Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમયની પહેલાજ લક્ષ્યોને હાંસલ કરીએ છીએ, PM મોદીનું લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન

વડાપ્રધાન મોદીએ આજે 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કર્યુ. આ પીએમ મોદીનું સ્વતંત્રતા દિવસ પર સળંગ 10મું સંબોધન હતું. 2024ની ચૂંટણી પહેલાનું આ સંબોધન અનેક બાબતોને લઇને ખુબજ ખાસ માનવામાં આવે છે. 3 દુષણ...
સમયની પહેલાજ લક્ષ્યોને હાંસલ કરીએ છીએ  pm મોદીનું લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન

વડાપ્રધાન મોદીએ આજે 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કર્યુ. આ પીએમ મોદીનું સ્વતંત્રતા દિવસ પર સળંગ 10મું સંબોધન હતું. 2024ની ચૂંટણી પહેલાનું આ સંબોધન અનેક બાબતોને લઇને ખુબજ ખાસ માનવામાં આવે છે.

Advertisement

3 દુષણ સામે લડવાની અપીલ

પીએમ મોદીએ ભ્રષ્ટાચાર-કુટુંબવાદ અને તૃષ્ટિકરણ જેવા 3 દુષણ સામે લડવાની અપીલ કરી.આ એવી બાબતો છે, જે આપણા દેશના લોકોની આકાંક્ષાઓ પર પ્રશ્નાર્થ ઉભા કરે છે. આપણે ભ્રષ્ટાચાર સામેની લડાઇ આગળ વધારવી પડશે, પીએમ મોદીએકહ્યુ ભ્રષ્ટાચાર અને પરિવારવાદે દેશને જકડી રાખ્યો છે, આ દેશ માટે કમનસીબી લાવી છે. આજે દેશમાં આવી વિકૃતિ આવી છે, વંશવાદી પક્ષોનો જીવનમંત્ર એ છે કે તેમનો રાજકીય પક્ષ પરિવારનો , પરિવાર માટેનો અને પરિવાર દ્વારા ચાલતો પક્ષ બની જાય છે. તેઓ સામર્થ્યને સ્વીકાર નથી કરતા.

Advertisement

સપના ઘણા છે, નીતિઓ સ્પષ્ટ છે - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, સપના ઘણા છે, નીતિઓ સ્પષ્ટ છે. નિયતની સામે કોઈ પ્રશ્નાર્થ ચિન્હ નથી, પરંતુ કેટલાક સત્યો સ્વીકારવા પડશે. આજે હું તેના ઉકેલ માટે લાલ કિલ્લા પરથી તમારી મદદ લેવા આવ્યો છું. હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. અનુભવના આધારે હું કહું છું કે આપણે એ બાબતોને ગંભીરતાથી લેવી પડશે, આઝાદીના સુવર્ણકાળમાં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે વિશ્વમાં વિકસિત ભારતનો ત્રિરંગો ઝંડો હોવો જોઈએ. સહેજપણ અટકવું નથી. સુચિતા, પારદર્શિતા, નિષ્પક્ષતાની જરૂર છે. આ ગુણોને વિકસાવવાનો આપણો સામૂહિક પ્રયાસ હોવો જોઈએ. તેમણે કહ્યું કે, ભારતની ક્ષમતામાં ક્યારેય કોઈ કમી નથી. આ દેશ એક સમયે સોને કી ચીડીયા હતો., આપણે ફરીથી તેને એ સ્થિતિમાં લઇ જવાનો છે.

Advertisement

આતંકી ઘટનાઓ હવે ભૂતકાળ બની 

પીએમ મોદીએ કહ્યું, આતંકવાદી હુમલામાં ઘટાડો થયો છે. નક્સલવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા અમે ખેડૂતોના ખાતામાં 2.5 લાખ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. દરેક ઘરમાં શુદ્ધ પાણી પહોંચી રહ્યુ છે, અમે જલ જીવન મિશન પર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે! અમે આયુષ્માન ભારત યોજના હેઠળ 70 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેથી ગરીબોને દવાઓ મળે, તેમની સારી સારવાર થાય. અમે પશુધનને બચાવવા માટે રસીકરણ માટે લગભગ 15 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે!

સંતુલિત વિકાસ જરૂરી 

પીએમ મોદીએ કહ્યું, આપણે  સંતુલિત વિકાસ પર ભાર મૂકવો પડશે. જો આપણા શરીરનો કોઈપણ ભાગ અવિકસિત રહે તો આપણું શરીર વિકસિત ન ગણાય. તેવી જ રીતે, જો ભારતનો કોઇપણ હિસ્સો વિકાસથી વંચિત રહે તો  ભારતનો વિકાસ થયો ન કહી શકાય.  ભારત લોકશાહીની માતા છે. ઘણી ભાષાઓ છે. આપણે આગળ વધવાનું છે. હું દેશની એકતાની વાત કરું છું, મણિપુરમાં હિંસા થાય તો મહારાષ્ટ્રમાં દુ:ખ થાય છે. . આસામમાં પૂર આવે છે, કેરળના લોકો બેચેન થઇ જાય છે.

સમયની પહેલાજ લક્ષ્યોને હાંસલ કરી રહ્યા છીએ 

પીએમ મોદીએ કહ્યું કે અમે ખેલાડીઓને ખાસ ટ્રેનિંગ આપી રહ્યા છે.. આજે  ભારત જૂની વિચારસરણી છોડીને લક્ષ્યો હાંસલ કરવાની દિશામાં કામ કરી રહ્યુ છે.. જેમ અમે કહેતા આવ્યા છીએ કે અમે જે યોજનાઓનો શિલાન્યાસ કરીએ છીએ તેનું ઉદઘાટન પણ અમે જ કરીએ છીએ. આપણે આઝાદીના અમૃત મહોત્સવમાં 50 હજાર અમૃત સરોવરની કલ્પના કરી હતી. આજે 75 હજાર અમૃત સરોવર બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચાડી છે. માતાઓ-બહેનો માટે શૌચાલયો બનાવ્યા છે. અમે સમય પહેલા લક્ષ્યો હાંસલ કરી રહ્યા છીએ. 200 કરોડ રસીકરણનું કામ કર્યુ છે.. આ સાંભળીને લોકો ચોંકી રહ્યા છે.. અમે 6G માટે તૈયારી કરી રહ્યા છીએ.

વિશ્વકર્મા યોજનાની કરી જાહેરાત

વડાપ્રધાન મોદીએ કહ્યું, મારા પરિવારજનો જ્યારે 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવે છે ત્યારે કેવા પ્રકારની યોજનાઓ મળી છે. પીએમ સ્વાનિધિ યોજના, આવાસ યોજનાનો લાભ મળ્યો. અમે વિશ્વકર્મા જયંતિ પર 13 થી 15 હજાર કરોડ રૂપિયા સાથે નવી તાકાત આપવા માટે આગામી મહિનામાં વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજના શરૂ કરીશું.

દેશ મણિપુરના લોકો સાથે

વડાપ્રધાન મોદીએ કહ્યું, હું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર તમામ બહાદુરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ગત દિવસોમાં મણિપુરમાં હિંસાનો સમય હતો. મા-દીકરીઓના સન્માન સાથે ખિલવાડ થયો, પરંતુ આજે ત્યા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ સ્થાપિત થઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકોની સાથે છે.

140 કરોડ ભાઇ-બહેનો આજે આઝાદીનો પર્વ મનાવી રહ્યા છે

પીએમ મોદીએ કહ્યું કે વસ્તીની દ્રષ્ટિએ આપણે દુનિયામાં પ્રથમ નંબરે છે.. 140 કરોડ ભાઇ-બહેનો આજે આઝાદીનો પર્વ મનાવી રહ્યા છે.. હું  દુનિયાભરમાં ફેલાયેલા ભારતીયો અને ભારતને પ્રેમ કરનારા તમામ લોકોને આઝાદીની શુભકામના પાઠવું છું. . પૂજય બાપુના નેતૃત્વમાં સત્યાગ્રહની ચળવળ અને ભગતસિંહ અને રાજગુરુ જેવા અગણિત લોકોનું બલિદાન.. તે સમયે ભાગ્યેજ કોઇ વ્યક્તિ હશે જેણે દેશની આઝાદીમાં યોગદાન ન આપ્યું હોય.. દેશની આઝાદીના જંગમાં જેણે-જેણે યોગદાન આપ્યુ છે તે સૌનું હું આદરપૂર્વક નમન કરુ છું

આપણે જે પણ નિર્ણય લઇશું, તે 1000 વર્ષ સુધી આપણું ભાગ્ય લખશે

પીએમ મોદીએ કહ્યું, આપણે જે પણ નિર્ણય લઇશું, તે 1000 વર્ષ સુધી આપણું ભાગ્ય લખશે . હું દેશના દીકરા-દીકરીઓને કહેવા માંગુ છું કે આજે જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે ભાગ્યે જ કોઈના નસીબમાં હોય છે, જેને મળ્યું હોય. તેને ચૂકશો નહીં. હું યુવા શક્તિમાં વિશ્વાસ કરું છું. આજે મારા યુવાનોએ ભારતને વિશ્વની પ્રથમ ત્રણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સ્થાન આપ્યું છે. ભારતની આ શક્તિ જોઈને દુનિયા આશ્ચર્યમાં પડી રહી છે. પીએમ મોદીએ કહ્યું, ભારતે જે અજાયબી કરી છે તે માત્ર દિલ્હી-મુંબઈ-ચેન્નઈ સુધી સીમિત નથી. ટાયર 2 અને ટાયર 3 શહેરોના યુવાનો પણ ભાગ્ય બનાવી રહ્યા છે. દેશની ક્ષમતા દેખાઈ રહી છે. તે નાના શહેરોમાંથી બહાર આવી રહ્યું છે.

અવસરોની કમી નથી 

પીએમ મોદીએ કહ્યું કે તકોની કોઈ કમી નથી. તમે ઈચ્છો તેટલી તકો આપવા માટે દેશ સક્ષમ છે. દેશમાં વિશેષ શક્તિ ઉમેરાઈ રહી છે, માતા-બહેનોની શક્તિ. આ તમારી મહેનત છે. ખેડૂતોની શક્તિ ઉમેરાઈ રહી છે, દેશ કૃષિ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. હું કામદારો અને મજૂરોને અભિનંદન આપવા માંગુ છું.

બ્યુરોક્રેસીએ ટ્રાન્સફોર્મ કરવા માટે પરફોર્મ કરવાની જવાબદારી નિભાવી

પીએમ મોદીએ કહ્યું, 2014માં તમે મજબૂત સરકાર બનાવી. 2019માં તમે સરકાર બનાવી. તેથી મને સુધારાની હિંમત મળી..મેં જ્યારે સુધારા કર્યા ત્યારે બ્યુરોક્રેસીએ ટ્રાન્સફોર્મ કરવા માટે પરફોર્મ કરવાની જવાબદારી નિભાવી. આ સાથે જનતા જનાર્દન જોડાઇ.. આનાથી ટ્રાન્સફોર્મ પણ નજરે પડી રહ્યુ છે. .તે ભારતનું ઘડતર કરી રહ્યું છે. અમારું વિઝન એવા પરિવર્તનને પ્રોત્સાહન આપવાનું છે જે 1000 વર્ષ સુધીના આપણા ભવિષ્યની રૂપરેખા નક્કી કરશે. આપણી યુવા શક્તિ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની જરૂરિયાતો પૂરી કરવામાં સફળ રહેશે.

દેશ વિશ્વની ત્રણ સૌથી મોટી ઇકોનોમીમાં શામેલ થઇ જશે તેની ગેરંટી 

વડાપ્રધાન મોદીએ ગેરંટી આપી કે આવનારા પાંચ વર્ષમાં દેશ વિશ્વની ત્રણ સૌથી મોટી ઇકોનોમીમાં શામેલ થઇ જશે

સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો ભરડો 

સમગ્ર વિશ્વમાં મોંઘવારી વ્યાપેલી છે.. ભારતે મોંઘવારીને નિયંત્રિત કરવા માટે પૂરતા પ્રયાસ કર્યા છે.. દુનિયા કરતા આપણી સ્થિતિ સારી છે પરંતુ તેનાથી સંતોષ નથી . હજુ વધારે પ્રયાસ કરીશું .

Tags :
Advertisement

.