Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બંધ રૂમમાં ધમાલ કરતા શખ્સને પો.સ્ટેશન લાવ્યા તો પી.એસ.ઓનું માથુ ફોડી નાંખ્યું

ભરૂચની એક સોસાયટીમાં મકાનના રૂમમાં એક વ્યક્તિ શંકાસ્પદ અને તોફાન કરતો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસની ગાડી સ્થળ ઉપર દોડી આવી વ્યક્તિને ઘરમાંથી પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી થઈ હતી તે દરમિયાન તે વ્યક્તિએ પોલીસ મથકના પીએસઓને...
બંધ રૂમમાં ધમાલ કરતા શખ્સને પો સ્ટેશન લાવ્યા તો પી એસ ઓનું માથુ ફોડી નાંખ્યું

ભરૂચની એક સોસાયટીમાં મકાનના રૂમમાં એક વ્યક્તિ શંકાસ્પદ અને તોફાન કરતો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસની ગાડી સ્થળ ઉપર દોડી આવી વ્યક્તિને ઘરમાંથી પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી થઈ હતી તે દરમિયાન તે વ્યક્તિએ પોલીસ મથકના પીએસઓને માથામાં ફટકા મારતા પોલીસ મથકમાં અફરા-તફરી મચી ગઇ હતી.

Advertisement

બંધ મકાનમાં એક શખ્સ તોફાન કરી રહ્યો હોવાની માહિતી મળી હતી 

સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર ભરૂચની અયોધ્યા નગર સોસાયટીના એક બંધ મકાનમાં બે દિવસથી એક અજાણ્યો વ્યક્તિ તોફાન કરવા સાથે શંકાસ્પદ લાગતા સ્થાનિક રહીશોએ અજાણ્યા વ્યક્તિ મુદ્દે પોલીસ કંટ્રોલ ઉપર વર્દી લખાવી હતી જેના પગલે પોલીસે સ્થળ ઉપર પહોંચી એક બંધ મકાનમાં રહેલા વ્યક્તિને પોલીસ ગાડીમાં બેસાડી એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો

Advertisement

લાકડાના હાથાથી પીએસઓના માથામાં ફટકો માર્યો 

અજાણ્યા વ્યક્તિને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ વિજય યાદવ હોવાનું જણાવ્યું હતું અને તેની સામે કાર્યવાહી થાય તે પહેલા જ પોલીસ મથકમાં પીએસઓ સમક્ષ અચાનક ઉશ્કેરાઈ જઈ નજીકમાં રહેલો લાકડાનો હાથો પીએસઓ ભીમસિંગ રામસિંગ વસાવાને માથામાં ફટકા મારી દેતા પીએસઓ લોહી લુહાણ અવસ્થામાં ઢળી પડ્યા હતા અને અન્ય પોલીસ કર્મીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. હુમલો કરનાર વિજય યાદવને પોલીસ કર્મીઓએ બાંધી એક રૂમમાં મૂકી દીધો હતો અને ગંભીર રીતે ઘવાયેલા પીએસઓ ભીમસિંગ વસાવાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા

Advertisement

હુમલો કરનારે પોતાનું માથું પણ ફોડ્યું

હુમલો કરનાર વિજય યાદવની તપાસ કરતા તે બે દિવસ પૂર્વે જ ભરૂચમાં આવ્યો હોય અને પ્રાથમિક તબક્કે તે માનસિક બીમાર હોવાનું માનવામાં આવી રહ્યું છે..એ ડિવીઝન પોલીસ મથકમાં આતંક મચાવનાર હુમલાખોળ વિજય યાદવે દિવસ દરમિયાન એ ડિવિઝન પોલીસ મથક માથે લીધું હતું ..  અને ધમાલ મચાવતા પોલીસ કર્મીઓ ઉપર હુમલો કરનારે પોતાનું માથું પણ ફોડ્યું હતું જેના કારણે પોલીસની ચિંતામાં વધારો થઈ ગયો હતો જેમ તેમ પોલીસ કર્મીઓએ હુમલાખોર વિજય યાદવને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને ત્યાં પણ સિવિલ હોસ્પિટલ માથે લેવાના પ્રયાસ કર્યા હતા પરંતુ પોલીસે વિજય યાદવને સ્ટ્રેચર સાથે બાંધી સારવાર કરાવી હતી અને અંતે તેને વડોદરા રીફર કરવાની કવાયત કરી હતી પરંતુ હુમલાખોર માનસિક અસ્થિર છે કે પછી કોઈ વ્યસન વિના રઘવાયો બન્યો છે તે તપાસનું વિષય બની ગયો છે હાલ તો પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ વાન મારફતે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત કરી છે

હાલ  ઇજાગ્રસ્ત પોલીસ કર્મી જોખમની બહાર 

સમગ્ર ઘટનામાં ભરૂચ એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે પીએસઓ ઉપર હુમલો કરનારની માનસિક સ્થિતિ સારી લાગતી નથી અને તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે અને જો તેની માનસિક સ્થિતિ સારી નહીં હોય તો સૌ પ્રથમ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે અને હુમલાખોરને પાંચ થી વધુ પોલીસ કર્મીઓ પકડીને રાખે છે હાલ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીની સ્થિતિ સારી હોવાનું   એસપી મયુર ચાવડાએ કર્યું હતું

ડીવાયએસપી,એસપી સહિતનો કાફલો સિવિલ ઉપર પહોંચ્યો..

એ ડિવીઝન પોલીસ મથકમાં પીએસઓની હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટનાના પગલે સોશિયલ મીડિયા ઉપર પણ મેસેજ વહેતા થતા જ ડિવાયએસપી ચિરાગ દેસાઈ એસપી મયુર ચાવડા સહિત પોલીસ મથકના પી.આઈ મહેરીયા સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મીની સારવાર સાથે સીટી સ્કેન બાદ હુમલો કરનાર સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી હતી

Tags :
Advertisement

.