાર આરોપીઓને પોલીસે સારી પેઠે મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે આરોપીઓની લાકડીથી પીટાઇ કરી હતી.. આરોપીઓની પીટાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પોલીસ કર્મી આરોપીની લાકડીથી ધોલાઇ કરી રહ્યા છે.....
મણિનગરમાં દારુ પીને અકસ્માત સર્જનારને પોલીસે ભણાવ્યો પાઠ  જાહેરમાં કરી ધોલાઇ

અમદાવાદના મણીનગરમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનાર આરોપીઓને પોલીસે સારી પેઠે મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે આરોપીઓની લાકડીથી પીટાઇ કરી હતી.. આરોપીઓની પીટાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પોલીસ કર્મી આરોપીની લાકડીથી ધોલાઇ કરી રહ્યા છે.. પહેલા નશાની હાલતમાં કાર ડ્રાઇવ કરનાર કેદાર દવેની ધોલાઇ કરવામાં આવે છે ત્યારબાદ કેદાર દવેને જે દારુ સપ્લાય કરતો હતો તે જયશીલ ઠાકોરની ધોલાઇ કરવામાં આવે છે. જયશીલના પિતા પાસે દારુની પરમીટ છે... જેનો મીસયુઝ કરીને તે દારુ મેળવીને કેદારને આપતો હતો. પોલીસે આરોપીઓની પીટાઇ  કર્યા બાદ બન્ને આરોપીઓને પીસીઆર વેનમાં  બેસાડીદીધા હતા.

Advertisement

મહત્વપૂર્ણ છે કે આ ઘટનામાં  ધૂત અને પુરપાટ ઝડપે કાર ચલાવીને જઈ રહેલા  કેદાર દવેએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કારે પહેલા બાંકડાને ટક્કર મારી હતી ત્યાર બાદ ચારથી પાંચ પલટી ખાઈ ગઈ હતી...જેમાં બાંકડા પર બેઠેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગૂનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી હતી. જે કારથી અકસ્માત થયો તેમાંથી દારુની બોટલ પણ મળી આવી હતી... આ ઘટના બાદ પોલીસે ડ્રાઇવ કરી રહેલા કેદાર દવે સહિત ત્રણ નબીરાઓની ધરપકડ કરી હતી.

Advertisement

Tags :
Advertisement

.