Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કચ્છના હરામીનાળા નજીક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો, દરિયાઇ વિસ્તારમાં કેકડા પકડતો હોવાનું કર્યુ રટણ

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  બી.એસ.એફએ હરામીનાળા નજીક એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે.. ઘુસણખોરની ઉંમર 30 વર્ષ છે. તેની પાસેથી એક ઘુવડ કબ્જે કરાયું છે. આ ઘુસણખોર દરિયાઈ વિસ્તારમાં કેકડા અને ઘુવડ પકડવાનું કામ કરતો હોવાનું જણાવી રહ્યો છે.. તે...
11:01 PM Sep 23, 2023 IST | Vishal Dave

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

બી.એસ.એફએ હરામીનાળા નજીક એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે.. ઘુસણખોરની ઉંમર 30 વર્ષ છે. તેની પાસેથી એક ઘુવડ કબ્જે કરાયું છે. આ ઘુસણખોર દરિયાઈ વિસ્તારમાં કેકડા અને ઘુવડ પકડવાનું કામ કરતો હોવાનું જણાવી રહ્યો છે.. તે ભૂલથી ભારતીય સીમામાં આવી ગયો હોવાનું રટણ.કરી રહ્યો છે.

આ પાકિસ્તાની ઘુસણખોરને ભુજના હરિપર સ્થિત જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે મોકલવામાં આવશે

તેની પાસેથી હજુ સુધી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળવા પામી નથી. તે બદીન જિલ્લાના સીરાની ગામનો છે અને તેનું નામ મહેબૂબલી મોહમ્મદ યુસુફ જણાવે છે.  હરામીનાળા અને ક્રિક એક અટપટો વિસ્તાર છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબજ સંવેદનશીલ ગણાય છે. આ કિસ્સામાં  એજન્સીઓ જુદી જુદી દિશામાં તપાસ ચલાવી રહી છે

Tags :
catchingcrabHaramiNalaintruderKutchmarine areaPakistani
Next Article