Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ધરખમ વધારો! રોગચાળો અંકુશમાં લેવા પુણેની ટીમનાં ધામા

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં દિનપ્રતિદિન ચાંદીપુરા વાઇરસના પોઝિટિવ કેસ મળી રહ્યા છે, જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે. બીજી તરફ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસનાં (Chandipura Virus) વધુ કેસ મળી આવતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એક ટીમ પુણેથી...
panchmahal   જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ધરખમ વધારો  રોગચાળો અંકુશમાં લેવા પુણેની ટીમનાં ધામા

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં દિનપ્રતિદિન ચાંદીપુરા વાઇરસના પોઝિટિવ કેસ મળી રહ્યા છે, જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે. બીજી તરફ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસનાં (Chandipura Virus) વધુ કેસ મળી આવતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એક ટીમ પુણેથી સર્વેલન્સ માટે 4 સભ્યોની ટીમ ગોધરા ખાતે દોડી આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારમાંથી ફરી સેન્ડ ફ્લાય, બાળકોનાં લોહીનાં સેમ્પલ અને પશુઓનાં સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં સતત વધી રહેલા કેસને ધ્યાનમાં લઈ પ્રથમવાર NIV પુણેની (National Institute of Virology) ટીમ પંચમહાલ જિલ્લામાં આવી છે.

Advertisement

પુણેની ટીમે પશુઓનાં સેમ્પલ એકત્રિત કર્યાં

પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસની લપેટમાં આવતાં સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન, પુણે ખાતેથી નેશનલ વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટની (NIV) એક ટીમ પંચમહાલમાં (Panchmahal) આવી છે. આ ટીમ દ્વારા અસરગ્રત વિસ્તારની મુલાકાત લઈ જરૂરી સર્વેલન્સની કામગીરી સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી કરવામાં આવી રહી છે. બીજી તરફ મોરવા હડફ તાલુકામાંથી વધુ એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસની સંખ્યાનો આંકડો 15 સુધી પોહચ્યો છે.

Advertisement

બાળકોનાં લોહીનાં સેમ્પલ લેવાયાં

પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 15 અસરગ્રસ્ત બાળકો પૈકી 5 બાળકોનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. હાલ 7 બાળકો સારવાર હેઠળ છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ સતત સર્વેલન્સ અને જનજાગૃતિ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અસરગ્રસ્ત વિસ્તારમાંથી 400 થી વધુ સેન્ડ ફલાય માખી એકત્રિત કરી સેમ્પલ પરિક્ષણ માટે પુણે મોકલવામાં આવ્યા છે. પુણેથી (Puna) આવેલી ટીમનાં બે વૈજ્ઞાનિક અને બે ટેક્નિકલ સ્ટાફ દ્વારા જિલ્લામાં આવ્યા બાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડની મુલાકાત પણ લેવામાં આવી હતી. ત્યારબાદ ગોધરાના કોટડા અને ઘોઘંબાનાં લાલપરી ગામની મુલાકાત લીધી હતી. પુણે ખાતેથી આવેલી ટીમ દ્વારા ચાંદીપુરા વાઇરસનાં (Chandipura Virus) ફેલાવવા માટે જવાબદાર કારણોને અનુલક્ષી વિવિધ સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે, જેમાં પશુપાલન વિભાગને પણ સાથે રાખી પાલતું પશુઓનાં બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

Advertisement

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો - Chhotaudepur : નસવાડીમાં મેઘરાજા ઓળઘોળ થતાં જનજીવન પ્રભાવિત, અશ્વિની નદી બે કાંઠે, ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો - Rain in Gujarat : આ જિલ્લાઓ માટે આગામી 3 કલાક અતિ ભારે! મેઘરાજા બોલાવશે ધબધબાટી!

આ પણ વાંચો - જામનગરમાં CHANDIPURA વાયરસનો કહેર યથાવત, વધુ બે શંકાસ્પદ કેસ આવ્યા સામે

Tags :
Advertisement

.