PM MODIની ટોચના CEO સાથે બેઠક, ગુગલ ભારતમાં કરશે 10 બિલિયન ડોલરનું રોકાણ
કૈનેડી સેન્ટર ખાતે પીએમ મોદીએ આજે ટોચની કંપનીઓના સીઇઓ સાથે બેઠક કરી હતી.. આ બેઠકમાં ગુગલના સીઇઓ સુંદર પિચાઇ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ સુંદર પિચાઇએ કહ્યું કે વડાપ્રધાન મોદીની આ ઐતિહાસિક અમેરિકા યાત્રા દરમ્યાન તેમને મળવું ગર્વની વાત છે. સુંદર પિચાઇએ કહ્યું કે ગુગલ આગામી સમયમાં ઇન્ડિયામાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરશે . તેમણે કહ્યું કે ગુગલ ગુજરાતના ગીફ્ટ સીટીમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર શરુ કરશે. સુંદર પિચાઇએ વધુમાં કહ્યું કે ડિઝિટલ ઇન્ડિયા માટે પીએમનું વિઝન સમયથી આગળ છે.
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ એમેઝોનના CEO એન્ડ્રયૂ જાસેએ કહ્યું કે ભારતમાં સૌથી વધુ રોકાણ કરનારી કંપનીઓમાંથી એમેઝોન એક છે. અમે ભારતમાં પહેલેથીજ 11 બિલિયન ડોલરનું રોકાણ કરી ચૂક્યા છે, અને આગામી સમયમાં અમે બીજા 15 બિલિયન ડોલરનું રોકાણ કરીશું
Boeingના CEO ડેવિડ કેલહોને કહ્યું કે સૌથી મહત્વની બાબત વડાપ્રધાન મોદીનું ભારતના વિકાસ માટેનું પેશન છે
ઇમેરિટ્સ સીસકોના ચેરમેન જ્હોન ચેમ્બર્સે કહ્યું કે આર્થિક પરિણામો એ દર્શાવી રહ્યા છે કે ભારતની ઇકોનોમી દસમા ક્રમેથી પ્રગતિ કરીને હવે 5મા ક્રમે આવી ચૂકી છે, અને આગામી સમયમાં તે દુનિયાની નંબર વન ઇકોનોમી બનશે