Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે 6થી 12 વર્ષના બાળકોને કોરોનાની રસી અપાશે, જાણો વધુ

હવે 6થી 12 વર્ષની ઉંમરના બાળકોને પણ કોરોનાની રસી આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ 6થી 12 વર્ષના બાળકોને રસી આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોની ત્રણ લહેર દરમિયાન બાળકો પર ગંભીર અસર જોવા મળી ન હતી પણ આ વખતે કોરોના XE વેરીયન્ટની ઝપેટમાં નાના બાળકો પણ આવી રહ્યા છે. ખાસ કરીને શાળાઓ જયારે ખુલી ગઇ છે ત્યારે આવા કેસોમાં વધારો થવાની આશંક
હવે 6થી 12 વર્ષના બાળકોને કોરોનાની રસી અપાશે  જાણો વધુ
Advertisement
હવે 6થી 12 વર્ષની ઉંમરના બાળકોને પણ કોરોનાની રસી આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ 6થી 12 વર્ષના બાળકોને રસી આપવાનો નિર્ણય કર્યો છે. 
છેલ્લા બે વર્ષથી કોરોની ત્રણ લહેર દરમિયાન બાળકો પર ગંભીર અસર જોવા મળી ન હતી પણ આ વખતે કોરોના XE વેરીયન્ટની ઝપેટમાં નાના બાળકો પણ આવી રહ્યા છે. ખાસ કરીને શાળાઓ જયારે ખુલી ગઇ છે ત્યારે આવા કેસોમાં વધારો થવાની આશંકા વ્યકત કરાઇ રહી છે. હેલ્થ એકસપર્ટનું  કહેવું છે કે વીતેલા ત્રણ સપ્તાહમાં બાળકોમાં ફ્લૂ જેવા લક્ષણોમાં વધારો જોવા મળ્યો છે.જો બાળકને કોરોનાની અસર થશે તો પણ હવે વાલીઓએ ચિંતા કરવાની જરુર નથી કારણ કે બાળકોમાં કોરોનાના લક્ષણ માઇલ્ડ છે અને સમયસર સારવાર કરાવવામાં આવે તો બાળકો જલ્દીથી સ્વસ્થ થઇ શકે છે.
આ પહેલા 12થી 15 વર્ષના બાળકોને માર્ચ મહિનામાં કોરોનાથી બચાવવા માટે વેક્સીન અભિયાન ચલાવાયુ હતું.  હવે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા દ્વારા 6થી 12 વર્ષના બાળકોને પણ કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
ઉલ્લેખનિય છે કે નવા XE વેરીયન્ટને અન્ય વેરીયન્ટની તુલનામાં વધારે સંક્રમીત ગણાવાઇ રહ્યો છે. તેવામાં જરુરી છે કે બાળકોને નવા વેરીયન્ટના સંક્રમણથી બચાવાય. બાળકોમાં તાવ, નાક ગળવું, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો, સુકી ખાંસી, ઉલ્ટી અને ઝાડા થઇ જવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. બાળકોની સફાઇ રાખવી તથા સાબુ અને પાણીથી નિયમીત રીતે હાથ ધુવે તેવી આદત કેળવવી જોઇએ. બાળકોને ઘરની બહાર ઓછા રાખવા અને સંક્રમિત વ્યકતીઓથી દુર રાખવામાં આવે તથા ઇમ્યુનિટી વધે તેવો ખોરાક આપવો જોઇએ, 
ડીસીજીઆઇ દ્વારા વિશેષ પેનલે 5થી 12 વર્ષના બાળકોને બાયોલોજીકલ ઇની કોવિડની વેક્સીન કાર્બેવેકસ ના ઇમરજન્સી ઉપયોગની સલાહ આપી છે.         
Tags :
Advertisement

.

×