Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi નો પ્રજાલક્ષી નિર્ણય, સમસ્યાઓ- રજુઆતોનો સ્થળ પર જ કરાશે નિકાલ

સમગ્ર દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય બન્યુ છે જેના ગૃહરાજ્યમંત્રીએ એક એવું પગલુ લીધુ છે જે તેની પ્રજાને સૌથી મોટી રાહત પુરી પાડશે..ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જે પહેલ કરી છે તે બીજા રાજ્યો માટે પ્રેરણારૂપ બની શકે તેમ છે.....
08:37 PM Aug 02, 2023 IST | Vishal Dave

સમગ્ર દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય બન્યુ છે જેના ગૃહરાજ્યમંત્રીએ એક એવું પગલુ લીધુ છે જે તેની પ્રજાને સૌથી મોટી રાહત પુરી પાડશે..ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જે પહેલ કરી છે તે બીજા રાજ્યો માટે પ્રેરણારૂપ બની શકે તેમ છે.. ચાલો તમને જણાવીએ કે આ પહેલ શું છે.

કચેરીના ધક્કા નહી થાય

હવે રાજ્યના નાગરિકોને તેમના તમામ પ્રશ્નો,સમસ્યાઓ અને રજુઆતોનો નિકાલ મેળવવા કચેરી કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. . સરકારે આ બાબતે રાજ્યના પોલીસ વિભાગને સૂચના આપી છે.. જે બાદ પોલીસ વિભાગ દ્વારા પણ આ મામલે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

કચેરીમાં જ પ્રશ્નનો નિકાલ આવે તેવી વ્યવસ્થા ગોઠવાઈ

પરિપત્રમાં જણાવાયુ છે કે નાગરિકો તેમના વિવિધ પ્રશ્નો,ફરિયાદો,રજૂઆતો લઇને જ્યારે કચેરીમાં આવે ત્યારે તેઓની રજૂઆત કે પ્રશ્નો સબંધિત કચેરીમાં જ સાંભળીને તેનો નિકાલ કરવામાં આવે તે ઇચ્છનીય છે.તેમાં એવો પણ ઉલ્લેખ છે કે સરકાર દ્વારા આ વાત પર ભાર મુકવામાં આવ્યો છે..

સપ્તાહમાં બે દિવસ અરજદારોના પ્રશ્નો સાંભળશે અધિકારી

પરિપત્રમાં જણાવાયુ છે કે તમામ પોલીસ કમિશનરશ્રી/રેન્જ વડાશ્રી/પોલીસ અધિક્ષકશ્રીનાઓએ તેમના શહેર/રેન્જ/જિલ્લા ખાતે અરજદારોને સાંભળવા માટે સપ્તાહમાં કોઇ બે દિવસ નિશ્ચિત કરે, અરજદારોને સાંભળી તેઓની રજૂઆતોના નિકાલ માટે આયોજન કરે અને તે અંગેનું રજિસ્ટર પણ નિભાવવામાં આવે.

સોશિયલ મીડિયાનો પણ ઉચિત ઉપયોગ કરવા સુચના

નાગરિકોના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે કયા બે દિવસ નક્કી કરવામાં આવ્યા છે તેની જાણ નાગરિકોને થાય તે માટે સોશ્યલ મીડિયા સહિત યોગ્ય માધ્યમમાં જાહેરાત કરવા પણ જણાવાયુ છે.

આ પણ વાંચોઃ VIBRANT GUJARAT GLOBAL SUMMIT-2024 પહેલા CM ભૂપેન્દ્ર પટેલ હસ્તે થયાં આ મહત્વના MOU

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
ComplaintsHarsh SanghviMinister of State for Homeon the spotproblemsPublicresolved
Next Article