Neeta Chaudhary : નીતા ચૌધરી કેસને લઈ HC આકરી પાણીએ! પૂછ્યું - શું આરોપી બુટલેગર સાથે રહી..!
સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની (Neeta Chaudhary) અરજી પર આજે HC માં સુનાવણી હાથ ધરાઈ હતી. નીતા ચૌધરી નિર્દોષ હોવાની રજૂઆત તેના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ કરાઈ હતી. વકીલે કોર્ટમાં જણાવ્યું કે, નીતા ચૌધરી ફક્ત કો-પેસેન્જર હતી. જો કે, નીતા ચૌધરીનાં વકીલની દલીલો પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને વેધક સવાલ કર્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, જો તે નિર્દોષ હતાં તો ભાગ્યા કેમ ? શું આરોપી બુટલેગર સાથે રહી ફરજ નિભાવતા હતા ? ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) રાજ્ય સરકારને સસ્પેન્ડેડ નીતા ચૌધરી વિરુદ્ધ તમામ પૂરાવા અને સત્યતા મામલે સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 25 જુલાઈનાં રોજ હાથ ધરાશે.
આરોપી નીતા ચૌધરી
મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાઈ હતી
કચ્છનાં (Kutch) ભચાઉ (Bhachau) નજીક થોડા દિવસ પહેલા બુટલેગર યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) તથા મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી (Neeta Chaudhary) દારૂ સાથે એક કારમાં પકડાયા હતા. પોલીસને જોઈ બુટલેગરે જવાનો પણ કાર ચઢાવવાનો પ્રયાર પણ કર્યો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરી ફરજ મોકૂફ કરવામાં આવી હતી. જામીન મળ્યા બાદથી ફરાર નીતા ચૌધરીને પોલીસે લીંબડી (Limbdi) પાસેથી ઝડપી પાડી હતી. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન નીતા ચૌધરીનાં વકીલે દલીલ કરી હતી કે, નીતા ચૌધરી નિર્દોષ છે. તે માત્ર કો-પેસેન્જર હતી.
નીતા ચૌધરી નિર્દોષ હતા તો ભાગ્યા કેમ ? : કોર્ટ
નીતા ચૌધરીનાં વકીલની દલીલો સાંભળીને હાઈકોર્ટે (Gujarat High Court) નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, આ ખૂબ ગંભીર આક્ષેપ છે. ખાલી કો-પેસેન્જરનો સવાલ નથી. કોર્ટે સવાલ પૂછતા કહ્યું કે, નીતા ચૌધરી (Neeta Chaudhary) નિર્દોષ હતાં તો ભાગ્યા કેમ ? નીતા ચૌધરી CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. તો શું તેઓ બુટલેગર સાથે ફરજ નીભાવી રહ્યા હતા ? કોર્ટે પૂછ્યું કે, શું તમે બુટલેગરને સેફ પેસેજ આપી રહ્યા છો ?
Nita Chaudhary
'તમે પોલીસકર્મી છો અને તમારા પર ગંભીર આક્ષેપ છે'
નીતા ચૌધરીના વકીલે દલીલ કરી કે, નીતા ચોધરીને અધિકારીઓ દ્વારા કેટલાક કામ આપ્યા હતા અને તે કામ માટે જ બુટલેગરનાં સંપર્કમાં હતી. વકીલની વાત સાંભળી કોર્ટે કહ્યું કે, શું આ વાત રેકોર્ડ પર છે ? કે તમે કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે પોલીસકર્મી છો અને તમારા પર ગંભીર આક્ષેપ છે. શું તમારી ફરજ નહોતી કે તમે ગાડી ચઢાવનારને રોકો ? હાઈકોર્ટે કહ્યું કે, તમે જેની સાથે ફરી રહ્યા હતા તેના વિરુદ્ધ 22 ગુનાઓ દાખલ થયા છે. કોઈ સામાન્ય માણસ હોય તો ખ્યાલનાં આવે કે ક્રિમિનલ છે. પરંતુ, તમે તો CID માં હતા, તમારા જિલ્લાનાં આરોપીઓ વિશે તેમને ખ્યાલ ન હોય ? શું તમારા અધિકારીને જાણ હતી કે તમે આમ કરી રહ્યા છો ? સરકારી વકીલે નીતા ચૌધરીની અપીલનો વિરોધ કરતા કહ્યું હતું કે, 187 થી વધુ ફોન કોલ્સ સહિતની બાબતો મળી આવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને (Gujarat Government) સસ્પેન્ડેડ નીતા ચૌધરી વિરુદ્ધ તમામ પૂરાવા અને સત્યતા મામલે સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 25 જુલાઈના રોજ હાથ ધરાશે.
આ પણ વાંચો - Union Budget 2024 : શક્તિસિંહ ગોહિલ, રાહુલ ગાંધી, મનીષ દોશી અને ખડગેના સરકાર પર આકરા પ્રહાર
આ પણ વાંચો - Jamnagar : મેઘરાજાનો તાંડવ! સોગઠી ડેમમાં પડ્યું મોટું ગાબડું, Gujarat First પણ પહોંચ્યું ડેમ
આ પણ વાંચો - Bharuch : નગરપાલિકાની લાપરવાહીનાં કારણે આધેડે ગુમાવ્યો જીવ! પરિવારનો હોબાળો