Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi Patna Road Show: પહેલીવાર પટનામાં રોડ શો કરનાર વડાપ્રધાન બન્યા પીએમ મોદી

PM Modi Patna Road Show: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ બે દિવસીય બિહાર (Bihar) પ્રવાસ પર છે. ત્યારે આજ સાંજે પટના (Patna) પહોંચતાની સાથે જ ઈતિહાસ રચી દીધો. પટના (Patna) માં પ્રથમ વખત પીએમ મોદી (PM Modi) એ બે...
pm modi patna road show  પહેલીવાર પટનામાં રોડ શો કરનાર વડાપ્રધાન બન્યા પીએમ મોદી

PM Modi Patna Road Show: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ બે દિવસીય બિહાર (Bihar) પ્રવાસ પર છે. ત્યારે આજ સાંજે પટના (Patna) પહોંચતાની સાથે જ ઈતિહાસ રચી દીધો. પટના (Patna) માં પ્રથમ વખત પીએમ મોદી (PM Modi) એ બે કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો (Road Show) યોજ્યો હતો. વડાપ્રધાન પટના (Patna) માં રોડ શો (Road Show) કરનાર પહેલા વડાપ્રધાન બન્યા છે. રોડ શો (Road Show) ભટ્ટાચાર્ય રોડ ચોકડી પાસે શરૂ થયો હતો અને કદમકુઆં, સાહિત્ય સંમેલન, ઠાકુરબારી રોડ, બકરગંજ થઈને ગાંધી મેદાન ખાતે ઉદ્યોગ ભવન પાસે સમાપ્ત થયો હતો. રોડ શો સાંજે 7:20 વાગ્યે શરૂ થયો હતો અને લગભગ 8:30 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.

Advertisement

  • પટનામાં પીએમ મોદીએ ઐતિહાસિક રોડ શો કર્યો

  • વડાપ્રધાનની લોકો કલાકો સુધી રાહ જોતા હતા

  • વડાપ્રધાન ગુરુદ્વારામાં લંગરનું ભોજન પણ કરશે

આ દરમિયાન PM Modi ની સાથે મુખ્યમંત્રી નીતિશ કુમાર, BJP ના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને પટના સાહિબના ઉમેદવાર રવિશંકર પ્રસાદે ભવ્ય રથ પર BJP ને વિજયી બનાવવા માટે જનતાને અપીલ કરી હતી. PM Modi ના આવકારવા માટે રસ્તાની બંને બાજુએ લોકોએ પોતાના ઘરોને દિવાળીની જેમ સજાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. લોકોએ ઘરોની દિવાલો પર લખેલા સૂત્રો સાથે બેનરો, હોર્ડિંગ્સ અને પોસ્ટરો લહેરાવીને બારીઓમાંથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. મારું ઘર, PM Modi નું ઘર..., મારો પરિવાર, PM Modi નો પરિવાર...

Advertisement

આ પણ વાંચો: Chardham Yatra’s Devotee: કપાટ ખુલતાની સાથે શ્રદ્ધાળુઓ ઉમટ્યા, અડગ મન સાથે ચારધામ યાત્રા થઈ શરુ

વડાપ્રધાનની લોકો કલાકો સુધી રાહ જોતા હતા

બે કિલોમીટર લાંબા Road Show માં 38 સ્થળોએ PM Modi નું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં BJP ના મોરચા અને મંચના પ્રદેશ અધિકારીઓએ 10 જગ્યાએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત હજારો BJP કાર્યકર્તાઓ પાર્ટીના ઝંડા અને મોદી માસ્ક પહેરીને PM Modi ને ચીયર કરતા રહ્યા હતા. વિવિધ વિસ્તારોમાં લોકો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે PM Modi ની લોકો કલાકો સુધી રાહ જોતા હતા. PM Modi ના Road Show દરમિયાન પટનાની સડકો પર અદભૂત નજારો જોવા મળ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Lok Sabha Election Telangana: કેન્દ્રીય ગૃહ મંત્રીએ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો

વડાપ્રધાન ગુરુદ્વારામાં લંગરનું ભોજન પણ કરશે

આવતીકાલે વહેલી સવારે PM Modi પટના શહેરના ગુરુદ્વારામાં દર્શન કરવા જશે. તેઓ ગુરુદ્વારામાં લંગરનું ભોજન પણ કરશે. ગુરુદ્વારાથી PM Modi સીધા પટના એરપોર્ટ પહોંચશે અને હેલિકોપ્ટર દ્વારા ચૂંટણી પ્રચાર માટે રવાના થશે. રોડ શોના સંયોજક અને શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી નીતિન નવીને જણાવ્યું હતું કે PM Modi ના Road Show દરમિયાન 38 સ્થળોએ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં 10 જગ્યાએ BJPના વિવિધ પ્લેટફોર્મ અને મોરચાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત 28 સ્થળોએ વિવિધ સામાજિક સંસ્થાઓ વડાપ્રધાનના સ્વાગત માટે ફૂલોની વર્ષા કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો: Lok Sabha Election Phase 4: આવતીકાલે યોજાશે ચોથા તબક્કાનું મતદાન દેશમાં કુલ 96 બેઠકો પર

Tags :
Advertisement

.