Sandeep Thapar Attacked: Ludhiana માં ભરબજારે શિવસેનાના નેતા પર તલવાર વડે હુમલો, જુઓ વિડીયો....
Sandeep Thapar Attacked: પંજાબના Ludhiana માં આજરોજ સવારના રોજ સરાજાહેર શિવસેનાના કાર્યકાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં Sandeep Thapar ગંભીર રીતે ઘાયલ થયા છે. તો Sandeep Thapar પર Ludhiana માં પંજાબના નિહંગો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે પંજાબ પોલીસે ઘટનાના માત્ર 6 કલાકની અંદર આરોપી નિહંગ સિખને પકડી પાડ્યો હતો. તે ઉપરાંત આ સંપૂર્ણ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે.
હુમલાને કારણે પંજાબની રાજનીતિમાં પણ હોબાળો
Ludhiana માં થયેલા આ હુમલાથી લોકો ડરી ગયા છે
પોલીસે સુરક્ષા પાછી ખેંચી લીધી હતી
તો શિવસેના ટકસાલીના નેતા Sandeep Thapar પર હુમલો કરનાર આરોપી નિહંગ સિખને પોલીસે ફતેહગઢ સાહિબથી ધરપકડ કરી હતી. તે ઉપરાંત પોલીસ વહેલી તકે આ ઘટનાને કેમ બની, તેની વિગતવાર માહિતી જાહેર કરશે. તો શિવસેનાના નેતા પર થયેલા હુમલાને કારણે પંજાબની રાજનીતિમાં પણ હોબાળો થયો છે. તો Sandeep Thapar ને લઈ અનેક નેતાઓ દ્વારા પંજાબની સુરક્ષા અને પંજાબ સરકાર પર આરોપ લગાવવામાં આવ્યા છે. તો પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે કહ્યું છે કે, કોઈ વ્યક્તિને પોલીસ સુરક્ષા મળી હોય. તેમ છતાં તેની પર તલવાર વડે હુમલો કરવામાં આવે છે.
Very shocking video coming from Punjab : Punjab Shiv Sena leader Sandeep Thapar is brutally attacked by Nihangs. He's fighting for life in hospital.
It seem there was a police officer with him but didn't even try to help him. pic.twitter.com/z3rpqwwQAD
— Mr Sinha (@MrSinha_) July 5, 2024
Ludhiana માં થયેલા આ હુમલાથી લોકો ડરી ગયા છે
પંજાબ ભાજપ અધ્યક્ષ સુનીલ જાખરે આ હુમલાને નિંદનીય ગણાવ્યો છે. Sandeep Thapar એ કહ્યું છે કે બજારની વચ્ચે બનેલી આ ઘટનાએ પંજાબ સરકારના નેતૃત્વમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો પર્દાફાશ કર્યો છે. તેમણે રાજ્ય સરકાર પાસે હુમલાના દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તે દરમિયાન કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી એસ. રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું કે પંજાબમાં કાયદો મજાક બની ગયો છે. Ludhiana માં થયેલા આ હુમલાથી લોકો ડરી ગયા છે.
પોલીસે સુરક્ષા પાછી ખેંચી લીધી હતી
આ ઘટના બાદ તરત જ શિવસેના પંજાબના નેતાઓ સિવિલ હોસ્પિટલની બહાર એકઠા થયા હતા. તેઓએ પંજાબ સરકાર અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પાર્ટી યુવા પાંખના પ્રમુખ સુમિત અરોરાએ જણાવ્યું હતું કે થાપરને ત્રણ બંદૂકધારી પૂરા પાડવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે એક સપ્તાહ પહેલા તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.
આ પણ વાંચો: UP College Viral Video: કોલેજમાં પૂર્વ મહિલા આચાર્યને ખુરશી સમેલ ઓફિસમાંથી બહાર કરી, જુઓ વિડીયો…