આ સ્થળે ગરબામાં માત્ર ટ્રેડિશનલ ડ્રેસ અને કપાળ પર તિલક કરીને આવનારાને જ એન્ટ્રી, જાણો શું છે કારણ
અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ
ગરબામાં વિઘર્મીઓની એન્ટ્રીનો મુદ્દો હમેંશા સળગતો મુદ્દો રહ્યો છે.. એવામાં વડોદરાના ડભોઇ એપીએમસી ખાતે ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં માત્ર ટ્રેડિશનલ ડ્રેસ અને કપાળ પર તિલક કરીને આવનારાનેજ પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે..
હિન્દુ સંસ્કારો અને સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુસર નિર્ણય
આ ગરબા ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત થાય છે.. અને ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત છે.. આ સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું કે લલાટ પર તિલક રાખનારને એન્ટ્રીનો નિર્ણય માત્ર હિન્દુ સંસ્કારો અને સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુસર લેવાયો છે. તેમણે કહ્યું કે કોઇ લઘુમતી કોમના લોકો અહીં ગરબા રમવા આવતાજ નથી.. તેમણે કહ્યું કે ડભોઇમાં હિન્દુઓ અને મુસ્લિમો પોત-પોતાના તહેવારો શાંતિપૂર્વક પોતાની રીતે ઉજવે છે.. અહીં કોઇ રહીમ રામ બનીને નથી આવતો .
પ્રતિવર્ષ અહીં 7000 જેટલા ખેલૈયાઓ રમે છે
ધારાસભ્ય શૈલેષ મહેતા જણાવ્યું હતુ દર વર્ષે 7000 જેટલા ખેલૈયાઓ રમે છે, તેમણે કહ્યું કે હિંદુ ધર્મમાં તિલક લગાવવું એ પરંપરાનો એક વિશેષ ભાગ છે. તિલક લગાવવાથી ગ્રહોની ઉર્જા સંતુલિત રહે છે અને મન શાંત અને એકાગ્ર રહે છે. હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતા પહેલા તિલક લગાવવું શુભ માનવામાં આવે છે. તમામ પ્રકારની પૂજા, યજ્ઞ અને અનુષ્ઠાનમાં તિલક લગાવવામાં આવે છે.