Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP Chitrakoot: પ્રેગ્નેન્સી દરમિયાન વાળ ખાવાની લત લાગી મહિલાને, ડોક્ટરોએ પેટમાંથી અઢી કિલોનો ગુચ્છો કાઢ્યો!

UP Chitrakoot: દેશ-દુનિયામાંથી અનેકવાર તબીબો એવા પ્રકારના ઓપરેશન કરતા હોય છે. જેને જોઈને સૌ લોકો સ્તંભ થઈ જાય છે. કારણ કે... અવાર-નવાર આવા પ્રકારના ઓપરેશનમાં માનવીય શરીરમાંથી અજીબોગરીબ વસ્તુઓ નીકળી હોય છે. ત્યારે તાજેતરમાં Uttar Pradesh માં કરવામાં આવેલા એક...
up chitrakoot  પ્રેગ્નેન્સી દરમિયાન વાળ ખાવાની લત લાગી મહિલાને  ડોક્ટરોએ પેટમાંથી અઢી કિલોનો ગુચ્છો કાઢ્યો
Advertisement

UP Chitrakoot: દેશ-દુનિયામાંથી અનેકવાર તબીબો એવા પ્રકારના ઓપરેશન કરતા હોય છે. જેને જોઈને સૌ લોકો સ્તંભ થઈ જાય છે. કારણ કે... અવાર-નવાર આવા પ્રકારના ઓપરેશનમાં માનવીય શરીરમાંથી અજીબોગરીબ વસ્તુઓ નીકળી હોય છે. ત્યારે તાજેતરમાં Uttar Pradesh માં કરવામાં આવેલા એક ઓપરેશન દરમિયાન આ પ્રકારની ઘટના જોવા મળી હતી.

  • Uttar Pradesh ની મહિલાની પેટમાંથી વાળનો જથ્થો નીકળ્યો

  • શરૂઆતમાં દુખાવાની દવાઓ આપી હતી

  • મહિલાનું 45 મિનિટ સુધી ઓપરેશન ચાલ્યું હતું

Uttar Pradesh ના મહોબામાં વસવાટ કરતી 25 વર્ષની મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે મહિલાના પેટમાંથી 2.5 કિલો વાળનો જથ્થો નીકળ્યો હતો. એક સમય એવો આવ્યો કે આટલા બધા વાળ ખાવાથી મહિલાને પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. મહિલાએ સંતાનને જન્મ આપ્યા પછી પેટમા દુખાવો વધવા લાગ્યો હતો. તેની સાથે ઉલટી પણ થતી હતી.

Advertisement

આ પણ વાંચો: ભારત વિરુદ્ધ મોટા ષડયંત્રનો પર્દાફાશ, આસામ ગ્રેનેડ હુમલામાં છ ULFA આતંકવાદીઓ સામે NIA ની કાર્યવાહી…

Advertisement

શરૂઆતમાં દુખાવાની દવાઓ આપી હતી

ત્યારે મહિલાની હાલત ગંભીર રીતે ખરાબ થતા તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. શરૂઆતના તબક્કામાં તેને પેટમાં દુખાવાની દવાઓ આપવામાં આવી હતી. પરંતુ તેનાથી કોઈ અસર થઈ ન હતી. અંતે મહિલાને ચિત્રકુટમાં આવેલી જાનકી કુંડ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન પેટમાં અસંખ્ય વાળોનો જથ્થો ભેગો થયો છે, તેવું માલૂમ પડ્યું હતું.

આ પણ વાંચો: Mumbai : સંજય રાઉત ફસાયા!, CM શિંદેની ટીમે મોકલી Legal Notice, જાણો શું હતો સમગ્ર મામલો…

મહિલાનું 45 મિનિટ સુધી ઓપરેશન ચાલ્યું હતું

જોકે મહિલાની વાળ ખાવાની આદત પ્રેગ્નેન્સી દરમિયાન પડી હતી. પહેલા તેણી ખાલી પોતાના જ વાળ ખાતી હતી. પરંતુ સમય જતા તેણી અન્ય લોકોના વાળ પણ ખાવા લાગી હતી. ઘરમાં પડેલા હોય કે બહાર જાહેર સ્થળ પર કોઈ પણ વાળ દેખાઈ તો તે ઉપાડીને ખાવા લાગતી હતી. પરંતુ એકવાર સંતાનનો જન્મ થઈ ગયો, ત્યારબાદ તેણીએ વાળ ખાવાનું બંધ કરી દીધું હતું. તે ઉપરાંત તબીબોઓ મહિલાને પેટમાંથી 2.5 કિલોનો વાળનો જથ્થો નીકળવા માટે 45 મિનિટ સુધી ઓપરેશન કર્યું હતું.

આ પણ વાંચો: DRDO એ ઘાતક મિસાઇલ RudraM-II નું સફળ પરીક્ષણ કર્યું, આંખના પલકારામાં Target કરશે નષ્ટ…

Tags :
Advertisement

.

×